Home /News /south-gujarat /નવસારીઃ કોલેજમાં ભણતા પ્રેમી પંખીડાનો ઝાડ પર દુપટ્ટો બાંધી આપઘાત

નવસારીઃ કોલેજમાં ભણતા પ્રેમી પંખીડાનો ઝાડ પર દુપટ્ટો બાંધી આપઘાત

આપઘાત કરેલા પ્રેમી પંખીડા

નવસારીના ચીખલીના ખેરગામ કોલેજમાંઅભ્યાસ કરતા પ્રેમી પંખીડા જીવવની પરીક્ષામાં નાસીપાસ થતાં ગળે ફાંસો ખાઇ મોતને વ્હાલું કર્યું હતું

    ન્યૂઝ18ગુજરાતીઃ નવસારીના ચીખલીના ખેરગામ કોલેજમાંઅભ્યાસ કરતા પ્રેમી પંખીડા જીવવની પરીક્ષામાં નાસીપાસ થતાં તાલુકાના વાડ ગામે કાવલાખડકની સીમમાં એક ખેતરમાં બાવળના ઝાડ નીચે ગળે ફાંસો ખાઇ મોતને વ્હાલું કર્યું હતું.

    મળતી માહિતી પ્રમાણે તાલુકાના જામનપાડા ગામમાં દુકાન ફિયામાં રહેતી 18 વર્ષીય કલ્પના કાંતિભાઇ માહલાને તેમના નજીકના આવેલા પાટી ગામના હનુમાન ફળિયા ખાતે રહેતા 20 વર્ષીય મિલન હરિશભાઇ પટેલ સાથે ખેરગામની સરકારી કોલેજમાં અબ્યાસ કરવા દરમિયાન પ્રેમ સંબંધ બંધાયો હતો. તેમના પ્રેમ સંબંધની જાણ પ્રેમિકા કલ્પના માહલાના ઘરે આજથી એકાદ સપ્તાહ પહેલા થઇ હતી. તેમ છતાં કલ્પના અને મિલન વચ્ચેનો પ્રેમ સંબંધ ચાલુ રહ્યો હતો.

    બંને પ્રેમી પંખીડાના શુક્રવારના રોજ કોલેજમાં આવ્યા બાદ તેમના બંનેના ઘરે પરત ન ફરતાં બંનેના પરિવારજનોએ શોધખોળ હાથધરી હતી. આ દરમિયાન શનિવારના રોજ સવારે બંને પ્રેમી પંખીડા તાલુકાના વાડ ગામના કાવલાખડકની સીમમાં ખાલપભાઇ બાબરભાઇ પટેલના ખેતરમાં આવેલા બાવળના ઝાડ નીચે ઓઢણી સાથે ગળા ફાંસો ખાધેલી હાલતમાં નીચે જમીન ઉપર પડેલી હાલતમાં મળી આવ્યા હતા.

    આ પણ વાંચોઃ-રાજકોટઃ 'તું અહીંથી તારા માવતરે જતી રહે જો તું નહીં જાય તો જીવતી સળગાવી નાખીશું, '

    આ અંગેની જાણ જામનપાડાના સરપંચ અમીતભાઇ પટેલે પાટી ગામના સરપંચને કરવામાં આવતા બંને ગામના માણસો ભેગા મળી પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બંને લાશને સરકારી દવાખાનામાં લિ જઇ પંચનામું કરી વધુ તપાસ માટે એફએસએલ અધિકારીને જાણ કરી પીએમ કરાવવામાં આવ્યું હતું.

    ખેરગામ કોલેજમાં અભ્યાસ કરતા પ્રેમી પંખીડાએ એક સાથે આત્મહત્યા કરી લીધી હોવાની વાત વાયુ વેગે આ વિસ્તારમાં પ્રસરી જતાં લોકોના ટોળાં એકઠાં થયા હતા.
    Published by:ankit patel
    First published:

    Tags: Love bird, દક્ષિણ ગુજરાત, નવસારી

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन