Home /News /south-gujarat /Navsari: ખેડૂતો મફતમાં લઇ શકે છે આ તાલીમ, ઉત્પાદન અને ગુણવત્તામાં થશે વધારો!
Navsari: ખેડૂતો મફતમાં લઇ શકે છે આ તાલીમ, ઉત્પાદન અને ગુણવત્તામાં થશે વધારો!
ખેડૂત
ખેડૂતો હવે રાસાયણિક ખાતર નો ઉપયોગ છોડી હવે પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે. ખેતી સાથે પુરક વ્યવસાય તરીકે પશુપાલન પણ અગત્યનો સ્ત્રોત છે.ખેરગામ તાલુકાની રેખાબેન રાજેન્દ્રભાઇ પટેલ સુભાષ પાલેકરની તાલીમ લઇ દસ વીઘા જમીનમાં પ્રાકૃતિક ખેતી કરે છે.
Navsari: નવસારી જિલ્લામાં ખેડૂતો હવે રાસાયણિક ખાતર નો ઉપયોગ છોડી હવે પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે. ખેતી સાથે પુરક વ્યવસાય તરીકે પશુપાલન પણ અગત્યનો સ્ત્રોત છે.ખેરગામ તાલુકાની રેખાબેન રાજેન્દ્રભાઇ પટેલ સુભાષ પાલેકરની તાલીમ લઇ દસ વીઘા જમીનમાં પ્રાકૃતિક ખેતી કરે છે. રેખાબેન વિવિધ સંસ્થા સાથે મુલાકાત લઇ માહિતી મેળવી, વૈજ્ઞાનિક ઢબે ખેતી કરવાના હેતુ સાથે આત્મા પ્રોજેકટમાં જોડાઇ.
રેખાબેને તાલીમ લઇ પોતાના ખેતરમાં શેરડી, આંબા, હળદર, સુરણ, રતાળુ કંદ જેવા વિવિધ પાકો થકી સારી આવક મેળવે છે. રેખાબેન પટેલ અગાઉ રાસાયણિક ખાતરનો ઉપયોગ કરી ખેતી કરતા હતાં. પરંતુ તેમા ખર્ચ વધુ અને આવક ઓછી મળતી હતી. જેથી તેઓ આત્મા પ્રોજેકટ, ખેતીવાડી વિભાગ, બાગાયત વિભાગની મુલાકાત લઇ તેઓના માર્ગદર્શનથી પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા. જેનાથી તેનો ખર્ચ પણ ઘટયો અને ઉત્પાદનમાં વધારો સાથે પાકોની કવોલટીમાં પણ સુધારો થયો છે તેમ જણાવ્યું હતું.
તેઓએ પ્રાકૃતિક ખેતી કરવા ત્રણ જેટલી સારી જાતની ગાયો રાખી તેની માવજત કરે છે. રેખાબેન પટેલ આજે રાજય સરકારની બાગાયત વિભાગ, આત્મા પ્રોજેકટ, ખેતીવાડી વિભાગ દ્વારા મળતી વિવિધ સહાયનો લાભ લઇ પ્રાકૃતિક ખેતી કરી વર્ષે ત્રણ થી ચાર લાખ જેટલી આવક મળવાથી તેમનો પરિવાર આજે પગભર થયો છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર