Arvind Kejriwal's promises in Chikhli: આજે કેજરીવાલે ચીખલીમાં સભા સંબોધી હતી. આ દરમિયાન તેમણે ચૂંટણીને લઇને ઘણા વાયદા કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, સરકાર બનતા લાઈટબીલ માફ કરાશે. તમારો ભાઈ તમારી સમસ્યા દૂર કરશે.
નવસારી: ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇને રાજકીય પાર્ટીઓ દ્વારા પ્રચાર કરવામાં આવી રહ્યો છે. રાજકીય પાર્ટીઓના રાષ્ટ્રીય નેતાઓ પણ ગુજરાત આવી સભાઓ સંબોધી રહ્યા છે, ત્યારે આજે કેજરીવાલે ચીખલીમાં સભા સંબોધી હતી. આ દરમિયાન તેમણે ચૂંટણીને લઇને ઘણા વાયદા કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, સરકાર બનતા લાઈટબીલ માફ કરાશે. તમારો ભાઈ તમારી સમસ્યા દૂર કરશે. સાથે જ તેમણે કહ્યું કે, ગુજરાતીઓને રામલલ્લાનાં દર્શન મફત કરાવીશું.
ગુજરાતમાં રેકોર્ડ કરો અને 182માંથી 150 બેઠકો આપો: કેજરીવાલ
અરવિંદ કેજરીવાલે કહ્યું કે, કેન્દ્ર સરકારની એક એજન્સી છે આઈબી. આઈબી ગુજરાતમાં ફરીને કેન્દ્ર સરકારને રિપોર્ટ આપ્યો કે ડિસેમ્બરમાં આમ આદમી પાર્ટીની સરકાર બની રહી છે. કેજરીવાલે લોકોને અપીલ કરી હતી કે, ગુજરાતમાં રેકોર્ડ કરો અને 182માંથી 150 બેઠકો આપો. સરકાર બન્યા પછી પહેલું કામ ભ્રષ્ટાચાર દૂર કરીશું. ગુજરાત સરકારને જનતાએ અરબો ખરબો રૂપિયા આપ્યા છે. ગુજરાત સરકારના ટેક્ષરૂપે ખરબો રૂપિયા આપો છો, ક્યાં ગયા રૂપિયા, લૂંટી લે છે. અઢી લાખ કરોડ ખર્ચ કરે છે. પંજાબના હેલ્થ મંત્રી ગરબડ કરી રહ્યા હતા, પંજાબ સરકારે એમને પકડી અને જેલમાં નાખી દીધા.
તેમણે કહ્યું કે, મારો ભાઈ અથવા મારો દીકરો પણ ભ્રષ્ટાચાર કરશે તો એ પણ ચાલશે નહીં. 15 ડિસેમ્બર પછી સરકાર બનશે ત્યાર બાદ સરકારી કચેરીમાં પૈસા નહીં આપવા પડે. સરકાર બન્યા પછી સરકારી કચેરીના ધક્કા ખાવા નહીં પડે. સરકારી કર્મચારી તમારા કામ માટે ઘરે આવશે. ગુજરાતમાં સરકાર બનશે, તો કોઈ મુખ્યમંત્રી, મંત્રી, ધારાસભ્ય ચોરી નહીં કરે, કોઈ ચોરી કરશે તો જેલમાં જશે. પંજાબમાં આપ સરકારનો હેલ્થ મંત્રી ગડબડ કરી રહ્યો હતો, પંજાબ મુખ્યમંત્રી ભગવંત માને મંત્રીને જેલમાં મોકલી આપ્યો છે. સરકાર બનતા જેને પણ રૂપિયા ખાધા છે એમના પેટમાંથી પણ ખેંચીને કાઢીશું. 15 ડિસેમ્બરે સરકાર બનશે અને ભ્રષ્ટાચાર મુક્ત સરકાર બનાવીશું. 1 માર્ચ પાછી વીજળીનું બિલ નહીં ભરવું પડે. પ્રથમ મોંઘવારીથી છૂટકારો અપાવીશ. 1 માર્ચ પછી વીજળી બિલ ભરવાની જરૂર નથી, બિલ તમારો ભાઈ કેજરીવાલ ભરશે. ગુજરાતમાં આવી રહ્યો છું. કોઈ ભાઈ માને છે કોઈ દીકરો માને છે. ખૂબ પ્રેમ મળી રહ્યો છે.
જનતા જણાવે કોને બનાવવા જોઈએ મુખ્યમંત્રી
ભગવંત માન અને ગુજરાત પ્રમુખ ગોપાલ ઈટાલિયાની સાથે અરવિંદ કેજરીવાલે શનિવારે પ્રેસ કોન્ફ્રેન્સ કરી હતી. તેમણે કહ્યું કે, ગુજરાતમાં આપની સરકાર બનવાની છે. ત્યારે આવા સમયે કોને મુખ્યમંત્રી બનાવવા તેનો નિર્ણય જનતા કરશે. તેમણે કહ્યું કે, જેવી રીતે પંજાબમાં અમે સીએમ ફેસ માટે અભિયાન ચલાવ્યું હતું અને જનતાએ ભગવંત માનને પસંદ કર્યા હતા. તેવી જ રીતે ગુજરાતમાં અમે અભિયાનની શરુઆત કરી રહ્યા છીએ. જનતા ત્રણ નવેમ્બર સુધી બતાવી શકશે કે કોને પાર્ટીએ મુખ્યમંત્રીનો ચહેરો બનાવવો જોઈએ. તેના માટે તેમને મોબાઈલ નંબર 6357000360 અને ઈમેલ આઈડી aapnocm@gmail.com જાહેર કર્યું છે. ચાર નવેમ્બરના રોજ જનતાનો મત જાહેર કરવામાં આવશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર