Home /News /south-gujarat /

નવસારી જિલ્લામાં ભારે વરસાદ: ચીખલીમાં નાના બાળકનું દિલધડક રેસ્ક્યૂ ઓપરેશન, જુઓ Live વીડિયો

નવસારી જિલ્લામાં ભારે વરસાદ: ચીખલીમાં નાના બાળકનું દિલધડક રેસ્ક્યૂ ઓપરેશન, જુઓ Live વીડિયો

બાળકનું રેસ્ક્યૂ કરાયું.

Navsari heavy rain: નવસારીની હાલત મામલે કેબિનેટ મંત્રી નરેશ પટેલે જણાવ્યું હતું કે, કુદરતી આફત છે. મારી જિંદગીમાં પ્રથમ વખત આટલું પાણી જોયું છે. ચીખલીના વાંસદમાં ખૂબ વધારે વરસાદ થયો છે.

    નવસારી: ભારે વરસાદથી નવસારી જિલ્લો (Navsari heavy rain) પાણી પાણી થઈ ગયો છે. હાલ નવસારીની હાલ ખૂબ ખરાબ છે. વાંસદાને બાદ કરતા આખા જિલ્લાની હાલત ખરાબ છે. ભારે વરસાદ બાદ ચીખલીમાં સ્થિતિ ગંભીર બની છે. ચીખલીના મહોલ્લા વિસ્તારમાં પોલીસે બચાવ કામગીરી શરૂ (Rescue operation) કરી છે. આ દરમિયાન નદીના પ્રવાહમાં ફસાયેલા બે બાળકનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું. પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસ.જે. કડીવાળા તેમની ટીમ સાથે બચાવ કામગીરીમાં જોડાયા હતા. આ સાથે એનડીઆરએફની ટીમ પણ ચીખલી પહોંચી છે.

    નવસારીની હાલત મામલે કેબિનેટ મંત્રી નરેશ પટેલે જણાવ્યું હતું કે, કુદરતી આફત છે. મારી જિંદગીમાં પ્રથમ વખત આટલું પાણી જોયું છે. ચીખલીના વાંસદમાં ખૂબ વધારે વરસાદ થયો છે. 40-50 લોકોને રેસ્ક્યૂ કરીને બહાર કાઢ્યા છે. ખુંદ ગામે 25 લોકો ફાસાયા છે. એક વાગ્યે દરિયાની ભરતી શરૂ થશે ત્યારે મુશ્કેલી વધશે. એનડીઆરએફની ટીમ અને સ્વૈચ્છિક સંસ્થાઓની સારી એવી મદદ મળી રહી છે. હાલ રસ્તાઓ બંધ કરવા સિવાય કોઈ રસ્તો નથી. વૈકલ્પિક રસ્તાઓ પર પણ પાણી ફરી વળ્યા છે. આખો નવસારી જિલ્લા પૂર પ્રભાવિત છે. વાંસદાને બાદ કરતા આખા જિલ્લાની હાલત ખરાબ છે. હાલ ચીખલીમાં એનડીઆરએફની ત્રણ, ગણદેવી બે ટીમ છે. નવસારીમાં પણ એનડીઆરએફની ટીમ છે.

    અમદાવાદ-મુંબઈ નેશનલ હાઇવે નંબર 48 બંધ કરાયો


    રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની અવિરત બેટિંગ ચાલી રહી છે. ત્યારે નેશનવ હાઇવે નંબર 48 (Mumbai national highway 48) વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો છે. હાલ આ રસ્તા પર પાણી ભરાયા છે. જેના કારણે અનેક વાહનો રસ્તા પર જ અટવાયા છે.



    નવસારીમાં સતત વરસતા વરસાદને કારણે સંકટ વધી રહ્યુ છે. આ વિસ્તારની નદીઓ તોફાની બની છે. મુંબઇ- અમદાવાદ નેશનલ હાઇવે 48 બંધ કરવામાં આવ્યો છે. નવસારી જિલ્લામાં 40 હજાર લોકો અસરગ્રસ્ત છે જ્યારે 14 હજાર લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. એનડીઆરએફની ટીમે કુલ 21 લોકોનું રેસ્ક્યૂ કર્યું છે. આ સાથે સુરત-મહુવા અનાવલ સ્ટેટ હાઇવે પણ બંધ કરવામાં આવ્યો છે. બ્રિજ પર પાણી ભરાતા માર્ગ બંધ કરવામાં આવ્યો છે. ધસમસતા પ્રવાહને કારણે માર્ગ પર બેરિકેટ મૂકી પોલીસ જવાનોને તૈનાત કરી દેવામાં આવ્યા છે.

    આ પણ વાંચો: આ તારીખથી રાજ્યમાં વરસાદનું જોર ઘટશે

    અંબાલાલ પટેલની આગાહી


    અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, "હાલ રાજ્યના કેટલાક ભાગોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. કેટલાક ભાગોમાં વરસાદે તબાહી મચાવી છે. આગામી 14-15 તારીખે ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ થશે. 16મી જુલાઈથી ધીમે ધીમે રાજ્યમાં વરસાદનું જોર ઘટશે. 22 જુલાઈથી ફરીથી વરસાદી માહોલ જામશે. 24થી 30મી જુલાઈ વચ્ચે રાજ્યના વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની સંભાવના છે. 24થી 26 જુલાઈ દરમિયાન દરિયાકિનારાના વિસ્તારોમાં ભારે પવન ફૂંકાશે. તારીખ 17 જુલાઈથી વરસાદ ઉત્તર પ્રદેશ તરફ જશે."
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Monsoon 2022, ચોમાસુ, નવસારી, વરસાદ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन