Home /News /south-gujarat /Navsari: શરૂ થયું અનોખું મોડલ, અધિકારીઓ કરી રહ્યાં છે વખાણવા લાયક કામગીરી!

Navsari: શરૂ થયું અનોખું મોડલ, અધિકારીઓ કરી રહ્યાં છે વખાણવા લાયક કામગીરી!

X
તંત્ર

તંત્ર દ્વારા આંગણવાણીમાં સર્વે કરી પોષણ યુક્ત આહાર તેમને મળી રહે તેવા પ્રયાશો કરવામાં આવ્યા 

અંતરિયાળ વિસ્તારના બાળકોને પોષક તત્વો વાળું ભોજન નહિ મળવાને કારણે તેઓ વિવિધ બીમારીઓનો ભોગ બનતા આવે છે જેને ધ્યાને લઇ તંત્ર દ્વારા આંગણવાણીમાં સર્વે કરી પોષણ યુક્ત આહાર તેમને મળી રહે તેવા પ્રયાશો કરવામાં આવ્યા 

  • Hyperlocal
  • Last Updated :
  • Navsari, India
    Sagar Solanki, Navsari:  બાળકોનું કુપોષણ તેમના ભવિષ્ય માટે લાલ ઘંટી સમાન છે ત્યારે બાળકોના ભવિષ્યની ચિંતા કરીને ગુજરાતના નવસારી જીલ્લામાં આંગણવાણીના કુપોષિત બાળકોને અધિકારીઓ એ દતક લઇ તેમની સંપૂર્ણ દેખભાળ કરી અને હાલના સમયમાં કુપોષણનો દર એક દમ નહીવત પ્રમાણમાં રહી ગયો. લગભગ છેલા એક વર્ષ થી નવસારી જીલ્લામાં 1400 આંગણવાળીના 1500 કુપોષિત બાળકોને સુપોશીત કરવા છે. આ મુહિમ હાથ લઇ વહીવટી તંત્ર કામે લાગ્યું હતું જે મુહિમ નવસારી જીલ્લા તંત્રએ સાકાર કરી છે. જાન્યુઆરી થી શરુઆત કરી હાલ સુધી કુપોષણના દરને નીચો લાવવા પ્રયાશો સફળ થયા છે. અગામી ટુક સમયમાં કુપોષણનો દર જીલ્લા માંથી નાબુદ થઇ જાય તેવું પણ બની શકે.


    કુપોષિત બાળકોને 3 કેટેગરીમાં વિભાજીત કરી તંત્ર કામે લાગ્યું

    નવસરી જીલ્લમાં આંગણવાણીના બાળકોમાં કુપોષણનો દર જણાતાની સાથે તેમના સ્વાસ્થયનું નિરિક્ષણ કરી તેમને અલગ અલગ ત્રણ કેટેગરીમાં વિભાજીત કરવામાં આવ્યા લાલ પીળા અને લીલા આમ ત્રણ જેટલી કેટેગરીમાં તેમને વિભાજીત કરી તેમનું સર્વેલન્સ રવામાં આવ્યું હતું. અને બાળકોને અધીકારીઓન દ્વારા દતક લેવામાં આવ્ય હતા.

    સૌ પ્રથમ જાન્યુઆરીમાં નોંધાયેલ લાલ કેટેગરીમાં 218 બાળકોને દતક લેવામાં આવ્યા હતા જોકે પીળા કેટેગરીમાં 1088 બાળકોને દતક લેવામાં આવ્યા હતા. જેની દેખભાળ બાદ જુન મહિનામાં કરાયેલ સર્વે અનુસાર લાલ કેટેગરીના 128 બાળકો અપગ્રેડ થતા 90 બાળકો જુન મહિનામાં રહ્યા હતા. પીળા કેટેગરીના જાન્યુઆરી માં નોંધાયેલ બાળકો માંથી 487 બાળકો અપગ્રેડ થયા જેની સંખ્યા જુનમાં 601 બાળકો પીળા કેટેગરીમાં હતા. ત્યાર બાદ સતત ને સતત દેખરેખને પગલે હાલ સુધીમાં કુપોષણનો દર 1.2 પહ્હોચ્યો જોકે જુન બાદ ફરી નવા બાળકો એડ થતા દર 1.4 પહોચ્યો હતો. છતાં હજી પણ બાળકોના સ્વસ્થ્યને ધ્યાને રાખી તંત્ર કુપોષિત બાળકોની દેખભાળ અને તેમને પોષણ મળી રહે તેવા કામ કરી રહી છે.

