Home /News /south-gujarat /કુદરતનો કરિશ્મા! નવસારીમાં Corona ગ્રસ્ત મહિલાએ સ્વસ્થ્ય બાળકને આપ્યો જન્મ

કુદરતનો કરિશ્મા! નવસારીમાં Corona ગ્રસ્ત મહિલાએ સ્વસ્થ્ય બાળકને આપ્યો જન્મ

COVID_19 હોસ્પિટલમાં સ્વસ્થ બાળકને જન્મ આપવાની પ્રથમ ઘટનાને નવસારી જીલ્લાના લોકો કુદરતી કરિશ્માથી ઓછું નથી સમજી રહ્યા.

COVID_19 હોસ્પિટલમાં સ્વસ્થ બાળકને જન્મ આપવાની પ્રથમ ઘટનાને નવસારી જીલ્લાના લોકો કુદરતી કરિશ્માથી ઓછું નથી સમજી રહ્યા.

    ભાવિન પટેલ, નવસારી : વિશ્વ સહિત રાજ્યમાં હાહાકાર મચાવી રહેલ કોરોના વાયરસને કારણે સંક્રમિત થયેલ દર્દીઓની સંખ્યામાં દિનપ્રતિદિન વધારો થઇ રહ્યો છે ત્યારે નવસારી જીલ્લામાં પણ કોરોના સંક્રમિત થયેલ દર્દીઓની સંખ્યા 06 પર પોહંચી છે જેને લઇ આરોગ્ય વિભાગ સહિત નવસારી જીલ્લા વહિવટી તંત્ર સતર્ક બન્યું છે.

    કોરોનાનો કહેર દિવસે ને દિવસે વધી રહ્યો છે જેને લઇ કોરોનાથી સંક્રમિત લોકોની સંખ્યાથી હોસ્પિટલો ઉભરી રહી છે ત્યારે નવસારી જિલ્લામાં બે દિવસ પેહલા એક ગર્ભવતી મહિલાને કોરોના પોઝેટીવ કેસ સામે આવતા આરોગ્ય વિભાગ સહિત તંત્ર દોડતું થયું હતું જેને લઇ મહિલાને નવસારીની COVID_19 હોસ્પિટલમાં સારવાર હેઠળ રાખવામાં આવી હતી

    નવસારી જિલ્લાના ટાંકલ ગામના હનુમાન ફળિયામાં રહેતા રશ્મિબેન જતિન પટેલમાં 28-04-2020ના રોજ આરોગ્ય વિભાગ દ્વારા શંકાસ્પદ લક્ષણો દેખાતા સેમ્પલ લેવામાં આવ્યા હતા જે બીજા દિવસે મહિલાનો કોરોના રિપોર્ટ પોઝેટીવ આવતા આરોગ્ય વિભાગની મુશ્કેલીમાં વધારો થયો હતો.



    પરંતુ આજે કોરોના પોઝેટીવ ગર્ભવતી મહિલાએ બાળકને COVID_19 હોસ્પિટલમાં જન્મ આપતા આરોગ્ય વિભાગે મહિલા સહિત બાળકનું આરોગ્ય ચેકઅપ કરવામાં આવતા મહિલા સહિત બાળક સ્વસ્થ હોવાનું બહાર આવ્યું હતું પરંતુ નવજાત બાળકની માતા કોરોના પોઝેટીવ હોય આરોગ્ય વિભાગ દ્વારા બાળકના કોરોના રીપોર્ટ કરવામાં આવવાની શક્યતા રહેલી છે.

    કોરોના સંક્રમણના હાહાકાર વચ્ચે નવસારીમાં કોરોના પોઝેટીવ ગર્ભવતી મહિલાએ નવસારીની COVID_19 હોસ્પિટલમાં સ્વસ્થ બાળકને જન્મ આપવાની પ્રથમ ઘટનાને નવસારી જીલ્લાના લોકો કુદરતી કરિશ્માથી ઓછું નથી સમજી રહ્યા.
    First published:

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन