Home /News /south-gujarat /Navsari: ગુજરાતનું એકમાત્ર સ્થળ જ્યાં હિન્દુ-મુસ્લિમ સાથે ઉજવે તહેવારો, મંદિર-મસ્જિદની એક દિવાલ!

Navsari: ગુજરાતનું એકમાત્ર સ્થળ જ્યાં હિન્દુ-મુસ્લિમ સાથે ઉજવે તહેવારો, મંદિર-મસ્જિદની એક દિવાલ!

X
મંદિર

મંદિર અને દરગાહની એક દીવાલ 

અંગ્રેજોના જમાનામાં બનેલી આ દરગાહનુ જયારે રખેવાડ કોઈ ન હતું ત્યારે આ દરગાહની સેવા પહેલેથી હિન્દૂભાઈઓ કરતા, જ્યાં તેની દીવાલને અડીને જ શનિદેવનુ મંદિર નિર્માણ થયું છે.

    Sagar Solanki, Navsari:  હાલના સમયમાં ધર્મ પ્રત્યે કેટલાક વિસ્તારોમાં કોમવાદી વાતાવરણ પ્રબળ છે. તો બીજી તરફ હિન્દૂ મુશ્લીમ એકતાના ઉદાહરણ રૂપ સાબિત થાય તેવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે. વાત છે નવસારી જિલ્લાની જ્યાં લોકો શનિ મહારાજ સાથે હજરત રોશનશાહ બાવા અને હજરત ડોસન જલાલ બાવાની ઈબાદત પણ એટલીજ શ્રદ્ધાથી કરે છે. જુનાથાણા ખાતે આવેલા શ્રી શનિદેવ મંદિર અને દરગાહની.જ્યા એક તરફ ખુદા ની બંદગી થાય છે તો બીજી તરફ ન્યાયનાં દેવતા શનિદેવની પૂજા કરાય છે.

    નવસારીના જુનાથાણા ખાતે રામજી મંદિર વિસ્તારમાં અંદાજે 100 વર્ષથી વધુ સમયથી હજરત રોશનશાહ બાવા અને હજરત ડોસન જલાલ બાવાની દરગાહ આવેલી છે. અહીં મુસ્લિમો મેં મહિનામાં 15 રજબના દિવસે બંને પીરોનો ઉર્ષ ધામધૂમથી ઉજવે છે. જેમાં શહેરી વિસ્તારના હિંદુઓ પણ શ્રદ્ધાથી ઇબાદતમાં જોડાય છે.


    ખાસવાત એ છે કે, જુનાથાણા નજીક આવેલી હજરત રોશનશાહ બાવા અને હજરત ડોસન જલાલ બાવાની દરગાહ નજીક જ વર્ષ 1996 માં અહીં શનિ શીંગણાપુરનું મંદિર ઉભું કરાયું હતું. જેમાં શ્રી શનિદેવ મહારાજની પ્રતિમા પત્થરમાંથી બનાવવામાં આવી હતી. વાત કઈક એવી છે કે સ્થાનિકોએ શ્રી શનિદેવ મંદિર બનાવવાનું નક્કી કર્યું અને દરગાહની પાછળ આવેલા ઉંબરાના ઝાડ નીચે ન્યાયનાં દેવતા શનિદેવ મહારાજની પ્રતિમાની શાસ્ત્રોક્ત વિધિવિધાન સાથે પ્રાણ પ્રતિસ્થા કરાઈ હતી. શનિ મંદિર બનતા જ દરગાહ અને મંદિરની દિવાલ પણ એક જ બની.પણ આ ઘટનાક્રમ બાદ અહીં હિન્દૂ મુસ્લિમોમાં ભાઈચારાની ભાવના વધુ પ્રબળ જોવા બની.



    આશ્ચર્ય જનક વાત એ છે કે અંગ્રેજોના જમાનામાં બનેલી આ દરગાહનુ જયારે રખેવાડ કોઈ ન હતું ત્યારે આ દરગાહની સેવા પહેલેથી હિન્દૂભાઈઓ કરતા જ્યાં તેની દીવાલને અડીને જ શનિદેવનુ મંદિર નિર્માણ થયું છે. દિવસે દિવસે જ્યા શ્રી શનિદેવ મંદિર નવસારી સહિત આસપાસના ગામોમાં શ્રધ્ધાનો પર્યાય બની રહ્યું છે, ત્યાં શ્રદ્ધાળુઓને બંને પીરોની દરગાહનો પણ અલૌકિક અનુભવ થાય છે.



    લોકો શનિ મહારાજ સાથે હજરત રોશનશાહ બાવા અને હજરત ડોસન જલાલ બાવાની ઈબાદત પણ એટલીજ શ્રદ્ધાથી કરે છે. જોકે શનિદેવના મંદિરના કાર્યક્રમ હોઈ તો દરગાહના લોકો અહીં મદદે પહોંચે છે. અને જો દરગાહનો કોઈ કાર્યક્રમ હોય તો શનિદેવ મંદિરના લોકો સેવામા હાજર રહે છે. આ રીતે નવસારી જીલ્લામાં કોમી એકતાનું અનોખું ઉદાહરણ હજી પણ બંધાયેલું છે.

    First published:

    Tags: Local 18, Muslims, નવસારી, હિન્દુ

    विज्ञापन
    विज्ञापन