    વિવિધ વાનગીઓ થકી અપાય રહ્યું છે પોષણ

    અંતરિયાળ વિસ્તારના બાળકોને પોષક તત્વો વાળું ભોજન નહિ મળવાને કારણે તેઓ વિવિધ બીમારીઓનો ભોગ બનતા આવે છે જેને ધ્યાને લઇ તંત્ર દ્વારા આંગણવાણીમાં સર્વે કરી પોષણ યુક્ત આહાર તેમને મળી રહે તેવા પ્રયાશો કરવામાં આવ્યા હતા. ઘી, લાડુ, તલની ચીક્કી, સુખડી નાગલીના બિસ્કીટ, ઘઉંના લાડુ, ખજુર પાક, તલના લાડુ, કોપરા પાક, સિંગના લાડુ જેવી વિવિધ પોષણ યુક્ત વાનગીઓના ફૂડ પેકેટ બનાવી 7-7 દિવસનું ભોજન ત્રણ મહિનાસુધી કુપોશીત બાળકોને પૂરું પાડી જીલ્લાનને કુપોશણ મુક્ત કરવાનું. આ અનોખું મોડલ નવસારીથી શરુઆત કરવામાં આવ્યું હતું સાથે તમામ અધિકારીઓએ પોતાની જવાબદારી પોતાના બાળકો સમજી નિભાવી જેનું પરિણામ કુપોષણનો દર જીલ્લામાં નહિવત પ્રમાણમાં રહ્યું છે. જુન મહિનામાં નોંધાયેલ 14 ટકા જેટલો કુપોષણનો દર હાલ 1.4 ટકા પર પહોચતા ટુકજ સમયમાં જીલ્લો કુપોષણ મુક્ત બનશે તેવી આશાઓ સેવાઈ રહી છે.

    બાળકોને દતક લેવા અધિકારીઓની નિમણુક

    આ સમગ્ર મામલે કલેકટર દ્વારા 144 જેટલા ક્લાસ વન અને ટુ ગ્રેડના અધીકારીઓને કામગીરી સોપવામાં આવી હતી. અધીઅકરીઓ દ્વારા આ બાળકોને દત્તક લઇ તમામ દેખભાળ કરવા સુચના અપાઈ હતી. જેમાં વહીવટી તંત્ર, આંગણવાણી બહેનો અને સામાજિક સંસ્થાઓના સહકાર થકી જુનના અંતિમ દિવસ સુધીમાં કુપોષણનો દર 1.2 પર પહોચ્યો હતો. જ્યાર બાદ પણ હજી આ પ્રક્રિયા અંતર્ગત નવા બાળકો નોંધાતા દર હાલ સુધીમાં 1.4 થયો છે. વહીવટી તંત્ર સતતને સતત આ કામગીરી અંગે ફોલોઅપ લઇ જીલ્લો કુપોષણ મુક્ત બને તેવી કામગીરી કરી રહ્યું છે.

    હજી પણ સર્વે અંતર્ગત કોઈ કુપોષિત બાળક જણાઈ આવે તો તેને પણ સુપોષિત કરવાની કામગીરી કરાઈ રહી છે. વહેલી તકે જીલ્લો સુપોશીત બને તેના માટે તંત્ર કામે લાગ્યું છે. મહત્વનું છે કે સુ વ્યવસ્થિત કામગીરીને લઇ ટુક સમયમાં જીલ્લો કુપોષણ મુક્ત બને તેવા પણ અણસારો દેખાઈ રહ્યા છે.
    First published:

    Tags: Local 18, નવસારી

    विज्ञापन
    विज्ञापन