Home /News /south-gujarat /

દક્ષિણ ગુજરાતનાં વાતાવરણમાં પલટો, નવસારીમાં હળવો વરસાદ

દક્ષિણ ગુજરાતનાં વાતાવરણમાં પલટો, નવસારીમાં હળવો વરસાદ

પ્રતિકાત્મક તસવીર

નવસારી સહિત બિલીમોરા સહિતનાં વિસ્તારોમાં હળવો વરસાદ વરસ્યો છે. જેના કારણે લોકો ઠંડકનો અનુભવ કરી રહ્યાં છે.

    રાજન રાજપૂત, કેતન પટેલ : કાળઝાળ ગરમી પછી દક્ષિણ ગુજરાતમાં આજે વહેલી સવારથી વાતાવરણમાં પલટો આવ્યો છે. નવસારી સહિત બિલીમોરા સહિતનાં વિસ્તારોમાં હળવો વરસાદ વરસ્યો છે. જેના કારણે લોકો ઠંડકનો અનુભવ કરી રહ્યાં છે. આ ઉપરાંત સુરત જિલ્લાનાં વાતાવરણમાં પણ પલટો આવતા અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ છવાઇ ગયું છે. આ સાથે ધીમી ગતીએ પવન પણ ફૂંકાઇ રહ્યો છે.

    ડાંગ જિલ્લાનાં આહવા, સાપુતારા, સુબીર, વઘઈ તાલુકાનાં વાતાવરણમાં પણ પલટો આવ્યો છે. ત્યાં પણ વાદળછાયું વાતાવરણ સર્જાયું છે.

    નવસારીમાં હળવો વરસાદ

    આકરા બફારા અને ગરમીને કારણે ત્રાહીમામ પોકરી ઉઠેલા લોકોની આતુરતાનો અંત આવ્યો છે. ત્યારે દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં પલટાનાં સમાચાર આવતા જાણે રહાત થઇ છે. આજે વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ થઇ ગયું છે. નવસારીના ગણદેવી, બીલીમોરા સહિતના વિસ્તારમાં હળવો વરસાદ પડ્યો હતો. જ્યારે વલસાડના પારડી અને આસપાસના વિસ્તારમાં પણ હળવો વરસાદ નોંધાયો છે. જો વધારે વરસાદ પડશે તો કેરીનો અને અન્ય પાક ખરાબ થાય તેવી ચિંતા પણ ખેડૂતોમાં વ્યાપી રહી છે.

    આ પણ વાંચો :  કેરળ નજીક પહોંચ્યું ચોમાસું, 8મી જૂને વરસાદ પડવાની સંભાવના

    ગુજરાતમાં ક્યારે થશે વરસાદનું આગમન?

    હવામાન વિશેષજ્ઞના જણાવ્યા અનુસાર આ વર્ષે રાજ્યમાં જૂન મહિનાનાં ત્રીજા અઠવાડિયાથી દક્ષિણ ગુજરાતથી ચોમાસાનો પ્રારંભ થશે. આ વર્ષે જૂનના બીજા અઠવાડિયામાં મુંબઇમાં ચોમાસાનું આગમન થવાની શક્યતા છે. ગુજરાતમાં 10થી 16 જૂન દરમિયાન દક્ષિણ ગુજરાતમાં પ્રી-મોન્સુન એક્ટિવીટી શરૂ થશે જયારે અમદાવાદમાં 16થી 23 જુન વચ્ચે ચોમાસાનું આગમન થાય તેવી આગાહી કરવામાં આવી છે.
    First published:

    Tags: ગુજરાત, ચોમાસુ, નવસારી, સુરત

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन