નવસારીઃ સી.આર.પાટીલના સંસદીય મત વિસ્તારમાં નગર સેવકોના corona નિયમોના જાહેરમાં ધજાગરા

નવસારીઃ સી.આર.પાટીલના સંસદીય મત વિસ્તારમાં નગર સેવકોના corona નિયમોના જાહેરમાં ધજાગરા
નિયમોનો તોડતા ભાજપના કાર્યકર્તા

ભાજપના નેતાઓ તેમજ હોદ્દેદારો દ્વારા વારંવાર સોશિયલ ડિસ્ટન્સ સહિત માસ્ક વગર જાહેરમાં કાર્યક્રમો કરતા હોવાની ઘટના આવી રહી છે.

 • Share this:
  ભાવિન પટેલ, નવસારીઃ જીલ્લાના બીલીમોરા શહેરની એક એવી ઘટના સામે આવી છે કે જેમાં કોરોનાના નિયમોને (coronavirus guideline) લઇ નવસારી ભાજપના (Navsari BJP) હોદ્દેદારોએ વારંવાર ઉલાળ્યો કર્યો છે. ભાજપના નેતાઓ તેમજ હોદ્દેદારો દ્વારા વારંવાર સોશિયલ ડિસ્ટન્સ સહિત માસ્ક વગર જાહેરમાં કાર્યક્રમો કરતા હોવાની ઘટના આવી રહી છે.

  હવે બીલીમોરા શહેર ભાજપ સંગઠનના હોદ્દેદારોની નિમણુંક કરવામાં આવી હતી. જેમાં શહેર ભાજપ પ્રમુખ પ્રમુખ વિજયભાઈ પટેલ, મહામંત્રી રમેશભાઈ રાણા અને મનહર પટેલનીની નિયુક્તિ બાદ અભિવાદન કરવામાં ભાન ભૂલેલા બીલીમોરા પાલિકાના પદાધિકારીઓ એવા કારોબારી અધ્યક્ષ સુચેતા દુશાને સહિત શાશક પક્ષના નેતા હરીશ ઓડએ માસ્ક ન પહેરવા સહિત સોશિયલ ડીસ્ટન્સનું પાલન પોતે તો કર્યું ન હતું અને સાથે બીજા કાર્યકર્તાઓ ને પોતાની જોડે ભેગા રાખી જાહેરમાં કોરોનાના નિયમોનો ભંગ કર્યો હતો.  ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના (Gujarat BJP president C.R. Patil) નજીકના ગણાતા એવા બીલીમોરા પાલિકાના કારોબારી અધ્યક્ષ સુચેતા દુશાને જાહેરમાં માસ્ક વગર અભિવાદન કાર્યક્રમમાં દેખાતા નજરે ચડતા કાર્યકર્તાઓમાં કચવાટ થયો હતો. એક બાજુ માસ્ક વગર જાહેરમાં સામાન્ય વ્યક્તિઓને 1000 રૂપિયા દંડતી પોલીસ પણ બીલીમોરા ભાજપના હોદ્દેદારોને છાવરતી હોવાની ચર્ચાઓ આ કાર્યક્રમમાં ઉઠવા પામી હતી.

  આ પણ વાંચોઃ-લો બોલો! લગ્ન તોડાવવા માટે હાયર કરવામાં આવે છે લોકો, ફી જાણીને તમે ચોંકી જશો

  આ પણ વાંચોઃ-ખિસ્સામાં પડેલા એક રૂપિયાથી તમે ખરીદી શકો છો આટલી બધી વસ્તુઓ

  આ પણ વાંચોઃ-ઓગસ્ટમાં રેકોર્ડ સ્તરથી સોનામાં રૂ.5500 અને ચાંદીમાં રૂ.8,000નો કડાકો, મહિનામાં કેવી રહી Gold-Silveની ચાલ?

  જીલ્લા પોલીસે છેલ્લાં કેટલાક દિવસમાં માસ્ક વગર ફરતા લોકોને 1000 રૂપિયા પ્રમાણે દંડ્યા છે. પરંતુ બીલીમોરા પોલીસ આવા પદાધિકારીઓ સામે મૂકપ્રેક્ષક બની છાવરી રહી છે. એમ આવા સરકારના નીતિ નિયમોનું પાલન ન કરનારા અને સત્તાના નશામાં ભાન ભૂલેલા બીલીમોરા પાલિકાના પદાધિકારીઓ એવા કારોબારી અધ્યક્ષ સુચેતા દુશાને સહિત શાશક પક્ષના નેતા હરીશ ઓડના વિરુદ્ધ પોલીસ કોઈ દંડાત્મક કાર્યવાહી કરશે કે પછી સત્તા આગળ બીલીમોરા પોલીસ પણ આવા લોકોને બક્ષી કોઈ સામાન્ય વ્યક્તિ પાસેથી દંડ વસૂલી પોતાનો ટાર્ગેટ પૂર્ણ કરશે એ જોવું રહ્યું.

  બીલીમોરા શહેર ભાજપ પ્રમુખ તરીકે નવનિયુક્ત પ્રમુખ વિજય પટેલ આ બાબતે પોતાની પાર્ટીના આવા પદાધિકારીઓને નિયમોનું પાલન કરવાની સાથે પાર્ટીમાં શિસ્તતા લાવે એવી કાર્યકર્તાઓમાં માંગ ઉઠી છે. જયારે વૈશ્વિક મહામારી કોરોના સામે જો આપે રક્ષણ મેળવવું હોય અને માસ્ક પણ નથી પહેરવું અને દંડ પણ નથી ભરવો તો આપ કોઈ રાજકીય પાર્ટી સાથે જોડાઈને બચી શકો છો એ વાત પણ નિશ્ચિત છે.
  Published by:ankit patel
  First published:September 01, 2020, 19:55 pm