નવસારી ટાઉન પોલીસની (Navsari Town Police)ના નાક નીચે નવસારી દશેરા ટેકરી વિસ્તારમાંથી જુગાર રમતા 34 જુગારીઓને સ્ટેટ વિજિલન્સની (State Vigilance Team Raid) ટીમે ઝડપી પાડ્યા છે જયારે 12 આરોપીઓને વોન્ટેડ જાહેર કરી 1 લાખથી વધુની રોકડ સહિત કુલ 3.21 લાખનો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે. ત્યારે સ્થાનિક પોલીસને (Navsari Police) ફરિયાદ કરીને થાકેલા શહેરીજનોએ ગાંધીનગર સ્ટેટ વિઝીલન્સને ફરિયાદ કરતા દશેરા ટેકરી વિસ્તારમાંથી જુગારધામ ઝડપાયાની વિગતો બહાર આવીછે
નવસારી જીલ્લામાં છેલ્લાં ઘણા સમયથી જીલ્લાના અનેક સ્થળોએ જુગારનો આ કાળો કારોબાર ધમધમી રહ્યો છે જેમાના એક જુગારધામ પર ગાંધીનગર સ્ટેટ વિઝીલન્સ એ રેડ કરી લાખોનો મુદ્દામાલ સહિત 34 જુગારીઓને ઝડપી પાડવાની સાથે અન્ય 12 આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.
જુગારમાં પોતાની નસીબ અજમાવવા માટે શહેરના અનેક યુવાનો જુગારના રવાડે ચઢ્યા છે,ત્યારે સ્થાનિક પોલીસને ફરિયાદ કરીને થાકેલા શહેરીજનો એ ગાંધીનગર સ્ટેટ વિઝીલન્સનું શરણું લેવા પડ્યું હતું.
ગાંધીનગર સ્ટેટ વિઝીલન્સ રેડ દરમિયાન 1 લાખથી વધુ રોકડ સહિત સ્થળ પરથી બાઇક અને અન્ય સમાન મલી કુલ 3.21 લાખનો મુદ્દામાલ ઝડપાયો છે,ત્યારે ગાંધીનગર સ્ટેટ વિજિલન્સની રેડથી નવસારી પોલીસની કામગીરી સામે શંકાઓ સાથે નવસારી ટાઉન પોલીસની આબરૂ ઉડી છે ત્યારે નવસારીમાં રમાઈ રહેલ જુગટું માં નવસારી પોલીસની સામે સ્ટેટ વિજિલન્સની ટીમ જીતી ગઈ હતી
પરંતુ 34 પૈકી મોટા ભાગના આરોપી યુવાન દેશનું ભવિષ્ય છે ત્યારે શહેરના માધ્યમમાં આવેલા દશેરા ટેકરી વિસ્તારમાં યુવાનો બરબાદી તરફ ધકેલતી રમત તરફ વળતા શહેરનો બુદ્ધિજીવી વર્ગ પણ ચિંતામાં મુકાયો છે. હાલ તો સમગ્ર મામલાની તપાસ જલાલપોર પોલીસ કરી રહી છે અને હાલ તમામ આરોપીને કોવિડ ટેસ્ટ કરવામાં આવશે.
ત્યારબાદ આ તમામ યુવાનોને જલાલપોર પોલીસ સમગ્ર મામલાની તપાસ કરશે પરંતુ પોલીસ તપાસમાં એ પણ બહાર આવવું જરૂરી બન્યું છે કે આ જુગારધામ ચલાવવા માટે કોણે મંજૂરી આપી હતી કોના છુપા આશીર્વાદ થી આ કાળો કારોબાર ચાલી રહ્યો હતો
Published by:Jay Mishra
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર