નવસારીઃ લગ્ન પ્રસંગમાં માતા ગરબે ગુમતી હતી ત્યારે નરાધમનું પુત્રી પર દુષ્કર્મ

News18 Gujarati
Updated: April 24, 2019, 1:19 PM IST
નવસારીઃ લગ્ન પ્રસંગમાં માતા ગરબે ગુમતી હતી ત્યારે નરાધમનું પુત્રી પર દુષ્કર્મ
પ્રતિકાત્મક તસવીર

લગ્ન પ્રસંગેમહિલા ગરબે ઘૂમી રહી હતી ત્યારે ઘરમાં સુતેલી તેની પાંચ વર્ષની માસૂમ બાળકીને ઉઠાવી જઇ અજાણ્યા હવશખોરે દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના બની છે.

  • Share this:
ન્યૂઝ18ગુજરાતીઃ નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના પીપલધરા ગામે સોમવારે મધરાત્રે લગ્ન પ્રસંગેમહિલા ગરબે ઘૂમી રહી હતી ત્યારે ઘરમાં સુતેલી તેની પાંચ વર્ષની માસૂમ બાળકીને ઉઠાવી જઇ અજાણ્યા હવશખોરે દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના બની છે.

મળતી માહિતી પ્રમાણે ચીખલીના પનિયારી વિસ્તારમાં રહેતી મહિલા ગણદેવીના પીપલધરા ખાતે લગ્ન પ્રસંગ હોવાથી પોતાના પુત્ર અને પુત્રી સાથે લગ્ન પ્રસંગમાં ગઇ હતી. રાતે ડીજેના તાલે ગરબાની રમઝટ ચાલતી હોવાથી તેઓ ગરબે ઘૂમવા ગયા હતા. બંને બાળકો સુઇ ગયા હતા.

ગરબા રમતા રમતા તેઓ રાત્રે એક વાગે પોતાના બાળકોની ભાળ કાઢવા ઘરમાં ગયા હતા ત્યારે બંને બાળકો સલામત રીતે સૂતેલા હતા. જેથી નિશ્વિંત બની ફરી ગરબામાં જોડાયા હતા. ત્યારબાદ રાતના બે વાગ્યા બાદ ફરીથી બાળકોને જોવા જતા તેમની માસૂમ દીકરી જ્યાં સુતેલી હતી ત્યાં ન હતી.

જેથી સગાવહાલા સાથે તેની શોધખોળ કરતા તે ઘર પાછળના ભાગેથી રડતી મળી આવી હતી. તેણીનું મોઢું સુજી ગયેલું હતું અને તેણીએ પહેરેલા કપડા ઊંઘા હતા. આથી ફાળ પડતાં તેના ગુપ્તાંગ ભાગેથી લોહી નીકળતું હતું. તથા શરીર અને કમરના ભઆગે નખ માર્યાના નિશાનો હતો.

આથી પરિસ્થિતિ પામી જતા પરિવારજનો સગીરાને લઇને ખારેલ હોસ્પિટલ પહોંચ્યા હતા. તેમને નવસારી સિવિલ હોસ્પિટલમાં ખાતે મોકલવામમાં આવ્યા હતા. બાદમાં તેન સુરત સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી. આ ઘટનામાં સગીરા સાથે દુષ્કર્મ કોણે કર્યું તે બહાર આવ્યું નથી. મહિલાએફરિયાદ નોંધાવતા ગણદેલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી હતી.
First published: April 24, 2019, 1:19 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading