Home /News /south-gujarat /Navsari: બાંબુમાંથી બનેલી આ વસ્તુઓ તમે ક્યારેય નહીં જોય હોય, જુઓ વીડિયો

Navsari: બાંબુમાંથી બનેલી આ વસ્તુઓ તમે ક્યારેય નહીં જોય હોય, જુઓ વીડિયો

X
બામ્બુ

બામ્બુ માંથી બનાવેલ સામગ્રી 

ખેતી સાથે આધુનિક તકનીકીનો ઉપયોગ કરી અન્ય ખેતી આધારિત ઉદ્યોગો અંગે પણ ખેડૂતોને તાલીમ આપી બામ્બુમાંથી 120 પ્રકારની વિવિધ પ્રકારની વસ્તુઓ બનાવવામાં આવી છે.

 • Hyperlocal
 • Last Updated :
 • Navsari, India
  Sagar Solanki, Navsari:  ખેડૂતોના વિકાસ માટે કાર્ય કરતી નવસારી કૃષિ યુનિવર્સિટી ફક્ત ખેડ્તીના સંશોધનોજ નહી પરંતુ ખેડૂતોના આર્થીક વિકાસ માટે પણ કાર્ય કરી રહી છે જેમાં ખેતી સાથે આધુનિક તકનીકીનો ઉપયોગ કરી અન્ય ખેતી આધારિત ઉદ્યોગો અંગે પણ ખેડૂતોને તાલીમ આપી તેમને આધુનિકતા તરફ વાળવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત બામ્બુ પ્રોડક્ટ એક ઉતમ ઉદાહરણ છે. જેમાં ખેડૂતોને જ તાલીમ આપી બામ્બુમાંથી 120 પ્રકારની વિવિધ પ્રકારની વસ્તુઓ બનાવવામાં આવી છે જે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.


  નેશનલ એગ્રીકલ્ચર હાયર એજ્યુકેશન પ્રોજેક્ટ (NAHEP) એ ભારતીય કૃષિ સંશોધન પરિષદની એક નવી પહેલ છે, જેને વિશ્વ બેંક અને ભારત સરકાર દ્વારા વહેંચણીના ધોરણે ભંડોળ પૂરું પાડવામાં આવે છે. NAHEP એ વિદ્યાર્થીઓ , ફેકલ્ટી , ઇન્ફ્રાસ્ટ્રક્ચરલ ડેવલપમેન્ટ અને ઇનોવેટિવ ટેક્નોલોજીના ક્ષમતા નિર્માણમાં રોકાણ કરીને દેશમાં રાષ્ટ્રીય કૃષિ શિક્ષણ પ્રણાલીને મજબૂત કરવા ICAR નું મહત્વકાંક્ષી પગલું છે. કૃષિ યુનિવર્સિટી નવસારી, 2018માં સ્પર્ધાત્મક ધોરણે વિદ્યાર્થીઓ અને ખેડૂતોમાં કૌશલ્ય વિકાસ માટે માધ્યમિક કૃષિ એકમની સ્થાપના પર એડવાન્સ્ડ એગ્રીકલ્ચરલ સાયન્સ એન્ડ ટેક્નોલોજી (CAAST) પેટા ઘટક આપવામાં આવ્યો હતો. આ અંતર્ગત વાંસ અને લાકડાના કચરાનો ઉપયોગ કરીને લાકડાનું સુશોભન તૈયાર કરવા અંગેની કામગીરી હાથ ધરવામાં આવી હતી.


  વર્કશોપ-કમ-રિસર્ચ યુનિટ


  CAAST પ્રોજેક્ટ હેઠળ, લાકડાના અને વાંસના કચરાના સ્ત્રોતોનો ઉપયોગ કરીને આર્ટિકલ અને ડેકોરેટિવ્સની તૈયારી અને વિકાસ માટે એક નાના વર્કશોપ કમ રિસર્ચ યુનિટની સ્થાપના એગ્રીકલ્ચર કોલેજ ખાતે કરવામાં આવી. જેના માટે યુનિટ તૈયાર કરવામાં આવ્યું છે. બે કરોડ આસપાસના સાધનો જેવાકે, પાવર ચેઈન સો, ગોળાકાર આરી, વેક્યૂમ પ્રેશર, વુડ ટ્રીટમેન્ટ ઈક્વિપમેન્ટ, ટેનોનિંગ મશીન, વુડ ચિપર, વુડ ગ્રાઇન્ડર, ફાઈન ગ્રાઇન્ડીંગ મશીન, બોરિંગ મશીન અને રોટેટરી સેન્ડર્સ ઈન્સ્ટ્રુમેન્ટેશન, મશીનરી સાથે નાના હેન્ડ ટૂલ્સ જેવી મશીનરી ઉપલબ્ધ કરાવી છે. NAHEP - CAAST પ્રોજેક્ટ દ્વારા પ્રાયોજિત વિવિધ તાલીમ કાર્યક્રમોમાં એકમને મજબૂત કરવા કૃષિ યુંનીવાર્સિટી દ્વારા ડિઝાઇનર્સ, ક્રાફ્ટ એન્જિનિયરો, લાકડાના કારીગરોને પણ જોડી લગભગ હાલના સમયમાં 120 લાકડાના આર્ટિકલ, ડેવલપ કર્યા છે. જેનો ભાવ મોટા ભાગે 250 જેટલી આસપાસના નજીવી કિંમતે વેચવામાં આવી રહ્યા છે. કુલ 4.30 લાખ નું રેવન્યુ આ બામ્બુ પ્રોડ્કટ દ્વારા જનરેટ થઇ રહ્યું છે.


  બામ્બુ માંથી બનેલી વિવિધ વસ્તુઓ


  ગણેશ ફ્રેમ, હેન્ગીંગ લાઈટ, ઇકો હટ, બર્ડ નેસ્ટ, હેન્ગીંગ ટ્રી, બોટ, ગણેશ સ્કલ્પચર, વોલ હેન્ગીંગ, ટેબલ ડેકોરેટીવ, બામ્બુ પોટ, ગાર્ડન ટ્રી, બામ્બુ ક્રાફ્ટ બોટલ, એન્ટીક કાર, બામ્બુ ફલોરિંગ પોટ, ટેબલ ડેકોરેટીવ, અગરબતી સ્ટેન્ડ, ડીશ રેક, ટેબલ લેમ્બ, લીફ ગાર્લેન્ડ, પેન સ્ટેન્ડ, બામ્બુ વોટરફોલ, કાર્ટ, કેન્ડલ સ્ટેન્ડ, બુલોક કાર્ટ, વોલ કલોક, બામ્બુ ટેબલ, બામ્બુ ચેર, બામ્બુ સોફા, ગાર્ડન ચેર, ફ્લાવર પોત સ્ટેન્ડ, વોટર ફોલ, ફેન્સી ફ્રેમ, અન્સિયન્ટ સાયકલ, ગણેશ ફ્રેમ, કોકોનટ સેલ ટેબલ લેમ્પ, કી સ્ટેન્ડ, ટી ટેબલ, અન્સિયન્ટ ટ્રેઈન, વુડન સ્ટમ્પ ડેકોરેટ, બામ્બુ બાસ્કેટ, બામ્બુ મોબાઈલ સ્પીકર, બામ્બુ પ્લાન્ટ હોલ્ડર, બામ્બુ મંદિર, બર્ડ હાઉસ, કિચન, ઇકો હાઉસ, મલ્ટી રોક પોટ સ્ટેન્ડ, હેન્ગીંગ બામ્બુ પોટ, ટેબલ ઓર્ગેનાઈસર, બ્માબુ મિરર, બામ્બુ ટ્રી ટ્રે, ક્લીમ્બર પ્લાન્ટ, બામ્બુ મગ સેટ, બર્ડ પ્લે જીમ, બામ્બુ ફેન્સી રાખડી વગેરી જેવી વસ્તુઓ અલગ અલગ આકરે અને અલગ અલગ ભાતની તૈયાર કરવામાં આવી રહી છે.


  સ્થાનિક કારીગરોને રોજગારી પૂરી પાડવાના પ્રયાશો


  વઘાઈ નજીકના આંબાપાડા ગામમાં રહેતા સ્થાનિક કારીગરોને પણ આ બામ્બુ પ્રોડક્ટ માટે તાલીમ આપી જેમાં વાંસના આર્ટિકલ બનાવવા 48 તાલીમાર્થીઓ તૈયાર કરવામાં આવ્યા હતા. જેનો મુખ્ય ઉદ્દેશ્ય સ્થાનિક ખેડૂતોની કે કારીગરોની નફાકારકતા વધારવા માટે પ્રીમિયમ ભાવે વેચી શકાય તેવા ઉત્પાદનો તૈયાર કરવા અને તેમને પ્રોત્સાહિત કરવાનો હતો. વેચના વધારવા વાંસના આર્ટિકલ, ડેકોરેટિવ્સની ટકાઉપણું તેમજ યોગ્ય ડિઝાઇન, આકાર, સરળતા, રંગનો ઉપયોગ કરીને ઇકો-ફ્રેન્ડલી વાર્નિશ અને પેઇન્ટનો ઉપયોગ કરીને અંતિમ ઉત્પાદનોના ફિનિશિંગને વધારવા માટે પૂર્વ-વાંસની સારવાર પર પણ ભાર મૂક્યો હતો.


  ભારતમાં વાસનું ચલણ


  લાકડું અને વાંસ હંમેશા ભારતીય હસ્તકલાનો મુખ્ય ભાગ રહ્યા છે અને તેમાંથી વિવિધ સુંદર અને સૌંદર્યલક્ષી વસ્તુઓ બનાવવામાં આવે છે. લાકડા અને વાંસની કળા અને હસ્તકલા એ ભારતમાં હજારો વ્યક્તિઓ માટે રોજગારીનો સ્ત્રોત છે. લાકડા અને વાંસના મોટા ભાગના કાપ જેવા કે જંગલોમાંથી છોડવામાં આવેલી ડાળી, મૂળ અને થડને નકામા સામગ્રી તરીકે ગણવામાં આવે છે જોકે તેનો ઉપયોગ મૂલ્ય વર્ધિત સુશોભન ઉત્પાદનોમાં થઈ શકે છે. લાકડા અને વાંસની સામગ્રીમાંથી નકામા સંસાધનોનો ઉપયોગ કરીને સારી રીતે આકર્ષક સુશોભન તૈયાર કરવા કે ઉત્પાદિત કરવા આ પ્રોજેક્ટમાં અવનવા પ્રયાસો કરવામાં આવ્યા છે. વાસ્તવમાં, પ્રોજેક્ટ ટીમે આ ક્ષેત્રમાં રસ ધરાવતા કેટલાક લોકોને તાલીમ આપી હતી અને હવે તેઓ લાકડાના કે વાંસના આર્ટિકલ તૈયાર કરવા માટે માસ્ટર ટ્રેનર બની ગયા છે. મહત્વનું છે કે, વિદ્યાર્થીઓ તેમજ સંશોધન વિદ્વાનો મળી 27 તાલીમાર્થીઓ ને લાકડાના આર્ટિકલ તેમજ ડેકોરેટિવ્સ તૈયાર કરવા માટે કૌશલ્ય વિકાસ માટે પણ તાલીમ આપી હતી, જેથી તેઓ વધુ પ્રમાણમાં આકર્ષક અને ટકાઉ સુશોભન વસ્તુઓનું ઉત્પાદન કરવા માટે સ્વ-ઉદ્યોગ સાહસિકતા અપનાવી શકે
  First published:

  Tags: Local 18, નવસારી

  विज्ञापन
  विज्ञापन