Home /News /south-gujarat /

નવસારી જિલ્લામાં મેઘ તાંડવ: પૂર્ણા નદી ગાંડીતૂર, સુરત જતો માર્ગ બંધ કરાયો, 2000થી વધુ લોકોનું સ્થળાંતર

નવસારી જિલ્લામાં મેઘ તાંડવ: પૂર્ણા નદી ગાંડીતૂર, સુરત જતો માર્ગ બંધ કરાયો, 2000થી વધુ લોકોનું સ્થળાંતર

નવસારી ભારે વરસાદ

Navsari heavy rain: નવસારી જિલ્લામાં અંબિકા, કાવેરી અને પૂર્ણા નદીમાં ઘોડાપૂરની સ્થિતિ છે. જેના પગલે એનડીઆરએફ તરફથી હાલ નીચાણવાળા વિસ્તારોમાં 2000થી વધારે લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે.

    નવસારી: ઉપરવાસમાં પડી રહેલા ભારે વરસાદને કારણે નવસારી જિલ્લાનું જનજીવન (Navsari district heavy rain) ખોરવાયું છે. જિલ્લાની પૂર્ણા નદી (Purna river)એ મંગળવારે સવારે 28 ફૂટની સપાટી વટાવી દીધી હતી. નદીની ભયજનક સપાટી 29 ફૂટ છે. બીજી તરફ નદીની સપાટી વધતા નીચાણવાળા વિસ્તારોમાં પૂરના પાણા ઘૂસી ગયા છે. બીજી તરફ પૂર્ણા નદીના બ્રિજ ઉપરથી અવરજવર બંધ કરવામાં આવી છે. તકેદારીના ભાગરૂપે નવસારી અને સુરત વચ્ચેનો માર્ગ બંધ કરવામાં આવ્યો છે. હાલ શહેરના હિદાયત નગર, ગધેવાન, રિંગ રોડ, રંગુન નગર, કશિવાડી, મીઠીલાનગરી, શાંતદેવી, બંદરરોડ જેવા નીચાણવાળા વિસ્તારોમાં પૂરના પાણી ભરાયા છે. એક રિપોર્ટ પ્રમાણે શહેરમાં બે ફૂટથી લઈને 15 ફૂટ સુધી ભરાયા છે.

    2000થી વધુ લોકોનું સ્થળાંતર


    નવસારી જિલ્લામાં અંબિકા, કાવેરી અને પૂર્ણા નદીમાં ઘોડાપૂરની સ્થિતિ છે. જેના પગલે એનડીઆરએફ તરફથી હાલ નીચાણવાળા વિસ્તારોમાં 2000થી વધારે લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. ખાસ કરીને પૂર્ણા નદી જો ભયજનક સપાટી વટાવશે તો વિનાશ વેરશે.


    રાજ્યમાં NDRFની 23 ટીમ તૈનાત


    રાજ્યમાં વરસાદની આપદાને પહોંચી વળવા માટે એનડીઆરએફની વધુ પાંચ ટીમે તૈનાત કરી દેવામાં આવી છે. રાજ્યના અનેક વિસ્તારોમાં પડી રહેલા અત્યંત ભારે વરસાદને પગલે આ નિર્ણય લેવામાં આવ્યો છે. કેન્દ્ર સરકારે ગુજરાતમાં એનડીઆરએફની વધુ પાંચ ટીમ મોકલી છે. નવી પાંચ ટીમમાંથી નવસારી, તાપી, સુરત, ભરૂચ અને વડોદરામાં 1-1 ટીમ ફાળવવામં આવી છે. આ સાથે રાજ્યમાં એનડીઆરએફની હવે કુલ 23 ટીમે તૈનાત છે. આ પહેલા રાજ્યમાં 18 ટીમ તૈનાત હતી.


    24 કલાકમાં રાજ્યમાં પડેલો વરસાદ


    છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં પડેલા વરસાદના આંકડા જોઈએ તો રાજ્યના 245 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌથી વધારે વરસાદ નર્મદા જિલ્લાના ડેડિયાપાડામાં 534 એમ.એમ. નોંધાયો છે. નર્મદાના તિલકવાડામાં 508 એમ.એમ., ઉમરપાડામાં 427 એમ.એમ., સાગબારામાં 422 અને કપરાડામાં 401 એમ.એમ. વરસાદ નોંધાયો છે.



    છેલ્લા 24 કલાકમાં રાજ્યના 33 તાલુકામાં ચાર ઇંચ કરતા વધારે વરસાદ નોંધાયો છે. રાજ્યના 11 તાલુકા એવા છે જેમાં 10 ઇંચ કરતા વધારે વરસાદ ખાબક્યો છે. 84 તાલુકા એવા છે જ્યાં બે ઇંચથી વધારે વરસાદ પડ્યો છે. 138 તાલુકામાં એક ઇંચ કરતા વધારે વરસાદ નોંધાયો છે.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Gujarat rain, Monsoon 2022, ચોમાસુ, નવસારી, વરસાદ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन