Home /News /south-gujarat /Navsari: ગમે તેવો કોરોના કેમ ન હોય, ઘરે આવી રીતે બનાવો ઓક્સિજન પ્લાન્ટ, જુઓ વીડિયો

Navsari: ગમે તેવો કોરોના કેમ ન હોય, ઘરે આવી રીતે બનાવો ઓક્સિજન પ્લાન્ટ, જુઓ વીડિયો

X
છોડવાઓની

છોડવાઓની પ્રદર્શની 

નવસારી એગ્રીકલ્ચર કોલેજ ખાતે આ લીલા છમ છોડવાઓનું મહત્વ અને વિવિધ ભાતના છોડથી લોકોને માહિતગાર કરવા માટે કેમ્પ તૈયાર કરવામાં આવ્યો

    Sagar Solanki, Navsari:  લીલાછમ ,હરિયાળા અને ઘટાદાર વૃક્ષો ની ધરતી ઉપર દૂર દૂર સુધી હારમાળા જો પથરાયેલી હોય તો, આપણી આ પૃથ્વી એ જાણે લીલી સાડી ન પહેરી હોય! એવું દૃશ્ય સર્જાય છે. આ વાક્ય તમે સાંભળ્યું જ હશે. પરંતુ આ દ્રશ્યો નવસારી જીલ્લાની ધરતી પર જોઈ પણ શકાય છે.

    નવસારી એગ્રીકલ્ચર કોલેજ ખાતે આ લીલા છમ છોડવાઓનું મહત્વ અને વિવિધ ભાતના છોડથી લોકોને માહિતગાર કરવા માટે કેમ્પ તૈયાર કરવામાં આવ્યો છે. મહત્વનું છે કે હિંદુ ધર્મમાં કેટલાક છોડ ખૂબ જ પવિત્ર મનાય છે. વેદ અને પુરાણોમાં પણ તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તુલસી હોય કે પીપળો દરેકનું પોતાનું આધ્યાત્મિક મહત્વ છે. આજના આધુનિક યુગમાં પણ લોકો તેની પૂજા કરે છે. પરંતુ આ સિવાય પણ અનેક જાતની છોડની પ્રજાતિ છે જેનું લોકો એ જોવાનું તો દુર પણ નામ પણ નહી સાંભળ્યું હોય. તેવા વૃક્ષો નવસારી જીલ્લાની એગ્રીક્લચર કોલેજ ખાતે યોજાયેલા પ્રદર્શનમાં છે.



    ખાસ કરીને અસ્પી કોલેજ ઓફ હોટીકલ્ચર એન્ડ ફોરેસ્ટ્રીના વિદ્યાર્થીઓ દ્વારા આ સમગ્ર પ્રદર્શનીનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વિવિધ ભાતના 100થી વધુ છોડ મુકવામાં આવ્યા છે. બહાર ના વૃક્ષો વિષે તો તમે જાણતા હશો પરંતુ અહી એવા છોડ છે જે તમે ઘરમાં પણ સજાવી શકો અથવા તમારા ગાર્ડનમાં પણ સજાવી શકાય. હાલના સમયમાં પુરતો ઓક્સીજન મળી રહે તે તમામ માનવીની પહેલી જરૂરિયાત છે. ત્યારે ઘરમાં ઓક્શીજન પૂરું પાડી વાતાવરણને શુદ્ધ રાખનારા વૃક્ષો વિષે અહી લોકોને માહિતી આપવામાં આવી રહી છે. જેના થકી ઘરનું વાતાવરણ સુંદર બને આજે પૂરતા પ્રમાણમાં ઘરના લોકોને ઓક્સિજન મળી રહે તેવા છોડને આ પ્રદર્શનીમાં અલગ તારવી મુકવામાં આવ્યા છે.



    50થી વધુ છોડ ઇન્ડોર એટલે કે ઘર ઓફીસ કે અન્ય જગ્યાએ રાખી શકાય તેવા છે. મહત્વની વાત તો એ છે કે અહી કેટલા છોડ તો એવા છે કે તેને પાણી ની પણ ઓછા પ્રમાણમાં જરૂરીયાત થાય છે. એટલેકે ઘરની બહાર જો અપને ગયા હોય તો છોડને પાણી વગર કોઈ નુકશાન થતું નથી. આ સાથે જો કોઈ પરિવારને ગાર્ડનીંગ નો શોખ હોય તો તેમના માટે પણ અહી વિવિધ પ્રકારના છોડ ઉપલબ્ધ કરાવ્યા છે. જેમાં ઓછી માવજત સાથે સુંદર ગાર્ડન કોઈ પણ વ્યક્તિ ઉભું કરી શકે.



    અસ્પી કોલેજ ઓફ હોટીકલ્ચર દ્વારા વિદ્યાર્થીઓને નર્સરી અંગે ટ્રેનીંગ આપી તેમને તૈયાર કરવામાં આવી રહ્યા છે. જેના ભાગ રૂપે શૈક્ષણીક પ્રદર્શની થકી વિદ્યાર્થીઓ અને નવસારી જિલ્લના લોકો બાહ્ય વાતાવરણ તો ઠીક પરંતુ પોતાના ઘરથી વૃક્ષોની માવજત કરવાની સીખ સાથે આગળ વધે તેવી શરુઆત શરૂઆત કરવામાં આવી છે.



    નવસારીમાં એગ્રી કલ્ચર કોલેજ ખાતે આ સુદંર પ્રદર્શની જોવાનું નવસારી જીલ્લાના લોકોએ તો નહિજ ચૂકવું જોઈએ કારણકે અગામી સમયમાં ઘરની અંદર ઓક્સિજન પૂરો પાડે તેવા વૃક્ષો ફક્ત અહી મળી રહેશે.
    First published:

    Tags: Local 18, Oxygen plant, નવસારી

    विज्ञापन
    विज्ञापन