નવસારી: ભાજપના ઉમેદવાર સી.આર. પાટીલની જીત

નવસારી બેઠક પર ભાજપના ઉમેદવારની જીત

નવસારી લોકસભા બેઠક ભારતીય જનતા પક્ષે ત્રીજી વખત સીટીંગ સાંસદ સી.આર.પાટીલ પર પસંદગી ઉતારી હતી

 • Share this:
  ન્યૂઝ18 ગુજરાતી: નવસારી લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર સી.આર. પાટીલની જીત થઇ છે, જ્યારે કોંગ્રેસના ઉમેદવાર ધર્મેશ પટેલને હારનો સામનો કરવો પડ્યો છે.

  નવસારી લોકસભા બેઠક ભારતીય જનતા પક્ષે ત્રીજી વખત સીટીંગ સાંસદ સી.આર.પાટીલ પર પસંદગી ઉતારી હતી. જ્યારે કોંગ્રેસે કોળી સમાજનાં યુવા નેતા અને વિજલપોર નગર પાલિકાનાં માજી પ્રમુખ ધર્મેશ પટેલને ઉતાર્યા હતા.

  આ બેઠક પર કોળી ઉપરાંત પરપ્રાંતિય મતદારોનું સંખ્યાબળ વધારે છે. બીજી તરફ કોંગ્રેસનાં ઉમેદવાર ધર્મેશ ભીમભાઈ પટેલ પ્રથમ વખત લોકસભાની ચૂંટણી લડી રહયા હતા. કોંગ્રેસનાં પરંપરાગત મતો અને કોળી ઉમેદવાર હોવાથી કોળી મતો મળે તેવી શકયતા હતી.

  આ બેઠક પર કુલ 1971465 મતદારો છે. જેમાં 1076400 પુરુષ મતદારો છે જ્યારે 894988 મહિલા મતદારો છે

  જાતિગત સમિકરણો:આ બેઠક પર કોળી (4.70 લાખ મતો). મહારાષ્ટ્રિય (2.50 લાખ મતો), ઉત્તર ભારતીયો (2.50 લાખ મતો), આદિવાસીઓ (2.20 લાખ મતો), ઓડિયા (1.20 લાખ મતો) અને 1.30 લાખ મતો મુસ્લિમોનાં છે. નવસારી લોકસભા બેઠકમાં સુરત જિલ્લાની ચાર વિધાનસભા બેઠકો લીંબાયત ઉધના, મજૂરા, ચોર્યાસી તેમજ નવસારી જિલ્લાની ત્રણ વિધાનસભા બેઠકો, જલાલપોર, નવસારી, ગણદેવી મળીને સાત બેઠકોનો સમાવેશ છે. ઉપરોક્ત તમામ ૭ વિધાનસભાની બેઠકો પર ભાજપનાં ઉમેદવારો ચૂંટાયા હતા. ઉપરોક્ત સાતેય વિધાનસભા બેઠકો અંતર્ગત આવતી નગર પાલિકા તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને મહાનગર પલિકામાં ભાજપનું શાસન ચાલે છે.

  વર્તમાન સાંસદનું કાર્ડ

  નવસારી લોકસભા બેઠક ભારતીય જનતા પક્ષે ત્રીજી વખત સીટીંગ સાંસદ સી.આર.પાટીલ પર પસંદગી ઉતારી હતી. સી.આર.પાટીલ પ્રથમ વખત વર્ષ ર૦૦૯માં ભાજપની ટીકિટ પર નવસારી બેઠક પર ચૂંટણી લડયા હતા. પરપ્રાંતિય મતદારો પર તેમનું ઘણું પ્રભુત્વ છે. આ બેઠક પર પરપ્રાંતિય મતદારનો નિર્ણાયક ગણાય છે. સી.આર.પાટીલની 91 ટકા સંસદમાં હાજરી છે. તેમણે સસંદમાં 6 ડિબેટમાં ભાગ લીધો છે. 294 પ્રશ્નો પુછ્યા છે અને 6 પ્રાઇવેટ બીલો રજૂ કર્યા હતા.

  કોની-કોની વચ્ચે છે જંગ ?

  નવસારી લોકસભા બેઠક ભારતીય જનતા પક્ષે ત્રીજી વખત સીટીંગ સાંસદ સી.આર.પાટીલ પર પસંદગી ઉતારી છે. સી.આર.પાટીલ પ્રથમ વખત વર્ષ ર૦૦૯માં ભાજપની ટીકિટ પર નવસારી બેઠક પર ચૂંટણી લડયા હતા. કોંગ્રેસે કોળી સમાજનાં યુવા નેતા અને વિજલપોર નગર પાલિકાનાં માજી પ્રમુખ ધર્મેશ પટેલને ઉતાર્યા છે.
  Published by:Azhar Patangwala
  First published: