એવું માનવામાં આવે છે કે પક્ષીઓનો કિલકિલાટ માણસને કોઈપણ ટેન્શનમાંથી મુક્તિ અપાવે છે, ત્યારે બીલીમોરા અને નવસારીના લોકો માટે આ બર્ડ પાર્ક મોતીમાં હીરા ઝડ્યા સમાજ બન્યું છે.
Navsari: પક્ષીઓ એ કુદરતે આપેલી બક્ષિસ છે અને વાતાવરણ અને પર્યાવરણનો અનમોલ કુદરતી જીવ છે. આપણે જાણીએ છીએ કે કેટલીક પક્ષીઓની પ્રજાતિ હાલ લુપ્ત થતી જઈ રહી છે. આગામી પેઢીને જો પૂછે કે ચકલી એટલે શું તો તેમણે લગભગ જોઈ પણ નહીં હોય. ત્યારે પક્ષીઓના સુંદર વાતાવરણનો અનુભવ કરાવવા અને દેશ-વિદેશના પક્ષીઓને લોકોથી પરિચય કરાવવા માટે બીલીમોરામાં એક અનોખો પ્રયોગ કરવામાં આવ્યો છે.
નવસારી જિલ્લાની બીલીમોરા નગરપાલિકા દ્વારા લોકોને પ્રદર્શન માટે બર્ડ હાઉઝનું નિર્માણ કરવામાં આવ્યું છે, જે સ્ટેચ્યુ ઓફ યુનિટી બાદ નવસારી સહિત દક્ષિણ ગુજરાતના લોકો માટે આકર્ષણનું કેન્દ્ર રહેશે.
પક્ષીઓનો કિલકિલાટ એ માણસને કોઈપણ ટેન્શન માંથી મુક્તિ અપાવે છે તેવું માનવામાં આવે છે ત્યારે બીલીમોરા અને નવસારીના લોકો માટે આ બર્ડ પાર્ક મોતીમાં હીરા ઝડ્યા સમાજ બન્યું છે. નગરમાં રોડ રસ્તા સિવાય મનોરંજન માટેના સાધનો પણ એટલા જ જરૂરી છે જેને ધ્યાનમાં રાખી બીલીમોરા નગરપાલિકાએ સોમનાથ તળાવની પાસે અધ્યતન બર્ડ હાઉસનું નિર્માણ કર્યું છે.
14 માં નાણાપંચ અને સરકારે ફાળવેલી ગ્રાન્ટ માંથી આ બોર્ડ હાઉસ નું નિર્માણ પાંત્રીસ લાખ રૂપિયા ના ખર્ચે કરવામાં આવ્યું છે જેમાં વિદેશી પંખીઓ વિવિધ પ્રજાતિઓના પોપટો સહિત અનેક પંખીઓ લાવવામાં આવ્યા છે.
આજે ધારાસભ્ય નરેશ પટેલના વ્રત હસ્તે આ બોર્ડ પાર્કને લોકો માટે ખુલ્લો મુકવામાં આવ્યો હતો. આ બર્ડ પાર્કમાં લાવવામાં આવેલા પંખીઓની યાદી પર જો નજર કરીએ તો જુદા જુદા પ્રકારની ચકલીઓની પ્રજાતિ જેવી કે ચકલી ફિન્ચ પ્રકાર, લવન્ડર વેક્સ બિલઝેબ્રા, ફિન્ચ બેંગોલી, ફિન્ચ ગોલ્ડીયન, ફિન્ચસ્ટાર ફિન્ચઇ ટાલિયન, ફિન્ચરેડ વેલ્વેટ ફિન્ચ, જાવા સ્પેરો, પેરા કીટ પોપટથી નાની જાતિ.