Home /News /south-gujarat /Gujarat election 2022: જાણો નવસારીની જલાલપોર બેઠક વિશે વિસ્તૃત વિગતો, જુઓ કેવો છે આ બેઠકનો ચિતાર

Gujarat election 2022: જાણો નવસારીની જલાલપોર બેઠક વિશે વિસ્તૃત વિગતો, જુઓ કેવો છે આ બેઠકનો ચિતાર

jalalpore assembly constituency: લાલપોર ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાનું મુખ્ય મથક છે. જલાલપોર તાલુકામાં મુખ્યત્વે દરિયાકાંઠાના ગામો આવેલાં છે. આ સાથે જ જલાલપોર ગુજરાતની 182 વિધાનસભા બેઠકો પૈકી 174 નંબરની બેઠક છે.

jalalpore assembly constituency: લાલપોર ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાનું મુખ્ય મથક છે. જલાલપોર તાલુકામાં મુખ્યત્વે દરિયાકાંઠાના ગામો આવેલાં છે. આ સાથે જ જલાલપોર ગુજરાતની 182 વિધાનસભા બેઠકો પૈકી 174 નંબરની બેઠક છે.

વધુ જુઓ ...
ગુજરાત વિધાનસભાની 2022ની (Gujarat Assembly election 2022) ચૂંટણીનો માહોલ અત્યારથી જામવા લાગ્યો છે. થોડા સમયમાં જ ચૂંટણીની તારીખો પણ જાહેર કરી દેવામાં આવશે. જેમાં ભાજપ અને આપ દ્વારા જનસંપર્ક શરૂ કરાયો છે, તો હજુ કોંગ્રેસ માટે ચૂંટણીનો તખ્તો ઘડાયો હોય તેવું લાગી રહ્યું નથી. ગુજરાત વિધાનસભાનો જંગ જીતવા માટે ભાજપે જન આશીર્વાદ યાત્રા શરૂ કરી છે.

બીજી તરફ આમ આદમી પાર્ટીના નેતાઓએ પણ ગામે ગામ જનસંપર્ક શરૂ કર્યો છે. સામે કોંગ્રેસ પ્રભારી, પ્રદેશ પ્રમુખ કે વિપક્ષી નેતાની નવી નિમણુંકો થઇ શકી નથી. આ સંજોગોમાં કોંગ્રેસ 2022ની ચૂંટણીમાં કેવો દેખાવ કરશે તેના પર પ્રશ્નાર્થ લાગી ગયો છે. પક્ષોની આ તૈયારીઓ વચ્ચે આજે આપણે ચર્ચા કરીશુ જલાલપોર વિધાનસભા બેઠક (jalalpore assembly constituency) વિશે.

જલાલપોર વિધાનસભા બેઠક (Jalalpore assembly seat)

જલાલપોર ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાનું મુખ્ય મથક છે. જલાલપોર તાલુકામાં મુખ્યત્વે દરિયાકાંઠાના ગામો આવેલાં છે. આ સાથે જ જલાલપોર ગુજરાતની 182 વિધાનસભા બેઠકો પૈકી 174 નંબરની બેઠક છે. આ બેઠકમાં કુલ 215970 મતદારો છે, જેમાં 111227 પુરૂષ, 104735 મહિલા અને 8 અન્ય મતદારોનો સમાવેશ થાય છે.

જલાલપોર તાલુકામાં આવતા ગામો-

જલાલપોર તાલુકો

નવસારી તાલુકાના ગામો – આસુંદર, સરાઈ, ધામણ, પાર્થણ, વેજલપોર, તેલાડા, સરોણા, પેરા, કુરેલ, સુપા, પીનસાદ, પડઘા, કડીપોર, આમરી, આમદપોર, મોલધરા, તરસાડી, ખેરગામ, વછરવડ, શાહુ, સિંગોદ, દાંડેસર , ઓંચી, વિરવાડી, ધારાગીરી, નસીલપોર, ભટ્ટાઈ, મુનસાડ, વસર, અંબાડા, ઉગત, નવાપરા, સિસોદ્રા (ગણેશ), તિઘરા, અરસન.

જલાલપોર બેઠકનો જાતિગત સમીકરણ (Caste equation of Jalalpore seat)

આ બેઠક પર સૌરાષ્ટ્ર પટેલ, કોળી પટેલ, બ્રાહ્મણ અનાવિલ, મરાઠી, માછીમાર, મુસ્લિમ, જૈન, ક્ષત્રિય, આહિર અને અનુસુચિત જનજાતિના મતદારો જોવા મળે છે.

આ પણ વાંચો- Gujarat election 2022: ઉધના બેઠક પર ભાજપની જીતને નહિવત ખતરાની સંભાવના, શું જળવાશે વોટ માર્જિન?


જલાલપોર બેઠકનો  રાજકીય સમીકરણ (Political equation of Jalalpore seat)

જલાલપોર વિધાનસભા બેઠક પરથી ભાજપના રમેશભાઈ છોટુભાઈ પટેલનો વિજય થયો હતો. તેમણે કોંગ્રેસના પરિમલભાઈ નાનુભાઈ પટેલને 86411 મતોથી હરાવ્યા હતા. ગુણવંત રાઠોડે બહુજન સમાજ પાર્ટી વતી અહીંથી પોતાનું નસીબ અજમાવ્યું હતું, પરંતુ સફળતા મળી ન હતી.

જલાલપોર બેઠક દક્ષિણ ગુજરાતના નવસારી જિલ્લાનો એક ભાગ છે. આ એક સામાન્ય બેઠક છે અને આ બેઠક ભાજપનો ગઢ માનવામાં આવે છે. જલાલપોર વિધાનસભા બેઠક પર રમેશભાઈ છોટુભાઈ પટેલનો દબદબો છે. છેલ્લી ચાર ચૂંટણીમાં અહીંથી માત્ર રમેશભાઈ પટેલ જ ભાજપની ટિકિટ પર ચૂંટણી જીતતા આવ્યા છે. જો 2012ની ચૂંટણીને છોડી દઈએ તો દરેક વખતે તેમની જીતનું માર્જિન વધ્યું છે.

રમેશ પટેલ 1998માં પ્રથમ વખત અહીંથી ચૂંટણી મેદાનમાં ઉતર્યા હતા અને કોંગ્રેસની દાયકાઓ જૂની ભ્રમણા તોડી આ બેઠક જીતી હતી. તેમ છતાં તેમની જીતનું માર્જિન માત્ર 1700 મતોનું હતું, આ પછી પટેલે આ બેઠક પર પોતાનો આધાર મજબૂત કર્યો અને આગામી ચૂંટણીઓમાં તેમણે આ અંતર વધારવાનું ચાલુ રાખ્યું. છેલ્લી ચૂંટણીમાં તેમણે તેમના નજીકના હરીફ કોંગ્રેસના ઉમેદવારને લગભગ 17000 મતોથી હરાવ્યા હતા. આ જ કારણ છે કે આ વખતે પણ ભાજપે રમેશ પટેલ પર દાવ રમ્યો છે.

ગત ચૂંટણીમાં જલાલપોર બેઠક ઉપર કોંગ્રેસે ઉમેદવાર તરીકે પરિમલ પટેલને જાહેર કરતા ભડકો થયો હતો. મુન્ના પાંચાલના સમર્થકોએ ઉમેદવાર બદલવાની માગ સાથે દેખાવો કર્યા હતા.

જલાલપોર બેઠક ઉપર કોંગ્રેસે ઉમેદવાર તરીકે પરિમલ પટેલને જાહેર કર્યા હતા. જેના પગલે કોંગ્રેસના જલાલપોર બેઠકના અન્ય દાવેદાર રણજીત ઉર્ફે મુન્નાભાઈ પાંચાલના એરૂ સ્થિત નિવાસસ્થાને સમર્થકો ભેગા થયા હતા.. મુન્નાભાઈ પાંચાલે પક્ષમાં નવા આવેલા પરિમલને ટિકિટ આપવા સામે નારાજગી દર્શાવી હતી. સોમવારે પરિમલ પટેલ નવસારી કલેકટરાલયમાં ઉમેદવારી કરવા ગયા ત્યારે મુન્નાભાઈના સમર્થકો ત્યાં પહોંચી ગયા હતા અને ગેટ બહાર સૂત્રોચ્ચાર કરી પરિમલની ઉમેદવારીનો વિરોધ કર્યો હતો.

જલાલપોર બેઠક પર હાર-જીતના સમીકરણ (Win-lose equation on Jalalpore seat)
વર્ષવિજેતા ઉમેદવારપક્ષ
2017આર સી પટેલBJP
2012આર સી પટેલBJP
2007આર સી પટેલBJP
2002આર સી પટેલBJP
1998પટેલ રમેશભાઈINC
1995પટેલ છગનભાઈINC
1990પટેલ છગનભાઈINC
1985પટેલ વસંતભાઈINC
1980પટેલ વસંતભાઈINC
1975પટેલ ગોસિઆભાઈNCO
1972પટેલ છગનભાઈINC
1967સી જી પટેલINC
1962પટેલ ગોસાઈભાઈINC

સમસ્યાઓ

આગામી 2019ની ચૂંટણીમાં શિક્ષિતોને નોકરી નહીં મળવાનો પ્રશ્ન સ્થાનિક સ્વરાજ્યની સંસ્થામાં ભ્રષ્ટાચાર તેમજ રેલવે સુવિધા નહીં મળવાનાં પ્રશ્નો મુખ્ય રહેશે.

ગ્રામ પંચાયતથી લઈ પાર્લામેન્ટ સુધી બહુમતી ધરાવતા ભાજપની સત્તા હોવા છતાં કોઈપણ વિશેષ રોજગારી મળી શકે તેવી વ્યવસ્થા થઈ નથી. કોંગ્રેસ પર રેલવે સુવિધા નહીં આપવા આંગળી ચિંધનાર ભાજપે પણ આ મુદ્દે અનેકવેળા લોકોની રજૂઆત થવા છતાં નવસારી બીલીમોરા અમલસાડ માટે નવી ટ્રેન અથવા સ્ટોપેજ આપ્યા નથી.

આ પણ વાંચો- Gujarat election 2022: ગુજરાતના મહાન સંત અને લેખક સ્વામી સચ્ચિદાનંદજી, જાણો તેમનું જીવનચારિત્ર્ય અને રાજકારણમાં ભૂમિકા


ધારાસભ્ય દ્વારા કરેલા કાર્યો

કોઈ પણ વિસ્તારના લોકો માટે પીવાનું પાણી એ પ્રાથમિક જરૂરિયાત અને જીવનરક્ષક છે. જલાલપોર મતવિસ્તાર દરિયાકિનારાના કાંઠાવિસ્તારમાં ફેલાયેલો હોવાથી અહીં ખારા પાણીની અને ખારાશવાળી જમીનની સમસ્યા હંમેશથી હતી. આથી જલાલપોર મતવિસ્તારના લોકો માટે પીવાના સ્વચ્છ અને મીઠા પાણીની સરળ ઉપ્લબધિ વધુ અગત્યની હતી. ધારાસભ્ય તરીકે ચૂંટાયા પછી આ બાબત ધ્યાનમાં આવતા શ્રી આર. સી. પટેલે આ બાબતને પ્રાથમિકતા આપી સરકારી વિભાગો સાથે યોગ્ય સમન્વય સાધી જરૂરી પગલા લઈ પીવાના પાણીના પ્રશ્નો હલ કર્યા.

સારા રસ્તા વગર વિકાસ શક્ય નથી તેવી વાત કરતા ધારાસભ્ય દ્વારા અંતરિયાળ ગામો સુધી સારા રોડ રસ્તા બનાયા હોવાનો દાવો ધારાસભ્ય દ્વારા કરવામાં આવે છે.

આ સાથે જ આવાસ, શિક્ષણ, ગ્રામિણ વિકાસ, વગેરેનો પણ વિકાસ કર્યા હોવાનો દાવો ધારાસભ્ય દ્વારા કરવામાં આવ્યો છે. ગ્રામિણ વિસ્તારોની વાત કરીએ તો સેનીટેશન, ઘન કચરાનો નિકાલ, પેવર બ્લોકની સુવિધા સહિત શૌચાયલની સુવિધા જેવા અનેક કાર્યો કરવામાં આવ્યા છે.

ખનન માફિયાનો વિકરાળ પ્રશ્ન

રાજ્યમાં ગેરકાયદે ખનનની ઘટનાઓ અવાર નવાર સામે આવે છે ત્યારે નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાથી આવી ઘટનાઓ સામે આવતી છે. જલાલપોરના સુલતાનપુર ગામે ગેરકાયદે ખનન થતા હોવાના સમાચાર સતત મળતા આવ્યા છે. આ માહિતીને આધારે પ્રાંત અધિકારી નેહાસિંહ અને ભુસ્તર શાસ્ત્રી સહિતની ટીમે દરોડા પાડ્યા હતા. જેમાં ખનન સ્થળે વિવિધ વાહનો પણ કબ્જે કરવામાં આવતા હોય છે અને ખનન માફીયાઓ સામે કાયદેસરની કાર્યાવાહી હાથ ધરવામાં આવે છે. અવાર નવાર આ પ્રકારની ઘટનાઓ સામે આવતી રહે છે.

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 અંગે મહત્વના સમાચાર જાણવા નીચે આપેલી બેઠકોના નામ ઉપર કરો ક્લિક

| મહેમદાબાદ | વિસનગર  | મહેસાણા  | વડગામ  | અંજાર  |  વાવ  | દાહોદ  | દ્વારકા  |  વિજાપુર  | વલસાડ | સિધ્ધપુર  | ઘાટલોડિયા  | કડી  |  બાપુનગર  |  અમરેલી  |  સુરત પશ્વિમ  |  જસદણ  |  રાજકોટ દક્ષિણ  | નડિયાદ | | સોજિત્રા |  ખંભાત ગઢડા  બોરસદ |  આંકલાવ | આણંદ | ઉમરેઠ | માતર | પેટલાદ |   મહુધા  કપડવંજ | ઠાસરા | કોડીનાર  | લાઠી  | સાવરકુંડલા |  ગારિયાધાર  | મહુવા |  પાલિતાણા | ઓલપાડ | ઉમરગામ|ચોર્યાસી|  વાઘોડિયા | ભાવનગર ગ્રામ્ય | પાદરા | કરજણ | છોટાઉદેપુર | સંખેડા | ડભોઈ | નાંદોદ | ભાવનગર પૂર્વ | જંબુસર | રાવપુુરા | વાઘરા |સાવલી દેવગઢબારિયા | ઝાલોદ |હાલોલ | બાલાસિનોર | વાંસદા નિઝર | ગણદેવી | ધરમપુર | વ્યારા પારડી | લીમખેડા | સંતરામપુરા |  મહુવા એસટી | માંગરોળ એસટી |
First published:

Tags: Assembly elections 2022, Gujarat Assembly Elections 2022, Gujarat Elections

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો