Home /News /south-gujarat /

BJP MLA ભાન ભૂલ્યા, 'પાટીદાર અનામત આંદોલનના કારણે અમારા આનંદીબેન ઘરે બેઠા'

BJP MLA ભાન ભૂલ્યા, 'પાટીદાર અનામત આંદોલનના કારણે અમારા આનંદીબેન ઘરે બેઠા'

આટલે જ અટક્યા નહી, અને કહ્યું કે, ભાજપ સરકાર ક્યારે પણ બંધારણ સાથે કોઈ ચેડા નહી કરવા દે, ભાજપ સરકારે પટેલ સમાજને સ્પષ્ટ કહી દીધુ છે કે, બંધારણમાં કોઈ ફેરફાર નહી થાય અને અનામત મળી શકે તેમ નથી.

આટલે જ અટક્યા નહી, અને કહ્યું કે, ભાજપ સરકાર ક્યારે પણ બંધારણ સાથે કોઈ ચેડા નહી કરવા દે, ભાજપ સરકારે પટેલ સમાજને સ્પષ્ટ કહી દીધુ છે કે, બંધારણમાં કોઈ ફેરફાર નહી થાય અને અનામત મળી શકે તેમ નથી.

    નવસારી જીલ્લાના ગણદેવીના ધારાસભ્ય નરેશ પટેલ ભાન ભુલ્યા અને ના બોલવાનું બોલી કાઢતા રાજ્યના સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. નરેશ પટેલે પૂર્વ સીએમ આનંદીબેનના પદ છોડવા અને પાટીદાર અનામતને લઈ એવું ખુલ્લુ નિવેદન આપ્યું કે જે મુદ્દે ભાજપે પણ આજ દીન સુધી મગનું નામ મરી નથી પાડ્યું.

    પ્રાપ્ત માહિતી અનુસાર, ચીખલીના સુરખાઈ ગામે આદિવાસી લોકનાયક બિરસા મુંડાની જન્મ જયંતીનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ગણદેવીના ધારાસભ્ય નરેશ પટેલ સહિત મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ સમયે આદીવાસીઓને ખુશ કરવા માટે નરેશ પટેલે ભાન ભુલી એવું સંબોધન કર્યું કે, અગામી સમયમાં કદાચ તેઓ ભાજપના મોવડી મંડળના રોષનો ભોગ બની શકે છે.

    ધારાસભ્ય નરેશ પટેલે આદિવાસીઓને રિઝવવા પોતાના સંબોધનમાં કહ્યું કે, આદિવાસીઓની અનામત હંમેશા સુરક્ષિત જ રહેશે. પાટીદાર અનામત આંદોલનના સામે આદિવાસી અનામત સુરક્ષિત છે. અને રહેશે. પાટીદાર અનામત આંદોલનને લઈ હાર્દિક પટેલનો અસલી ચહેરો ઉઘાડો પડી ગયો છે.

    ધારાસભ્ય નરેશ પટેલ ભાન ભુલીને બોલ્યા કે, હાર્દિક પટેલના પાટીદાર અનામતના કારણે અમારા આનંદીબેન પટેલને સીએમનું પદ છોડી ઘરે બેસવું પડ્યું. તેઓ આટલે જ અટક્યા નહી, અને કહ્યું કે, ભાજપ સરકાર ક્યારે પણ બંધારણ સાથે કોઈ ચેડા નહી કરવા દે, ભાજપ સરકારે પટેલ સમાજને સ્પષ્ટ કહી દીધુ છે કે, બંધારણમાં કોઈ ફેરફાર નહી થાય અને અનામત મળી શકે તેમ નથી.

    ભાજપ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં આદિવાસીઓની ઓછી સંખ્યા રહેતા ધારાસભ્ય નરેશ પટેલ ચિંતાતૂર થઈ ગયા હતા. પાંખી હાજરીને લઈ મંત્રી ઈશ્વર પરમાર પણ અનુપસ્થિત રહ્યા હતા. 9 વાગ્યાનો કાર્યક્રમ બે કલાક બાદ પણ શરૂ તઈ શક્યો ન હતો, ધારાસભ્ય નરેશ પટેલે આખરે અડધો કલાક તૂર વગાડી નૃત્યથી લોકોને રિઝવવાનો પ્રયાસ પણ કર્યો હતો.

    ઉલ્લેખનીય છે કે, પાટીદાર અનામત અને આનંદીબેન પટેલના રાજીનામાને લઈ આજદીન સુધી ભાજપે પણ ખુલીને કોઈ સ્પષ્ટતા નથી આપી, ત્યારે નરેશ પટેલે આ સળગતા મુદ્દાને ફરી હવા આપવાનું કામ કરી દેતા, રાજ્યના સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવવાની સાથે-સાથે ભાજપના આંતરીક રાજકારણમાં જરૂર ખળભળાટ થઈ શકે છે.
    Published by:kiran mehta
    First published:

    Tags: Controversial statement, Gandevi, Gujarat BJP, Patidar Reservation, આનંદીબેન પટેલ, ભાજપ

    આગામી સમાચાર