નગરને પાણી પૂરું પાડવા માટે તૈયાર કરાઇ રહ્યાં છે નવા સ્ત્રોત. ઉનાળામાં વેઠવી પડતી તકલીફનો આંશિક અંત આવશે. 25 વર્ષના વિસ્તરણને ધ્યાનમાં રાખી કરવામાં આવી રહેલુ આયોજન
Navsari: દર વર્ષે 100 ઇંચથી વધુ વરસાદ વરસે છે પરંતુ વરસાદ પૂરા થયાના બે મહિનામાં જ પાણી પૂરું થવાની બૂમરાણો સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત સહિત અનેક રાજ્યોના શહેરોમાં જોવા મળી રહી છે. ત્યારે ગણદેવી નગરપાલિકા દ્વારા નગરજનોને પાણીની સમસ્યા ન મળે એ માટે નવા સ્ત્રોતો ઊભા કરી રહી છે. ગણદેવી નગરની પાણી પુરવઠા યોજનાને પાણી પૂરું પાડવા માટે ગણદેવી નગરપાલિકા દ્વારા પાણીના નવા સ્ત્રોતો શોધાઈ રહ્યાં છે. ગણદેવી નગરના આગામી 25 વર્ષના વિસ્તરણ અને વિકાસને ધ્યાનમાં રાખીને આ યોજનાને આકાર અપાયા બાદ તેમજ એ માટે જરૂરી પાણીનો પુરવઠો જથ્થો વિશાળ પ્રમાણમાં કાજી ઓવારા વેગણીયા નદીમાંથી મેળવવા માટે નવા આયોજનો પણ તૈયાર કરી મંજૂરી માટે મોકલાયા છે.
કાજી ઓવારે આવેલા એક જૂના કૂવાને કે જેમાં પાણીનો અખૂટ ભંડાર છે તેમજ વર્ષોથી અવાવરું અવસ્થામાં ખંડેર બની પડી રહેલો આ વાવનો કૂવો નગરપાલિકા દ્વારા વેગણીયા નદીના ઝરાઓ કૂવામાં પૂરતા પ્રમાણમાં ચાલુ કરાયા બાદ એને ચણતર કરી નવી મોટર પંપિંગ મૂકી તૈયાર કરી હવે એ કૂવાનું પાણી પણ નગરપાલિકાની પાણી પુરવઠા યોજના સાથે જોડી ટાંકીમાં પાડવાનો પ્રારંભ કરાયો છે.
ગણદેવી નગરની વિશાળ ક્ષમતાવાળી નવી પાણી પુરવઠા યોજનાને અંબિકા નદીમાં કૂવો ખોદી વિશાળ જથ્થામાં પાણીનો પુરવઠો મેળવવાની યોજના સદંતર નિષ્ફળ ગયા બાદ નવી પાણી પુરવઠા યોજનાને વિશાળ પ્રમાણમાં પાણીનો પુરવઠો મળી રહે તે માટેના સ્ત્રોતો વિકસાવવામાં આવ્યા છે જેને કારણે હવે ગણદેવીની જનતાને ભર ઉનાળે પાણી કાપને સામનો નહીં કરવો પડે ગણદેવી એ ગાયકવાડી નગરી તરીકે જાણીતી હતી અને વર્ષોથી અહીંયા જૂની વાવો અને કુવા ભરપૂર પ્રમાણમાં હતાં પરંતુ સમય જતા એની દેખરેખ ના અભાવના કારણે આ કુવા અને વાવો પુરાઈ ગયા હતા. જે હાલના ગણદેવી નગરપાલિકાના શાસકોએ શોધી અને વિકસાવી નગરમાં પાણી આપવાનું આયોજન કરી રહ્યું છે આ કાર્યથી ગણદેવીની અંદાજિત 25000 થી વધુ ની જનતાને લાભ થશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર