નવસારી : ગણદેવીમાં યુવકને ડેમમાં સ્ટંટ કરવો ભારે પડ્યો! જોખમી કૃત્યનો Live Video

નવસારીમાં જોખમી સ્ટન્ટ કરવો ભારે પડ્યો યુવકનો વીડિયો વાયરલ

Navsari Stunt Viral Video: નવસારીના દેવધા ડેમ પર જોખમી સ્ટન્ટ કરવાનું યુવાનને પડ્યું ભારે, ચોમાસામાં ભૂલથી પણ કરશો આવી ભૂલ

 • Share this:
  નવસારી : ચોમાસામાં (Monsoon Flood) નદીમાં પૂર આવે એ વખતે તેને ઓળંગવા જતા અથવા તો કોઝ-વે પરથી પસાર થવા જતી વેળાએ લોકોના તણાવાની અને ડૂબવાની ઘટનાઓ સતત આવી રહી છે. આવી ઘટનામાં લોકોના જીવ ગયા હોવાના અનેક ઉદાહરણો છે છતાં લોકો પોતાનો જીવ જોખમમાં નાખતા હોય છે. ગઈકાલે રાજકોટમાં એક છકડો નદીમાં તણાયો હોવાનો વીડિયો સામે આવ્યો હતો ત્યારે આજે નવસારીના ગણદેવીના દેવધા ડેમ (Car Slipped in Devdha Dam Navsari Gandevi) પર જોખમી સ્ટન્ટ કરવા જતા યુવકની કાર ડેમના કેચમેન્ટમાં ફસાઈ હતી. આ ઘટનાનો લાઇવ વીડિયો સામે (Live video went Viral) આવ્યો છે.

  દેવધા ડેમમાં પાણીની ભરપૂર આવક હોવાના લીધે લોકોનો ધસારો છે તેવામાં સ્ટન્ટ કરવા જતા યુવકની કાર દેવધા ડેમના કેચમેન્ટમાં ફસાઈ હતી. ધમસતા પ્રવાહમાં લાલ કલરની આ કારમાં ફસાયેલા ચાલકે સમયસૂચકતા વાપરતા તે બહાર આવી ગયો હતો પરંતુ કાર ફસાઈ ગઈ હતી. ફસાયેલા યુવકની ઓળખ નવસારી જિલ્લાના કૉંગ્રેસ કિસાન મોરચના નેતા યશ દેસાઈ તરીકેની હોવાનું સામે આવ્યું હતું.  આ ડેમમાં ગાડી ફસાઈ ત્યારે લોકોનો એક સમય લોકોનો જીવ અદ્ધર થઈ ગયા હતા. જોકે, યુવકે સમયસૂચકતા વાપરતા તેનો જીવ બચી ગયો હતો. આ યુવકની કારનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યો છે ત્યારે આ પ્રકારના સ્ટન્ટ કરવાનું ટાળવું જોઈએ.

  આ પણ વાંચો :  રાજકોટ : ઉદ્યોગપતિ કિશન શાહ પોતાની જીદના કારણે પહોંચ્યા મોતના મુખમાં, બચી ગયેલા ડ્રાઇવરે જણાવી સમગ્ર કહાણી

  ગઈકાલે ગોંડલમાં છકડા સાથે ચાલક ફસાયો હતો

  ગઈકાલે ગોંડલના વાસાવડ ગામે ગોળી નદી પર આવેલા કોઝવે પરથી પસાર થવા જતા એક છકડાનું એન્જિન અચાનક બંધ પડી ગયું હતું. આ છકડો જોત જોતામાં તણાવા લાગ્યો હતો. દરમિયાનમાં તે ચાલક છકડા સાથે તણાવા લાગ્યો હતો. જોકે, લપસી જવા છચા આ ચાલકનો બચાવ થયો હતો ત્યારે આ પ્રકારના જોખમ ન ખેડવા જોઈએ.

  રાજકોટમાં ઉદ્યોગપતિ કાર સાથે તણાયા હતા

  ઉલ્લેખીય છે કે રાજકોટ જિલ્લામાં આ પ્રકારે જ નદી ઓળંગવા જતા છાપરા પાસે પેલિકેન કંપનીના માલિક કિશન શાહ તેમના બે ડ્રાઇવરો સાથે તણાયા હતા. આ ઘટનાને વધારે સમય થયો નથી. કિશન શાહ તેમની કાર સાથે શ્યામ સાધુ અને સંજય બોરિચા નામના ડ્રાઇવર સાથે તણાઈ ગયા હતા. ઘટનામાં કિશન તેમજ શ્યામનું મોત થયું હતું જ્યારે ગાડીને બહાર નીકળી ગયેલા સંજનના હાથમાં ઝાડની ડાળી આવી જતા તેનો બચાવ થયો હતો. આમ આવી ઘટનામાંઓ જોખમ ન લેવું જોઈએ
  Published by:Jay Mishra
  First published: