નવસારી : પીકઅપ ડાલાની ટક્કરે આશાસ્પદ યુવકનું મૃત્યુ, મોતનો વિચલિત કરતો Live Video વાયરલ

અકસ્માતમાં 20 વર્ષના આકાશનું મૃત્યુ થયું હતું.

નવસારીના ચીખલીમાં Hit and run : પીકઅપ ડાલાએ બાઇક સવારને ટક્કર મારી સમગ્ર અકસ્માતનો લાઇવ વીડિયો અન્ય કારચાલકના મોબાઇલમાં કેદ થયો. અક્સમાત બાદ મહારાષ્ટ્રનો ડ્રાઇવર થયો હાજર

 • Share this:
  ભાવિન પટેલ, નવાસરી : કહેવાય છે કે જિંદગી અને મોતનો કોઈ ભરોસો નથી એ માણસના હાથની વાત નથી કદાચ આ વીડિયો (Video) જોઈ લીધા પછી તમે પણ માની જશો કે ખરેખર જિંદગી અને મોતનો કોઈ ભરોસો નથી. નવસારીના (Navsari) ચીખલી (Chikhli) તાલુકામાંથી હીટ એન્ડ રનમાં (Hit and Run) થયેલી મોતનો (Death) આવો જ એક વિચલિત કરતો લાઇવ વીડિયો (Live Video) આવ્યો છે. જોકે, આ કોઈ સીસીટીવી નહીં પરંતુ હીટ એન્ડ રનનો એક એવો આકસ્મિક લાઇવ વીડિયો છે જેમાં મોતના વિચિલિત કરતાં દૃશ્યો કેદ થયા છે. બનાવમાં પીકઅપડાલાની ટક્કરે એક આશાસ્પદ બાઇકસવારનું મોત થયું છે પરંતુ સૌથી મોટી વાત એ છે કે સમગ્ર ઘટનાક્રમ પાછળથી આવી રહેલી એક કારમાં અનાયાસે લાઇવ શૂટ થઈ રહેલા વીડિયોમાં કેદ થઈ ગયો.

  બનાવની વિગતો એવી છે કે નવસારીના ચીખલી તાલુકામાં હીટ એન્ડ રનની ઘટના સામે આવી છે. જેમાં મહિન્દ્રા પીક અપ ડાલાની કાળમુખી ટક્કરે નજીકમાંથી પસાર થઈ રહેલો ચીખલી કૉલેજ શોપિંગ સેન્ટરનો રહેવાસી બાદલ માધુભાઈ વારગીયા બાઇક ચાલક કાળનો કોળિયો બની ગયો છે.

  આ પણ વાંચો : સુરત : પોલીસકર્મી મહાવીરસિંહનો Viral Video, વૈભવીકારમાં આતશબાજી કરી ઊજવ્યો B-Day થયો વિવાદ

  આ પણ વાંચો :  સુરત : મેયર માટે SMCએ 5 કરોડનો 'મહેલ' બંધાવ્યો, મંત્રીઓનાં નિવાસને આટી મારે એવો વૈભવ

  જોકે, આ ઘટના ઘટી તેની થોડી ક્ષણો પહેલાં જ પાછળથી આવી રહેલી એક કારમાં વીડિયો શૂટ થઈ રહ્યો હતો. આ કારના વીડિયોમાં સમગ્ર અકસ્માત લાઇવ કેદ થઈ ગયો હતો.  અકસ્માતના વીડિયોને જોતા માલુમ થાય છે કે આ ટક્કર કેટલી ભયાનક હતી. એક પીકઅપડાલાના ડ્રાઇવરની લાપરવાહીએ કોઈના ઘરના દીવો ઓલવી નાખ્યો છે. અકસ્માત બાદ થયેલા આગના તણખા પણ જોવા મળ્યા છે. બનાવની જાણ થતા પોલીસે અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધી અને કાર્યવાહી હાથ ધરી છે.

  હીટ એન્ડ રનમાં મૃત્યુ પામનાર આકાશ ફક્ત 20 વર્ષનો હતો,


  આ પણ વાંચો : સુરત : નામચીન ચિયા મલિકે રાત્રિ કર્ફ્યૂમાં B-Day ઊજવ્યો, Viral Videoએ પોલીસને કરી દોડતી, કાયદાની 'ઐસી કી તૈસી'

  આ પણ વાંચો : 59 વર્ષના લાઇનમેનનો જુવાનડાઓને શરમાવે એવો Live Video, વાયર રીપેર કરવા તળાવમાં 100 ફૂટ જેટલું તરીને થાંભલે ચઢ્યા

  આ પણ વાંચો :  જામનગર : યુવરાજસિહના મર્ડરના આરોપીઓ ઝડપાયા, હત્યાનું કારણ રેતીનો ધંધો?

  જોકે, નસીબની બલિહારી એવી થઈ છે કે આ અકસ્માતનો ભોગ બનનાર યુવક મોતને ભેટ્યો જ્યારે તેને ટક્કર મારનાર નફ્ફટ ડ્રાઇવર ફરાર થઈ ગયો. હતો જ્યારે અકસ્માતની ઘટના બાદ પીકઅપડાલાનો ચાલક સામેથી હાજર થયો છે. આ વાહન ચાલકનું નામ ભાસ્કર કિશોર માલુંજકર છે જે નાસિકનો રહેવાસી હોવાનું માલુમ પડ્યું છે. પોલીસે તેની સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
  Published by:Jay Mishra
  First published: