નવસારી: વેસ્મા ગામ નજીક બસ અને કાર વચ્ચે ગોઝારો અકસ્માત થયો છે. જેમાં કારમાં સવાર 8 લોકો તથા બસમાં સવાર એક વ્યક્તિનું કરૂણ મોત નીપજ્યું છે. જે સાથે 30 લોકોને ગંભીર ઇજા થઇ છે. આ બસ અમદાવાદથી મુંબઈ જઇ રહી હતી.
એક ગંભીર ઇજાગ્રસ્ત
આ ગોઝારા અકસ્માતમાં ઇજા પામેલા કુલ 11 લોકોને નવસારીની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. 17 લોકોને વલસાડ ખાતે ડોક્ટર હાઉસમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા અને એકને વધુ ઇજા પહોંચતા સુરત સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. આ અકસ્માતમાં કુલ 28 લોકોને ઇજા અને 9 લોકોનાં મૃત્યું થયા.
અકસ્માત બાદ કારની સ્થિતિ
ક્રેનની મદદથી બસને ખસેડાઇ
નેશનલ હાઇવે નંબર 48 પર આ ગોઝારો અકસ્માત થતા નવસારી જિલ્લા પોલીસ વડા સહિતના અધિકારીઓ ઘટના સ્થળ પર પહોંચ્યા છે.
ખાનગી બસ
ક્રેનની મદદથી બસને સાઈડ ઉપર કરવામાં આવી હતી. જે બાદ ટ્રાફિક રાબેતા મુજબ શરૂ કરવામાં આવ્યો છે.
અકસ્માત બાદ કારની સ્થિતિ
કાર પલટીને રોંગ સાઇડ પર ગઇ
આ અંગે મળતી માહિતી પ્રમાણે, ખાનગી બસ અમદાવાદથી શતાબ્દી મહોત્સ્વ જોઇને વલસાડ પરત આવી રહી હતી. જ્યારે ફોર્ચ્યૂનર કાર વલસાડ થઇને ભરૂચ જતી હતી. આ કાર ડિવાઇડર કુદાવીને રોંગ સાઇડ જતી રહી હતી.
જ્યાં તે બસ સાથે ધડાકાભેર અથડાઇ હતી. જે બાદ કારમાં સવાર તમામ લોકોનાં મોત નીપજ્યા છે. આ તમામ લોકો ભરૂચની ફાર્મા કંપનીમાં કામ કરતા હતા. જ્યારે બસમાં સવાર તમામ મુસાફરો વલસાડનાં છે.
Published by:Kaushal Pancholi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર