Home /News /south-gujarat /Navsari: ગુજરાતના કારણે દિલ્હીવાસીઓ ચીકુ નહીં ખાઇ શકે, કારણ જાણવું હોય તો જુઓ વીડિયો

Navsari: ગુજરાતના કારણે દિલ્હીવાસીઓ ચીકુ નહીં ખાઇ શકે, કારણ જાણવું હોય તો જુઓ વીડિયો

X
અમલસાડ

અમલસાડ મંડળી બંધ 

પુરના પાણીને કારણે ચીકુના વૃક્ષોને નુકશાન તેમજ ફૂગ અને જીવાત લાગી જતા પણ ફળને મોટુ નુકશાન થયું હતું, જેને કારણે ચીકુનુ ઉત્પાદન ધારવા કરતા 4 ગણું ઓછું આવતા મંડળી બીજી વાર કરાઈ બંધ 

    Sagar Solanki, Navsari:  ભારત દેશમાં ખેતી એ લોકોનો મુખ્ય વ્યવસાય છે. પરંતુ હાલના સમયમાં દેશ અને દુનિયા માટે યક્ષ પ્રશ્ન બની ગયેલ ગ્લોબલ વોર્મિંગ કે જેની સીધી અસર હાલના વાતાવરણ પર દેખાઈ રહી છે. નવસારી જિલ્લાના ગણદેવી આવેલી સૌથી મોટી અમલસાડ મંડળી સિઝનમાં બીજી વાર બંધ રાખવાની ફરજ પડી છે. ગ્લોબલ વોર્મિંગની અસર વાતાવરણને અસ્તવ્યસ્ત કરી રહી છે. જેની સીધી અસર ખેત ઉત્પાદન પર થાય છે. છેલ્લા થોડા વર્ષોથી ઠંડી અને ગરમીના તફાવતમાં બાગાયતી પાકોમાં મોટી નુકશાની જોવા મળી હતી.

    પરંતુ ગત ચોમાસામાં અતિવૃષ્ટિ અને તેના કારણે નવસારીની લોકમાતા અંબિકામાં આવેલા ઘોડાપૂરને કારણે નંદનવન ગણાતા ગણદેવી તાલુકામાં ચીકુના ઉત્પાદન પ્રભાવિત થયુ છે. જુલાઈ મહિનામાં પડેલા ભારે વરસાદમાં ચીકુના ફૂલોનું વધુ પડતું ખરણ થયુ હતું. સાથે જ વરસાદ અને પુરના પાણીને કારણે ચીકુના વૃક્ષોને નુકશાન તેમજ ફૂગ અને જીવાત લાગી જતા પણ ફળને મોટુ નુકશાન થયું હતું, જેને કારણે ચીકુનુ ઉત્પાદન ધારવા કરતા 4 ગણું ઓછું આવ્યુ છે. જેની સામે ખેડૂતોને મજૂરોની મજૂરી મોંઘી પડી રહી છે. જેથી આ વર્ષે ખેડૂતોએ મોટુ આર્થિક નુકશાન સહન કરવા પડશે.



    ખેત ઉત્પાદનના થઇ રહ્યો છે ઘટાડો

    ગ્લોબલ વોર્મિંગ એ દેશ અને દુનિયા માટે યક્ષ પ્રશ્ન બની ગયો છે. જેમા સૌથી વધુ નુકશાન ખેડુતોને થઈ રહ્યુ છે ખેતઊત્પાદન દિવસે દિવસે ધટી રહ્યુ છે.ભારત દેશમા શિયાળો,ઊનાળો અને ચોમાસાની સાયકલ ગોઠવાયેલી છે પરંતુ એ પણ હવે ખોરવાઈ રહી છે જેના કારણે વાતાવરણમા અનિચ્છનીય ફેરફારો થઈ રહ્યા છે જે જીવસૃષ્ટિ માટે નજીકના ભવિષ્યમા ખતરાસમાન બની રહેવાનો છે જેની સામે પર્યાવરણ બચાવોનો મંત્ર અપનાવવો સમયની માંગ છે

    લાભ પાંચમ થી મંડળીઓમાં થતી હતી ખરીદી શરૂ

    આ વખતે લાભ પાંચમથી ચીકુની ખરીદી તો શરૂ કરવામાં આવી પરંતુ પાક ઓછો હોવાના કારણે અગાઉ પણ 15 દિવસ માટે મંડળી બંધ રાખવાનું નિર્ણય લેવામાં આવ્યું હતું. ત્યારબાદ પણ ચીકુના પૂરતા પ્રમાણમાં આવક નહી થતા ફરી એકવાર અમલસાડ મંડળી એ ચીકુની ખરીદી બંધ રાખવાનો નિર્ણય લીધો છે ચીકુની ખરીદી બંધ રહેતા ખેડૂતોને ભાવોની ચિંતા સતાવી રહી છે.



    દિલ્હી સહિતના રાજ્યમાં ચીકુ મોકલવા માટે છે સ્પેશિયલ ટ્રેઈન

    દર વર્ષે અમલસાડ મંડળી 7 લાખ મેટ્રિક ટન જેટલા ચીકુ દિલ્હી મુંબઈ રાજસ્થાન જેવા રાજ્યોમાં મોકલે છે જેને માટે સ્પેશ્યલ ટ્રેનની સુવિધા પણ કરવામાં આવી છે પરંતુ આ વખતે ચીકુ નો પાક ઓછો હોવાના કારણે આ પાક 50 ટકા જેટલો ઓછો ઉતારવાની અત્યારે મંડળી ના હોદ્દેદારો અને ખેડૂતોની ગણતરી દેખાઈ રહી છે. ગણદેવી તાલુકામાં સૌથી વધારે ચીકુનું ઉત્પાદન થાય છે પરંતુ આ વખતે વધુ પડતો વરસાદ અને ભેજવાળું વાતાવરણ રહેતા હજી સુધી ચીકુ માં પૂરતા પ્રમાણમાં ફ્લાવરિંગ આવ્યું નથી જેથી આ વખતે પાક જાન્યુઆરી અને ફેબ્રુઆરી માસમાં જાય એવી શક્યતાઓ દેખાઈ રહી છે.
    Published by:Vijaysinh Parmar
    First published:

    Tags: Local 18, દિલ્હી, નવસારી

    विज्ञापन

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन