Home /News /south-gujarat /Bharuch: દહેજમાં ભારત રસાયણમાં ધડાકા સાથે આગ લાગી, 25 લોકો ઘાયલ, 10ની હાલત ગંભીર

Bharuch: દહેજમાં ભારત રસાયણમાં ધડાકા સાથે આગ લાગી, 25 લોકો ઘાયલ, 10ની હાલત ગંભીર

આ આગની ઘટનામાં કંપનીમાં કામ કરતા 25 જેટલા કામદારો ફસાયા હોવાનું સામે આવ્યું છે.

દહેજમાં આવેલી ભારત રસાયણમાં ધડાકાભેર આગ લાગતાની સાથે જ આજુબાજુના વિસ્તારના લોકોમાં ગભરાટ ફેલાઇ ગઇ છે. હાલમાં આ આગની ઘટનામાં કંપનીમાં કામ કરતા 25 જેટલા કામદારો ફસાયા હોવાનું સામે આવ્યું છે. ત્યાં જ 25થી વધુ કામદારો ઘાયલ થયા છે. ઘટનાની જાણ થતા જ વહીવટી તંત્ર અને ફાયર બ્રિગેડ ઘટના સ્થળે રવાના થઇ ગઇ છે.

વધુ જુઓ ...
ભરૂચના દહેજ (Dahej) માં આવેલી ભારત રસાયણ (Bharat Rasayan Fire)માં ધડાકા સાથે આગ લાગી (Fire) છે અને આ આગ એટલી ભયાનક છે કે, આકાશમાં ધુમાડાના ગોટેગોટા દૂર-દૂર સુધી જોઇ શકાય છે. દહેજમાં આવેલી ભારત રસાયણમાં ધડાકાભેર આગ લાગતાની સાથે જ આજુબાજુના વિસ્તારના લોકોમાં ગભરાટ ફેલાઇ ગઇ છે. હાલમાં આ આગની ઘટનામાં કંપનીમાં કામ કરતા 25 જેટલા કામદારો ફસાયા હોવાનું સામે આવ્યું છે. ત્યાં જ 25થી વધુ કામદારો ઘાયલ થયા છે. ઘટનાની જાણ થતા જ વહીવટી તંત્ર અને ફાયર બ્રિગેડ ઘટના સ્થળે રવાના થઇ ગઇ છે.



ભરૂચના દહેજમાં આવેલી ભારત રસાયણ કંપની ખુબ જ મોટી છે અને અહીંં મોટી સંખ્યામાં લોકો કામ કરે છે. જોકે ભારત રસાયણમાં કેવી રીતે આગ લાગી તે અંગે હજુ સુધી કોઇ જાણકારી સામે આવી નથી. પરંતુ એવી માહિતી પણ સામે આવી રહી છે કે, ભારત રસાયણ કંપનીમાં જે કામદારો કામ કરવા ગયા હતા તેમાંથી ઘણા કામદારો હાલમાં મિસિંગ છે અને તેમને શોધવામાં આવી રહ્યા છે.

આ પણ વાંચો- Places of Worship Act: શું છે પૂજા સ્થળ કાયદો, જ્ઞાનવાપી અને મથુરા જેવી બાબતોમાં શું હશે તેની ભૂમિકા

ભારત રસાયણમાં આગ લગ્યા બાદ તરત જ લોકોમાં ભગદડ મચી ગઇ હતી. આ ભગદડમાં ઘણા લોકો ઘાયલ થયા હોવાની પણ માહિતી સામે આવી રહી છે. જોકે આગની ઘટનાની જાણ થતા જ 7 થી 8 જેટલી ફાયરબ્રિગેડની ગાડીઓ આગ પર કાબૂ મેળવવા માટે પહોંચી ગઇ છે. સાથે જ આજુબાજુના ફાયર ફાઇટરોને પણ આ અંગે જાણ કરી દેવામાં આવી છે.

આ પણ વાંચો- રાજસ્થાનથી મળી આવેલ RDX કેસમાં મોટો ખુલાસો, આરોપીઓએ અમદાવાદની લીધી હતી મુલાકાત

આગની આ ઘટના એટલી મોટી છે કે આસપાસની ફેક્ટરી અને સ્થાનિક લોકોમાં પણ ડરનો માહોલ છે. આગ લાગવા પાછળનું કારણ હજુ સુધી સામે આવ્યું નથી પરંતુ સ્થાનિક લોકો અનુસાર આ ઘટનામાં કેટલાક લોકોના મૃત્યુ થયા હોઇ શકે છે. જોકે આ અંગે હજુ સુધી કોઇ સત્તાવાર માહિતી આપવામાં આવી નથી.
First published:

Tags: Bharuch, Dahej, Fire in Factory

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો