વાપી: સટોડીયા માટે લાલબત્તી સમાન કિસ્સો, પૈસા વસુલવા બુકીએ યુવકને નગ્ન કરી માર મારી Video બનાવ્યો

વાપી: સટોડીયા માટે લાલબત્તી સમાન કિસ્સો, પૈસા વસુલવા બુકીએ યુવકને નગ્ન કરી માર મારી Video બનાવ્યો
ત્રણ આરોપીની ધરપકડ કરવામાં આવી

બુકીઓએ યુવાનને નગ્ન કરી તેનો એક વિડિઓ પણ બનાવવામાં આવ્યો હતો, અને ત્યારબાદ તાત્કાલિક બાકી નીકળતા રૂપિયા ચૂકવવા ધમકી પણ આપવામાં આવી

 • Share this:
  ભરતસિંહ વાઢેર, વાપી:  વાપીમાં આઇપીએલમાં સટ્ટામાં હારેલા રૂપિયા કઢાવવા બુકીઓએ યુવકનું અપહરણ કરી તેને મારમારી નગ્ન કરી વિડિયો બનાવ્યો અને વાયરલ કરવાની ધાક-ધમકી આપી. જોકે ભોગ બનેલા યુવકે આખરે પોલીસનું શરણ લેતા, પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે. આમ આઈપીએલની મેચ પર સટ્ટો રમતા લોકો માટે વાપીનો આ કિસ્સો લાલબત્તી સમાન છે.

  અત્યારે આઇ પી એલ ક્રિકેટની મોસમ ખીલી છે, જેથી હવે ક્રિકેટ સટોડિયા પણ લાખો કમાવવા મેદાનમાં આવી ગયા છે, ત્યારે સટ્ટાની લતમાં કેટલાય જીવનભરની પૂંજી હારી જતા હોય છે, અને લાખોનું દેવું થઇ જતા બૂકીઓ સામાન્ય લોકોનું જીવન બરબાદ કરી નાખતા પણ અચકાતા નથી. ત્યારે વાપીમાં આઈપીએલના સટ્ટામાં હારેલા રૂપિયાની ઉઘરાણીના કારણે એક વ્યક્તિનું જીવન બરબાદ થઇ ગયું છે, અને સટ્ટાના રૂપિયા મેળવવા શરુ થયો એક ખેલ.  આ પી એલ ક્રિકેટ ટુર્નામેન્ટ દરમિયાન કરોડો રૂપિયાનો સટ્ટો લગાવવામાં આવતો હોય છે, ત્યારે રાજ્યમાં આપીએલમાં લાખો રૂપિયાની હાર જીત થાય છે. કોઈ જીતે છે અને કોઈ હારે છે. વાપીના એક યુવકે બે વર્ષ પહેલા આઈપીએલના ક્રિકેટના સટ્ટામાં 2.30 લાખ રૂપિયા હારી ગયો હતો, અને આ રૂપિયાની ઉઘરાણી આ યુવાન માટે જીવનું જોખમ બની ગઈ છે. આ યુવાનનું ગઈ 23 સપ્ટેમ્બરના રોજ અપહરણ કરવામાં આવ્યું હતું. આ યુવાનને 4 કલાક ગોંધી રાખવામાં આવ્યો હતો, અને ત્યારબાદ ત્રણ સટોડિયાઓએ ઢોર માર પણ માર્યો હતો.

  આ પણ વાંચોસુરત: 'તુ મને કેમ સાથે નથી રાખતી', પતિએ ચપ્પાથી હુમલો કરી પત્નીને જાહેરમાં લોહી લુહાણ કરી દીધી

  વાત આટલે અટકી નહીં, બુકીઓએ યુવાનને નગ્ન કરી તેનો એક વિડિઓ પણ બનાવવામાં આવ્યો હતો, અને ત્યારબાદ તાત્કાલિક બાકી નીકળતા રૂપિયા ચૂકવવા ધમકી પણ આપવામાં આવી હતી. આ પઠાણી ઉઘરાણીથી કંટાળેલ યુવાને વાપી પોલીસની મદદ લીધી છે. ફરિયાદ દાખલ થતા જ, વાપી પોલીસે પણ આ મામલે તાત્કાલિક પગલાં લેતા 3 આરોપીની ધરપકડ કરી લીધી છે. અપહરણમાં મુખ્ય માસ્ટર માઈન્ડ મનોજ ઉર્ફે પપ્પુ કાળીયો છે, અને તેના સાથીદાર યશ અને પિયુષ તેની અપહરણમાં મદદમાં હતા. પોલીસે ત્રણેય આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરી છે.

  આ અપહરણમાં તો યુવાનનો જીવ બચી જવા પામ્યો છે પરંતુ સટ્ટાની લતમાં અનેક પરિવાર ખુવાર થતા વાર નથી લાગતી. વાપી પોલીસે તમામ 3 આરોપીના કોરોના ટેસ્ટ કરાવી કાયદેસરની કાર્યવાહી શરુ કરી છે, ત્યારે આ સટોડિયાઓ અન્ય કોઈ નિર્દોષ પાસે પણ આજ રીતે નગ્ન કરી વિડિઓ બનાવી બ્લેકમેલ કર્યું નથી, તે દિશાઓમાં પણ વાપી પોલીસ તપાસ શરુ કરી છે.
  Published by:kiran mehta
  First published:September 25, 2020, 23:18 pm