નવસારીઃ પત્નીને જાહેરમાં તલાક તલાક તલાક કહીને પતિ જતો રહ્યો

News18 Gujarati
Updated: June 5, 2019, 1:39 PM IST
નવસારીઃ પત્નીને જાહેરમાં તલાક તલાક તલાક કહીને પતિ જતો રહ્યો
પ્રતિકાત્મક તસવીર

નવસારીમાં ટ્રિપલ તલાકનો કિસ્સો સામે આવ્યો છે. નવસારીના મુસ્લિમ સમાજની પરિણીતાને તેના પતિએ જાહેરામાં ત્રણવાર તલાક કહીને જતો રહ્યો હતો.

  • Share this:
રાજન રાજપુત, નવસારીઃ નવસારીમાં ટ્રિપલ તલાકનો કિસ્સો સામે આવ્યો છે. નવસારીના મુસ્લિમ સમાજની પરિણીતાને તેના પતિએ જાહેરામાં ત્રણવાર તલાક કહીને જતો રહ્યો હતો. જોકે, પરિણીતાએ નવસારી મહિલા પોલીસ સ્ટેસનમાં ફરિયાદ નોંધાવી છે.

વધુ મળતી માહિતી પ્રમાણે પરિણીતા પાસે તેના સાસરિયાઓ વારંવાર રૂપિયાની માંગણી કરતા હતા. પૈસા ન મળતા પતિ પરિણીતાને પિયરમાં મૂકીને જતો રહેતો હતો. પરિણીતાને છેલ્લીવાર પિયરમાં મૂકીને ગયા બાદ ફરીથી લેવા જ ન આવ્યો.

એક દિવસ અચાનક આવીને પરિણીતાને જાહેરમાં તલાક તલાક તલાક કહીને જતો રહ્યો હતો. જેના કારણે પરિણીતાએ પોલીસનું શરણું લીધું છે.

ઉલ્લેખનીય છે કે, મોદી સરકાર દ્વારા ટ્રિપલ તલાક બિલ લોકસભામાં  પાસ કરવામાં આવ્યું છે. જેના કારણે ટ્રિપલ તલાકના કિસ્સાઓ ન બને અને મુસ્લિમ પરિણીતાઓને ન્યાય મળે. પરંતુ છાસવારે ટ્રિપલ તલાકના કિસ્સાઓ પ્રકાશમાં આવે છે.
First published: June 4, 2019, 4:15 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading