કેવડિયામાં આત્મહત્યા કરનારા PSIને સર્વિસ પિસ્તોલ આપનારા પોલીસકર્મી સસ્પેન્ડ

News18 Gujarati
Updated: September 18, 2019, 2:39 PM IST
કેવડિયામાં આત્મહત્યા કરનારા PSIને સર્વિસ પિસ્તોલ આપનારા પોલીસકર્મી સસ્પેન્ડ
કેવડિયા સર્કિટ હાઉસ ખાતે પોલીસકર્મીએ કરેલી આત્મહત્યાની ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી.

પીએસઆઈ ફિણવીયાએ અન્ય પીએસઆઈ કોંકણી પાસેથી ફોટો પડાવવાના બહાને સર્વિસ પિસ્તોલ માંગી હતી

  • Share this:
રાજન રાજપૂત, નવસારી : 17 સપ્ટેમ્બરે કેવડિયા સર્કિટ હાઉસ (Kevadiya Circuit House) ખાતે અન્ય પોલીસ સબ ઈન્સ્પેક્ટર (Police Sub Inspector)ની સર્વિસ પિસ્તોલ (Service Pistol) માંગીને પોલસકર્મીના આત્મહત્યા (Suicide) કરવાના કેસમાં પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. નવસારી (Navsari) જિલ્લામાં ફરજ બજાવતાં અને કેવડિયા સર્કિટ હાઉસ ખાતે વિશેષ બંદોબસ્ત માટે તહેનાત કરવામાં આવેલા પીએસઆઈ એન.સી. ફિણવીયાએ અન્ય પીએસઆઈ એમ. બી. કોંકણીની સર્વિસ પિસ્તોલ માંગીને આત્મહત્યા કરતાં નવસારી જિલ્લા વડાએ કાર્યવાહી કરતાં સર્વિસ પિસ્તોલ આપનારા પીએસઆઈ કોંકણીને સસ્પેન્ડ (Suspend) કરી દીધા છે.

પીએસઆઇ નિલેશ ફિણવીયાએ 'મારે ફોટો પડાવવો છે' એવું કહીને પીએસઆઇ કોંકણી પાસેથી સર્વિસ પિસ્તોલ માંગી હતી. ત્યારબાદ સર્કિટ હાઉસ ખાતે જ લમણે ગોળી મારીને પીએસઆઈ ફિણવીયાએ આત્મહત્યા કરી દીધી હતી. નર્મદા (Narmada) એસપીના પ્રાથમિક રિપોર્ટને ધ્યાને લઈ નવસારી જિલ્લા પોલીસ વડાએ પીએસઆઇ કોંકણી સામે કાર્યાવાહી કરતાં તેમને સસ્પેન્ડ કરી દીધા છે.

પોલીસ સબ ઇન્સ્પેક્ટર એન.સી. ફિણવીયા (ફાઇલ તસવીર)


આ પણ વાંચો, સુરતમાં ફાયનાન્સ કંપનીના ગન મેનને ચકમો આપી ધોળે દિવસે 20 લાખની ચીલઝડપ

નોંધનીય છે કે, પીએસઆઈ ફિણવીયાએ જે પીએસઆઈ કોંકણી પાસેથી સર્વિસ પિસ્તોલ લીધી હતી તેઓ પણ મૂળ નવસારીમાં નોકરી કરી રહ્યા છે. મંગળવારે સરદાર સરોવર ડેમ ખાતે નર્મદા (Narmada) નીરનાં વધામણાંનો વિશેષ કાર્યક્રમ હોવાથી તેમને ખાસ કેવડિયા સર્કિટ હાઉસ ખાતે તહેનાત કરવામાં આવ્યા હતા. જે સમયે પીએસઆઈ ફિણવીયાએ 'મારે ફોટા પડાવવા છે' તેવું કહી આત્મહત્યા કરી લીધી હતી.

પીએસઆઈ ફિણવીયાને બે વાર સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા, તેઓ તણાવમાં રહેતા હતા. (ફાઇલ તસવીર)
પોલીસની બ્લ્યૂ બુક મુજબ વીવીઆઈપી (VVIP) બંદોબસ્તમાં વીઆઈપીની નજીક ફરજ બજાવતા યુનિફોર્મમાં રહેલા પોલીસ અધિકારીઓ હથિયાર રાખી શક્તા નથી. ફિણવીયાનો બંદોબસ્ત વીઆઈપીની નજીક હોવાને કારણે હથિયાર ન હતું. બ્લ્યૂ બુક પ્રમાણે ખાનગી કપડામાં રહેલા પોલીસ અધિકારીઓને કન્સિવ વેપન રાખવાનું હોય છે. એટલે કે અધિકારી પાસે હથિયાર છે તે કોઈ જોઈ શકે નહીં તે રીતે રાખવાનું હોય છે. નવસારીના અન્ય પીએસઆઈ કોંકણી ખાનગી કપડામાં બંદોબસ્તમાં હતા. તેમની પાસે કન્સિવ વેપન હતું. પીએસઆઈ ફિણવિયાએ 'મારે પિસ્તોલ સાથે ફોટો પડાવવો છે' તેવું કહી કોંકણી પાસે તેમની સર્વિસ પિસ્તોલ માગી હતી અને પિસ્તોલ હાથમાં આવતા જ આત્મહત્યા કરી લીધી હતી.

ઉલ્લેખનીય છે કે, પીએસઆઈ ફિણવીયા બે વાર સસ્પેન્ડ કરવામાં આવી ચૂક્યા હતા. નવસારી ટાઉન અને એલઆઈબીમાંથી તેમને અગાઉ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. જેના કારણે તેઓ તણાવમાં રહેતા હોવાની વિગતો બહાર આવી છે.

આ પણ વાંચો, દલિત સમાજ વિશે કથિત ઉચ્ચારણો બદલ સ્વામિનારાયણ સંત વિરુદ્ધ ફરિયાદ
First published: September 18, 2019, 11:38 AM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading