Home /News /south-gujarat /

નવસારીઃ પ્રધાનમંત્રી આવાસ યોજનાના નામે કરોડોનું કૌભાંડ, NGO સંચાલિકાની ધરપકડ

નવસારીઃ પ્રધાનમંત્રી આવાસ યોજનાના નામે કરોડોનું કૌભાંડ, NGO સંચાલિકાની ધરપકડ

પોલીસે મહિલાની ધરપકડ કરીને પૂછપરછ શરૂ કરી

    વડાપ્રધાન આવાસ યોજનાના નામે કરોડોનું કૌભાંડ આચરવામાં આવ્યું હોવાની માહિતી મળ્યા બાદ વલસાડ, ડાંગ અને નવસારી જિલ્લાની પોલીસે આજે સંયુક્ત રીતે નવસારીમાં એક ઘર પર દરોડા કર્યા હતા. પોલીસે એક એનજીઓની સંચાલિકાની ધરપકડ કરી છે તેમજ કૌભાંડ સાથે જોડાયેલા અસંખ્ય દસ્તાવેજો જપ્ત કર્યા છે.

    ડાંગ જિલ્લામાં વડાપ્રધાન આવાસ યોજનામાં કૌભાંડ આચરવામાં આવ્યું હોવાની માહિતી પોલીસને મળી હતી. આ અનુસંધાને પોલીસે નવસારીના તીઘરા નજીક આવેલા ક્રિસ્ટલ લક્ઝીયામાં એનજીઓના મુખ્ય સંચાલક અંકિત મહેતાના ઘરે તપાસ હાથ ધરી હતી. આ દરમિયાન પોલીસે એનજીઓની સંચાલિકા ભાવેશ્રી દાવડા નામની મહિલાની ધરપકડ કરી હતી. પોલીસને તેમના ઘરેથી પોલીસને અનેક મહત્વના દસ્તાવે જ તેમજ એટીએમ કાર્ડ્સ અને ચેકબુકો મળી આવી હતી.

    200 કરોડનું કૌભાંડ બહાર આવે તેવી શક્યતા

    મળી રહેલી માહિતી પ્રમાણે વડાપ્રધાન આવાસ યોજનાના આ કૌભાંડનો આંકડો રૂ. 200 કરોડ સુધી પહોંચી શકે છે. તેમજ ફક્ત ડાંગ જિલ્લામાં જ નહીં, ગાંધીનગર સહિત અને જિલ્લાઓમાં આ કૌભાંડ આચરવામાં આવ્યું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. પોલીસે અટકાયત કર્યા બાદ મહિલાએ ડાંગ જિલ્લા કલેક્ટર બી.કે.કુમાર પર સીધો આક્ષેપ લગાવ્યો હતો. મહિલા સંચાલિકાએ કલેક્ટર પર પૈસા લીધાનો આક્ષેપ કર્યો હતો. જોકે, આ મામલે ન્યૂઝ 18 ગુજરાતી સાથે વાતચીત કરતા કલેક્ટરે તેમના પર લગાવેલા તમામ આરોપ પાયાવિહોણા હોવાનું જણાવ્યું હતું. તેમણે તપાસમાં પૂરો સહકાર આપવાની પણ વાત કરી હતી.

    ભાવેશ્રી દાવડા


    શું આક્ષેપ છે?

    પોલીસનો આરોપ છે આ મહિલા ગીરનારી સેવા ટ્રસ્ટ સાથે સંકળાયેલી છે, તેમજ તે સરકારી આવાસ અને શૌચાલય બનાવવાના નામે કરોડ રૂપિયાના કૌભાંડમાં સામેલ છે. જોકે, ભાવેશ્રીની આ કૌભાંડમાં શું ભૂમિકા છે તે સ્પષ્ટ થયું નથી. પોલીસનો દાવો છે કે તેમને કૌભાંડને લગતા મહત્વના દસ્તાવેજ મળી આવ્યા છે. આ કૌભાંડનું નેટવર્ક, નવસારી, ગાંધીનગર, સાબરકાંઠા, બનાસકાંઠા અને ડાંગ જિલ્લાઓમાં પણ ફેલાયેલું હોવાનો પોલીસે દાવો કર્યો છે.

    મહિલાનો આક્ષેપ છે આ કૌભાંડમાં સરકારના ઉચ્ચ અધિકારીઓ સંડોવાયેલા છે


    ઉચ્ચ અધિકારીઓએ કૌભાંડ આચર્યું હોવાનો ભાવેશ્રીનો દાવો

    ધરપકડ કરવામાં આવેલી મહિલા ભાવેશ્રીનું માનીએ તો સરકારના ઉચ્ચ અધિકારીઓ દ્વારા આ કૌભાંડ આચરવામાં આવતું હતું. માત્ર ગીરનારી સેવા ટ્રસ્ટ જ નહીં પરંતુ આવા 10થી વધુ NGO કૌભાંડમાં સામેલ છે. આ કૌભાંડમાં લાભાર્થીઓને સરકારી આવાસ અપાવવાના બહાને તેમની પાસેથી જરૂરી દસ્તાવેજો ઉઘરાવી લેવામાં આવતા હતા. એટલી સુધી કે તેમના આધાર કાર્ડ, ATM કાર્ડ, બેન્કની તમામ ડિટેઈલ્સ લઈ લેવામાં આવતી હતી. આવું કરીને NGO સંચાલકો લાભાર્થીઓના ખાતામાં જમા થતી રકમ ચાંઉ કરી જતા હતા. મહિલાનો દાવો છે કે આ કૌભાંડમાં અનેક મોટા માથાઓની પણ સંડોવણી છે.

    પોલીસે કઈ કઈ વસ્તુ કબજે કરી

    પોલીસે આરોપી અંકિત મહેતા અને ભાવેશ્રી દાવડાના ઘરમાંથી બે લેપટોપ, એક ટેબ્લેટ, 8 મોબાઇલ ફોન, ત્રણ પેન ડ્રાઇવ, જુદા જુદા નામના રબર સ્ટેમ્પસ, વિઝિટિંગ કાર્ડ જપ્ત કર્યા છે.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Dang, NGO, કૌંભાંડ, નવસારી

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन