Home /News /south-gujarat /Navsari news: ચીખલી, વાસંદા અને નવસારી તાલુકામાં ભૂકંપના આંચકા, 15 દિવસમાં બીજીવાર ધરા ધ્રુજતા લોકો ગભરાયા

Navsari news: ચીખલી, વાસંદા અને નવસારી તાલુકામાં ભૂકંપના આંચકા, 15 દિવસમાં બીજીવાર ધરા ધ્રુજતા લોકો ગભરાયા

ચીખલી, વાસંદા અને નવસારી તાલુકામાં ભૂકંપના આંચકા

Earthquake in Navsari: ચીખલી, વાસંદા અને નવસારી તાલુકામાં સોમવારે મોડી રાતે 12:10 કલાકે 3.2 રિક્ટર સ્કેલનો આંચકો અનુભવાયો હતો. 15 દિવસમાં ભૂકંપનો આ બીજો આંચકો આવતા લોકોમાં ભયનો માહોલ છવાયો હતો

નવસારી : ચીખલી, વાસંદા અને નવસારી તાલુકામાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. સોમવારે મોડી રાતે 12:10 કલાકે 3.2 રિક્ટર સ્કેલનો આંચકો અનુભવાયો હતો. આ પહેલા પણ ઓગસ્ટમાં નવસારીમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જેની તીવ્રતા 2.9 હોવાનું જાણવા મળ્યું હતુ.

ચીખલી, વાસંદા અને નવસારી તાલુકામાં સોમવારે મોડી રાતે 12:10 કલાકે 3.2 રિક્ટર સ્કેલનો આંચકો અનુભવાયો હતો. કંપનું કેન્દ્રબિંદુ નવસારીથી 29 કિલોમીટર દૂર નોંધાયું હતુ.

15 દિવસમાં ભૂકંપનો આ બીજો આંચકો આવતા લોકોમાં ભયનો માહોલ છવાયો હતો. નોંધનીય છે કે, ઓગસ્ટમાં આવેલા ભૂકંપના આંચકાનું કેન્દ્ર બિંદુ ભીનાર ગામે નોંધાયું હતુ. સરકારી કચેરીઓ સહિત રહેણાંક વિસ્તારના લોકો બહાર નીકળી ગયા હતા. ભૂકંપને કારણે લોકોમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો.

ગુજરાતના અન્ય સમાચાર


સુરતમાં ફાયરિંગ

સુરત શહેરના ચોક બજાર વિસ્તારમાં સૂર્યા મરાઠી ગેંગના સાગરીત સફી શેખ નામના ઈસમ પર ફાયરિંગની ઘટના બની હતી. ઘટનાને પગલે પોલીસે તાત્કાલિક જુદી જુદી ટીમો બનાવી કુલ ચાર આરોપીની ધરપકડ કરવામાં આવી છે. એમાંથી ત્રણ આરોપી જુવેનાઇલ હોવાનું સામે આવ્યું છે. સુરતના ચોક બજાર વિસ્તારમાં આવેલા રોયલ ઓટો નામની દુકાનની બહાર ફાયરિંગની ઘટના બની હતી. સફિ સેખ નામનો વ્યક્તિ ત્યાં બેઠો હતો. તે દરમિયાન તેના પર ફાયરિંગ થયું હતું. આ ફાયરિંગમાં સફી શેખ ઈજાગ્રસ્ત થતા તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. (આ અંગે સંપૂર્ણ માહિતી અહીંથી મેળવો)
સરદાર સરોવર ડેમની સપાટીમાં વધારો

સરદાર સરોવર ડેમની સપાટીમાં વધારો નોંધાયો છે. મંગળવારે સવારે ડેમની સપાટી 135.93 મીટર પર પહોંચી હતી. ઉપરવાસમાંથી હાલ ડેમમાં 4,12841 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. બીજી તરફ ડેમમાંથી 4,12547 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. હાલ ડેમના 23 દરવાજા 2.5 મીટર સુધી ખોલીને નર્મદા નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે. પાણી છોડવામાં આવતા નર્મદા નદીના કાંઠા વિસ્તાર નર્મદા, વડોદરા, ભરૂચને એલર્ટ કરવામાં આવ્યા છે. (આ અંગે સંપૂર્ણ માહિતી અહીંથી મેળવો)
First published:

Tags: ગુજરાત, નવસારી, ભૂકંપ

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો