રસ્તાની બાજુએ રોપાયેલું એક વૃક્ષ કોઈ વિઘ્નસંતોષીએ તોડી નાખ્યું હતું, જેના કારણે પર્યાવરણપ્રેમીઓમાં રોષની લાગણી ફેલાઇ હતી. આ વૃક્ષ કાપી નાંખતા પર્યાવરણ પ્રેમીઓમાં રોષ વ્યાપ્યો સાથે સોશિયલ મીડિયા પર આ બાબતે રોષ વ્યક્ત કર્યો હતો. આ સમગ્ર ઘટનાના CCTV સામે આવ્યા છે
Navsari: રસ્તાની બાજુએ રોપેલા વૃક્ષ અજાણ્યાએ કાપી નાંખતા રોષવૃક્ષોની માવજત એ હાલના સમયની માંગ છે. જે માટે સરકાર તેમજ વિવિધ સામાજિક સંસ્થાઓ વૃક્ષારોપણ કરી રહી છે. અને તેની માવજત કરવા પ્રણ લઇ રહ્યા છે. ત્યારે બીલીમોરાની વૃક્ષારોપણ કરતું હરિયાળી ગ્રુપ બીલીમોરાને હરિયાળું રાખવા અને પર્યાવરણ માટે વૃક્ષનું માવજત માટે પરસેવો પડી મોટા પ્રમાણમાં વૃક્ષો વાવ્યા છે.
બીલીમોરા પંથકમાં કોઈને નડતરરૂપ નહીં થાય એ પ્રમાણે વૃક્ષ રોપવામાં આવ્યા છે. થોડા સમય અગાઉ જ એલ.એમ.પી શાળા સામે રોપાયેલું એક વૃક્ષ કોઈ વિઘ્નસંતોષીએ તોડી નાખ્યું હતું, જેના કારણે પર્યાવરણપ્રેમીઓમાં રોષની લાગણી ફેલાઇ હતી. આ વૃક્ષ કાપી નાંખતા પર્યાવરણ પ્રેમીઓમાં રોષ વ્યાપ્યો સાથે સોશિયલ મીડિયા પર આ બાબતે રોષ વ્યક્ત કર્યો હતો.
આ સમગ્ર ઘટનાના CCTV સામે આવ્યા છે જેમાં એક શખ્સ ગાડીમાંથી ઉતરી વૃક્ષ તોડી રહ્યો એવું સીસીટીવીમાં દેખાઈ રહ્યું છે. વૃક્ષ નડતું નહીં હોવા છતાં જાણી જોઈને તોડી નાંખતા આ બાબતે ગ્રુપના સભ્યોએ ફરિયાદ કરવાનું મન બનાવ્યું છે. આ અગાઉ પણ આજ સ્થળે થી વૃક્ષ કાપી નંખાયું હતું. આ બાબતે બીલીમોરા નગરપાલિકા પોતે પણ પર્યાવરણ ક્ષેત્ર ના ખૂબ રસ થી સહકાર આપે છે. પોતે પણ હરિયાળી પ્રોજેક્ટ માં સહભાગી છે ત્યારે આ સપ્તપર્ણીનું વૃક્ષ જેણે કાપ્યું હોય તેને શોધી તેની પાસે દસ ગણા વૃક્ષો ઉછેરવાનો સંકલ્પ લેવડવામાં આવે એવી લાગણી પ્રકૃતિ પ્રેમીઓ વ્યક્ત કરી રહ્યા છે.
હરિયાળી ગ્રુપ દ્વારા આ બાબતે પોલીસને પણ ફરિયાદ કરી કાર્યવાહી કરવા માંગ કરી છે. વારમવાર આવી ઘટના સામે આવતા આગામી દિવસોમાં પર્યાવરણપ્રેમીઓ પોલીસ ફરિયાદકરે તેવી શક્યતા જણાઈ રહી છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર