Home /News /south-gujarat /Navsari: ભારે કરી..જો ભરશિયાળે વાવાઝોડું આવ્યું તો ફળનો રાજા ક્યાય જોવા નહીં મળે!

Navsari: ભારે કરી..જો ભરશિયાળે વાવાઝોડું આવ્યું તો ફળનો રાજા ક્યાય જોવા નહીં મળે!

X
વાતાવરણ

વાતાવરણ માં પલટો 

બંગાળની ખાડીમાં બનેલું ચક્રવાત મૈડુસને લઈ હવે દક્ષિણ ગુજરાતના ખેડૂતો ચિંતામાં મુકાયા છે કારણકે હવામાન વિભાગ દ્વારા તારીખ 12 અને 13 એમ બે દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી 

    Sagar Solanki, Navsari:  કમોસમી વાતાવરણ એ ખેડૂતોનો સૌથી મોટો દુશ્મન માનવામાં આવે છે  કારણ કે અનિયમિત વરસાદ અને વાતાવરણ ખેડૂતોએ મહેનતથી ઉગાડેલા પાકનો દાટ વાળે છે. દક્ષિણ ગુજરાતમાં ફરીથી એવી જ પરિસ્થિતિનું નિર્માણ થવા જઈ રહ્યું છે. હાલ હમણાં થોડા જ સમય પહેલા વરસાદ જ સર્જેલી તારાજીમા લાખો રૂપિયાનું ખેડૂતોને નુકસાન થયું હતું. જો કે ભર શિયાળે ફરીથી વરસાદની આગાહીને પગલે ખેડૂતો ચિંતામાં મુકાયા છે.

    બંગાળની ખાડીમાં બનેલું ચક્રવાત મૈડુસને લઈ હવે દક્ષિણ ગુજરાતના ખેડૂતો ચિંતામાં મુકાયા છે કારણ કે હવામાન વિભાગ દ્વારા તારીખ 12 અને 13 એમ બે દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે મહત્વનું છે કે દક્ષિણ ગુજરાતનું નવસારી જીલ્લો એ બાગાયતી વિસ્તાર ગણવામાં આવે છે. અહીં મોટાભાગના ખેડૂતો બાગાયતી પાકો પર નિર્ભર રહે છે. જેમાં સામાન્યથી હળવો વરસાદ રેવાની સંભાવના કૃષિ યુનિવર્સિટીના તજજ્ઞોએ વ્યક્ત કરતાં બાગાયતી પાકો ઉપર પણ ભયનું વાતાવરણ મનાઈ રહ્યું હોય તેવી સ્થિતિ ઊભી થઈ છે.

    ખેડૂતો માટે દક્ષિણ ગુજરાતમાં ફળ પાકે સોનું સમાન માનવામાં આવે છે કારણ કે આ ફળ પાકો સમગ્ર દેશમાં વખણાયેલા છે જે દર વર્ષે ખેડૂતોને સારી એવી આવક મેળવવામાં મદદરૂપ થાય છે અને ખેડૂતોની સધ્ધરતાનું રહસ્ય પણ આ ફળ પાકોમાં જ રહેલું છે. પરંતુ હાલ ચીકુ પહેલેથી જ મોડા આવી રહ્યા છે અને સાથે આંબા પર ફળ આવવાના સમયે વરસાદના ઝાપટાની આગાહીને પગલે ખેડૂતો માટે પડ્યા પર પાટુ સમાન સ્થિતી ઉભી થઈ છે.



    સમગ્ર ગુજરાતમાં આ વર્ષે 2022 માં કમોસમી વરસાદ અતિવૃષ્ટિથી ખેડૂતો પરેશાન થઈ રહ્યા હતા ત્યારે ફરી એકવાર ચક્રવાતને લઈને ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.

    ચક્રવાત મૈડુસ કે જે 12 અને 13 ડિસેમ્બરના રોજ દક્ષિણ ગુજરાતમાં વરસાદ વરસાવે તેવી શક્યતાઓ છે. જેને લઇ નવસારી જિલ્લામાં વાર્ષિક થતા કેરી ચીકુ જેવા ફળ પાકોમાં ભારે નુકસાન થવાનીભીતિ સેવાઈ રહી છે. જેને લઈને હાલ ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. મહત્વનું છે કે દર વર્ષે જો વાતાવરણ બદલાવાની આ રીતની જ પરિસ્થિતિ રહેશે તો ખેડૂતો પાયમાલ સ્થિતિ તરફ સતત ને સતત જતા ખેતી એ ભૂતકાળ બની રહે તેવી પણ સ્થિતિનું નિર્માણ થઈ શકે તેવી પરિસ્થિતિ ઉભી થઈ છે.



    દર વર્ષે નવા નવા ચક્રવાત સાથે વાતાવરણમાં ફેરફાર અને અનિયમિત વરસાદ પાકનો ફ્લાવરિંગ તોડવા સાથે ખેડૂતોની કમર પણ તોડી રહ્યું છે કારણકે ફળ પાકો એ વર્ષમાં એકવાર થતા હોય છે એવા સમયમાં પણ નુકસાન ભોગવવું ખેડૂતો માટે ખૂબ કપરૂ બની રહે છે.



    ચક્રવાત 'મૈંડૂસ'નું જોખમ

    ભારતીય હવામાન વિભાગે સોમવારે કહ્યુ કે દક્ષિણ અંદમાન સાગર અને પાડોશમાં ઓછા પ્રેશરનું ક્ષેત્ર પશ્ચિમ-ઉત્તર-પશ્ચિમ તરફ વધવાની શક્યતા છે અને દક્ષિણપૂર્વ બંગાળની ખાડી પર એક પ્રેશર બની શકે છે. દક્ષિણ-પશ્ચિમ બંગાળની ખાડી પર ચક્રવાતી તોફાન \"મૈડૂસ\" ની અસર જોવા મળી રહી છે. આ વાવાઝોડું 14 કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધ્યું હવે દક્ષિણ ગુજરાતમાં વરસાદ વરસાવે તો નવાઈ નહીં.
    Published by:Vijaysinh Parmar
    First published:

    Tags: Cyclone in Gujarat, Local 18, કેરી, નવસારી

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन