તાજેતરમાં ઇન્ડોનેશિયાના જાકાર્તા ખાતે રમાયેલ ૧૮મી એશિયન ગેમ્સમાં ૪ બાય ૪૦૦ મીટર રીલે દોડમાં ઇન ફોર પ્લેયરમાં ગુજરાતના ડાંગ જિલ્લાની વનબંધુ દિકરી સરિતા ગાયકવાડે ભારતને સુવર્ણચંદ્રક અપાવીને ગુજરત અને દેશનું નામ સમગ્ર વિશ્વમાં રોશન કર્યું છે. એશિયન ગેમ્સમાં ગોલ્ડન મેડલ વિજેતા ગોલ્ડન ગર્લ સરિતા ગાયકવાડનું દેશ અને ગુજરાતમાં વિવિધ સ્તરે બહુમાન કરવામાં આવ્યું હતું. આજે રવિવારે સરિતા ગાયકવાડ માટે ખુશીના સમાચાર આવી રહ્યા છે. રાજ્યના રમત ગમત પ્રધાન ઇશ્વરસિંહ પટેલે ક્લાસ વન અધિકારીની નોકરી આપવાની જાહેરાત કરી છે. સાથે સાથે નવસારીમાં કરોડો રૂપિયાના ખર્ચે સ્પોર્ટ્સ સંકુલ બનાવવાની પણ જાહેરાત કરી છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે રાજ્યના રમત ગમત પ્રધાન ઇશ્વરસિંહ પટેલે જણાવ્યું હતું કે, "ગોર્ડન ગર્લ સરિતા ગાયકવાડે એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ અપાવીને ગુજરાત સહિત દેશનું નામ રોશન કર્યું છે. સરિતા ગાયકવાડને ક્લાસ નવ ઓફિસરની નોકરીની અપાશે. સરિતાનો જ્યારે અભ્યાસ પૂર્ણ થશે ત્યારે નોકરી આપવામાં આવશે." આ ઉપરાંત તેમણે નવસારી ખાતે કરોડોના ખર્ચે સ્પોર્ટ્સ સંકુલ બનાવવાની પણ જાહેરાત કરી હતી. અંદાજે 25થી 30 કરોડ રૂપિયાના ખર્ચે સ્પોર્ટસ સંકુલ બનાવશે. આ માટે જલાલપોરના અબ્રામા ગામે જમીન લેવાની કવાયત પણ હાથ ધરાવમાં આવી છે. આ સ્પોટ્સ સંકુલમાં એથ્લેટીક્સ, હોકી, ઇન્ડોર ગેમ્સ સહિતની રમતોની સુવિધાઓ ઉપલબ્ધ હશે.
Gold for India the women's 4x400m relay at the #AsianGames
ઉલ્લેખનીય છે કે, એશિયન ગેમ્સ-2018ના 12માં દિવસે ભારતીય દોડવીર જિનસન જોન્સને પુરુષોની 1500 મીટર દોડમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ 12માં દિવસે ભારતનો પ્રથમ ગોલ્ડ છે. જોન્સને ત્રણ મિનિટ 44.72 સેકન્ડના સમય સાથે ગોલ્ડ મેડલ જીત્યો હતો. ઇરાનનો અમીર મુરાદીએ ત્રણ મિનિટ 45.621 સેકન્ડ સાથે સિલ્વર અને બહરીનના મોહમ્મદ તૌલાઈએ ત્રણ મિનિટ 45.88 સેકન્ડ સાથે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. 12 દિવસમાં ભારતે 13 ગોલ્ડ મેડલ જીત્યા હતા.
ભારતીય મહિલા ટીમે 4x400રિલેમાં ભારતને ગોલ્ડ મેડલ અપાવ્યો છે. આ ભારતનો 13મો ગોલ્ડ મેડલ છે. ગોલ્ડ મેડલ મેળવનાર ભારતની આ ટીમમાં હિમા દાસ, પુવામ્મા, અને વી કોરોથ અને ગુજરાતના ડાંગની સરિતા ગાયકવાડનો સમાવેશ થતો હતો.
Published by:ankit patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર