Home /News /south-gujarat /Navsari: અહીં એક જ ગામમાં બે ધારાસભ્ય, બંને એકબીજાના ગુરુ-શીષ્ય! 

Navsari: અહીં એક જ ગામમાં બે ધારાસભ્ય, બંને એકબીજાના ગુરુ-શીષ્ય! 

એક ગામના બે ધારાસભ્ય 

નવસારી વિધાનસભામાં રાકેશ દેસાઈ જલાલપોર ના છઠ્ઠી વખતના ઉમેદવાર રમેશ પટેલ ના ગુરુ થાય છે.  રાજકારણમાં શિષ્યની પહેલા એન્ટ્રી અને ત્યારબાદ ગુરુની એન્ટ્રી જેવો રાજકીય ઘટનાક્રમ બન્યો .

    Sagar Solanki, Navsari:  વિધાનસભાની ચુંટણીના પરિણામો આવી ગયા છે. ત્યારે ભાજપે ગુજરાતમાં તમામ રેકોર્ડ તોડયા છે. મહત્વનું છે કે દક્ષિણ ગુજરાતનાં નવસારી જિલ્લામાં કંઈક નવાજ પ્રકારનું રાજકીય સમીકરણ રચાયું છે. નવસારી જિલ્લાની ચાર વિધાનસભા બેઠોકો નવસારી જલાલપોર, ગણદેવી વાંસદા આ તમામ માંથી એક માત્ર વાંસદા બેઠક કોંગ્રેસના ફળે ગઈ છે. બાકીની તમામ બેઠકો પર ભાજપે ગત લીડ કરતાં જંગી બહુમતી થી વિજય હાંસલ કર્યો છે.


    અન્ય બેઠકોમાં જલાલપોર બેઠકોની વાત કરીએ તો ધારાસભ્ય આર. સી પટેલ છેલ્લા 5 વર્ષથી સુકાન સાંભળી રહ્યા છે, ત્યારે નવસારીમાં ભાજપે નવા ચહેરા રાકેશ દેસાઇ ને ઉતાર્યા છે. રાસપ્રદ વાર્તા એ છે કે, જલાલપોર વિધાનસભાના રમેશ પટેલ અને નવસારી વિધાનસભાના રાકેશ દેસાઈ એમ બંને વિધાન સભાના ઉમેદવારો મૂળ એક જ આટ ગામના છે. રાકેશ દેસાઇ વર્ષોથી વીમા કંપનીના ઓટો મોબાઈલ સર્વેયર તરીકે નોકરી કરી રહ્યા છે. એક જમાનામાં સાથે રાજકીય સફર શરૂ કરનાર રમેશ પટેલ અને રાકેશ દેસાઈ ભાજપમાં સક્રિય થયા હતા જે તે સમયે કોંગ્રેસના ગુજરાતના ગૃહ મંત્રી સીડી પટેલના રાજમાં તેમના ગઢમાં ગાબડું પાડવા આ બંને નેતાઓએ ખેલ કર્યો હતો અને હરાવી પણ દીધા હતા.




    વાત કઈક એવી છે, નવસારી વિધાનસભામાં રાકેશ દેસાઈ જલાલપોરના છઠ્ઠી વખતના ઉમેદવાર રમેશ પટેલના ગુરુ થાય છે. રાજકારણમાં શિષ્યની પહેલા એન્ટ્રી અને ત્યારબાદ ગુરુની એન્ટ્રી જેવો રાજકીય ઘટનાક્રમ બન્યો છે. જેમાં તમામ લોકોની નજર છે. મહત્વનું છે કે ગુરુની એન્ટ્રી સાથે જ઼ ગત ટર્મ કરતા મોટી લીડ રાકેશ દેસાઈ એ હાંસલ કરી છે ચોક્કસ પણે આગામી 5 વર્ષ નવસારી અને જલાલપોર માટે મહત્વના બની રહેશે.



    હાલમાં જ જ્યારે ગુજરાત વિધાનસભાનું પરિણામ જાહેર થયું છે. છેલ્લી ૨૦૧૭ ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપના પિયુષભાઈ દેસાઈ કોંગ્રેસના ભાવનાબેન પટેલ સામે વિજેતા થયા હતાં. હાલની ચુંટણીમાં નવસારી વિધાનસભા રાકેશ દેસાઇ ની 72,313 મતોની લીડ પ્રાપ્ત થઈ છે. જે ગત ટર્મની પિયુષ દેસાઇની લીડ 46,095 હતી તેનાથી રાકેશ દેસાઇ ને 26 હજાર કરતાં મત વધુ મળ્યા છે.



    રાકેશ દેસાઇના શિષ્ય મનાતા એવા આર સી પટેલની આ વખતની લીડ 68329 થઈ છે. ત્યારે રાકેશ દેસાઇની પહેલીજ એન્ટ્રી સાથે જ જલાલપોર ના આર સી પટેલની લીડ અને નવસારી વિધાનસભાના ગત ટર્મના ધારાસભ્ય પિયુષ દેસાઇ બંનેની લીડ કરતાં તેમની લીડ વધી જતાં ગુરુ શિષ્યની જોડી માં ગુરુ સવાયો જણાઈ આવ્યો છે.



    ઉલ્લેખનીય છે કે ગત ટર્મમાં તહેસિલના તેમજ અન્ય કામોને લઈ ધારાસભ્ય પિયુષ દેસાઇ અને આર સી પટેલની નાની મોટી ખટપટ જેના કારણે ક્યાંક ને ક્યાંક જલાલપોર અને નવસારીનો વિકાસ આતક્તો હતો જોકે આ વાત પ્રદેશ પ્રમુખે જે તે પ્રોગ્રામમોમાં સ્ટેજ પર થી પણ કરી હતી. હાલ જ્યારે એક જ ગામના બે ધારાસભ્યો જલાલપોર અને નવસારીનો વિકાસ માતબર કરશે તેવી આશાઓ સેવાઇ રહી છે.
    First published:

    Tags: Local 18, ગુજરાત ચૂંટણી, નવસારી

    विज्ञापन
    विज्ञापन