નવસારી : કેલિયા ડેમ હાઇએલર્ટ પર, પાણીની મબલખ આવકના લીધે 25 ગામોના ખેડૂતોને થશે ફાયદો


Updated: August 21, 2020, 4:57 PM IST
નવસારી : કેલિયા ડેમ હાઇએલર્ટ પર, પાણીની મબલખ આવકના લીધે 25 ગામોના ખેડૂતોને થશે ફાયદો
કેલિયા ડેમ ઑવરફ્લો થવામાં 3 ફૂટ બાકી

નવસારીમાં જોરદાર વરસાદી માહોલ, કેલિયા ડેમ ઓવરફ્લોથી માત્ર 3 ફૂટ બાકી રહેતા તંત્ર એલર્ટ બન્યું

  • Share this:
ભાવિન પટેલ નવસારી :  જિલ્લામાં અવિરત વરસી રહેલ વરસાદને ને જિલ્લાની અંબિકા,કાવેરી અને પૂર્ણા નદી ગાંડીતૂર બન્યા બાદ હવે જીલ્લા મહત્વપૂણ ગણાતા કેલિયા ડેમ હાઈએલર્ટ લેવલ પર પોહચ્યાં છે કેલિયા ડેમ દ્વારા ચીખલી,વાંસદા તાલુકાના 25 જેટલા ગામોને સિંચાઈનું પાણી પૂરું પાડતો કેલિયા ડેમ 112.55 મીટર  લેવલ પર જયારે 113.40 મીટરે થશેઓવરફલૉ.

કેલિયા ડેમ હાઈએલર્ટ લેવલ પર પહોંચતા વાંસદા અને ચીખલી તાલુકાના 25 જેટલા ગામોને કરાયા એલર્ટ કરાયા છે નવસારી જીલ્લાનો કેલિયા ડેમ ઓવરફ્લોથી માત્ર 3 ફૂટ બાકી રહેતા તંત્ર એલર્ટ બન્યું છે.કેલિયા ડેમ હાઈએલર્ટ લેવલ પર પહોંચતા ડેમમાં 17.95 મિલિયન ક્યુબિક મીટર પાણીનો થયો સંગ્રહ થયો છે જેનો સીધો ફાયદો નવસારી જીલ્લાના ખેડૂતોને થશે.

આ પણ વાંચો :  સુરત : બપોર સુધીમાં Coronavirusનાં સંક્રમણમાં વધુ 117 સપડાયા, એકનું મોત, મૃત્યુઆંક 762


નવસારી જિલ્લામા ધોધમાર વરસાદ

જિલ્લાના જલાલાલપોર તાલુકાના મરોલી ઉભરાટ રોડ પર કોળી પટેલ સમાજ ની વાડી પાસે પાણી ભરાયા,4 ફૂટ જેટલા પાણી વરસાદી પાણી રસ્તા પર ફરી વળતા મરોલી ઉભરાટ માર્ગ બંધ, મરોલી ના કેટલાક ઘરો ના પણ પાણી ભરાયા. શહેર ના પોલીસ લાઇન વિસ્તારમાં આવેલા બાબા સાઈ પ્રવેશ દ્વાર પાસે પાણી ડ્રેનેજ ના અભાવે પાણી ભરાયા છે.આ પણ વાંચો : 

સુરત જળબંબાકાર: મીઠી અને ભેદવાડ ખાડી ઓવરફલો

શહેરમાં પસાર થતી પાંચ ખાડીઓના લેવલ ફરીથી વધી જતાં તંત્રમાં ચિંતાનું મોજુ ફરી વળ્યુ છે. ખાસ કરીને મિઠીખાડી અને ભેદવાડ ખાડી ઓવર ફલો થતાં નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતા. ખાસ કરીને ભેદવાડ ખાડીની આજુબાજુના વિસ્તારોમાં કમર સુધીના પાણી ભરાઇ જતાં ફાયરની બોટો ફરતી થઇ ગઇ છે. ફસાયેલા લોકોને બહાર કાઢી સહી સલામત સ્થળે ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.
Published by: Jay Mishra
First published: August 21, 2020, 4:55 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading