Home /News /south-gujarat /Navsari: જોવા જેવું છે દુનિયાના સૌથી મોટા દાનવીર જમશેદજી ટાટાનું મ્યુઝીયમ!
Navsari: જોવા જેવું છે દુનિયાના સૌથી મોટા દાનવીર જમશેદજી ટાટાનું મ્યુઝીયમ!
જમશેદજી તાતાનું નિવાસસ્થાન આજે મ્યુઝિયમ બન્યું છે
દુનિયાના સૌથી મોટા દાનવીર જમશેદજી તાતા ના મ્યુઝિયમ વિષે સૌકોઈ અજાણ છે. જમશેદજી તાતા એક અગ્રણી ભારતીય ઉદ્યોગપતિ હતા. તેઓ ભારતના સૌથી મોટા ઉદ્યોગ સમૂહ ટાટા જૂથના સંસ્થાપક હતા. તેઓને ભારતીય ઉદ્યોગજગતના પિતા માનવામાં આવે છે.
Sagar Solanki, Navsari: નવસારી જીલ્લામાં ઐતિહાસિક મહત્વના સ્મારકોનું લીસ્ટ જોઈએ તો ઘણું લાંબુ છે. નવસારીમાં અનેક જીલ્લાના લોકો પ્રવાસન માટે આવે છે. જેમાં દાંડી મેમોરીયલનું અનેક લોકો વિઝીટ કરી રહ્યા છે. પણ દુનિયાના સૌથી મોટા દાનવીર જમશેદજી તાતા ના મ્યુઝિયમ વિષે સૌકોઈ અજાણ છે. જમશેદજી તાતા એક અગ્રણી ભારતીય ઉદ્યોગપતિ હતા. તેઓ ભારતના સૌથી મોટા ઉદ્યોગ સમૂહ ટાટા જૂથના સંસ્થાપક હતા. તેઓને ભારતીય ઉદ્યોગજગતના પિતા માનવામાં આવે છે. તેમનો જન્મ નવસારીમાં થયો હતો. જ્યાં તેમના ઘરને હાલ મ્યુઝીયમમાં ફેરવવામાં આવ્યું છે. પરંતુ આ ઐતિહાસિક સ્થળની મુલાકાતે અંદાજીત સરેરાશ 1 વ્યક્તિ આવે છે.
હાલમાં જ હુરુન રિસર્ચ અને એડેલગીવ ફાઉન્ડેશને વર્લ્ડમાં કરાયેલા દાન ઉપર વિસ્તૃત રિસર્ચ કર્યું હતું. આ રિસર્ચ બાદ છેલ્લી સદીના મોટા દાનવીરોની નામાવલિ જાહેર કરી હતી. જેમાં દુનિયાના સૌથી મોટા દાનવીર તરીકે ગુજરાતના નવસારીમાં જન્મેલા ટાટા જૂથના સ્થાપક જમશેદજી ટાટા જાહેર થયા હતા. જેમણે 7.60 લાખ કરોડ રૂપિયાનું દાન કર્યું હતું.
જમશેદજી ટાટાનો જન્મ નવસારીમાં 3 માર્ચ 1839ના રોજ થયો હતો અને મૃત્યુ જર્મનીમાં 19 મે 1904મા થયું હતું. જમશેદજીએ 13 વર્ષ નવસારીમાં રહીં અહીં જ બાળપણ વિતાવ્યું હતું. બાદમાં મુંબઈ ગયા બાદમાં ટાટા જૂથની સ્થાપના કરી હતી. જમશેદજી 65 વર્ષ જીવ્યાં હતા. તેમાં 22 વર્ષ તો વિદેશમાં પ્રવાસમાં ગયા હતા.
જે ઘરમાં જમશેદજીનો જન્મ થયો હતો એ નવસારીના તેમના જન્મસ્થળના ઘરને ‘મ્યુઝિયમ’ આજથી 7 વર્ષ અગાઉ બનાવાયું હતું અને તે જે.એન.ટાટા બર્થ પ્લેસ ટ્રસ્ટ હેઠળ છે. આ જન્મસ્થળ મ્યુઝિયમમાં તેમના જન્મનો ઓરડો, ટાટા જૂથનો ઈતિહાસ, ટાટા પરિવારની નામાવલિ, ફોટાઓ, જૂના વાસણ રાખવામાં આવ્યાં છે. નવાઈની વાત એ છે કે, આ ભારતીય ઉદ્યોગના ભિષ્મ પિતામહ અને દુનિયાના સૌથી મોટા દાનવીરના જન્મસ્થળના મ્યુઝિયમની મોટાભાગનાને ખબર જ નથી. નવસારીમાં નેશનલ સોલ્ટ સત્યાગ્રહ મેમોરીયલ જોવા વર્ષે લાખો લોકો આવે છે પરંતુ આ ટાટાના જન્મસ્થળ મ્યુઝિયમ થી લોકો અજાણ છે.
લોકોને આ જન્મ સ્થળની માહિતી નહી હોવાથી લોકો અહી પહોચી શકતા નથી. જમશેદજી ટાટાનું બર્થપ્લેસ મ્યુઝિયમ પણ નવસારીમાં છે. સાથે લોકો નહી જનતા હોય કે મુંબઈમાં આવેલી તાજમહાલ હોટેલ વિશ્વની હેરીટેજ હોટેલોમાં સ્થાન પામી છે. આ તાજ હોટેલનું નિર્માણ પણ જમશેદજી ટાટાએ કર્યું હતું અને તેની પાછળ તેમનું કરાયેલું અપમાન છે.
એક હોટેલમાં જમશેદજી ગયા ત્યારે એક ઘમંડી ઈંગ્લીશમેને તેમનું અપમાન કરી કહ્યું હતું કે, ‘અહીં તમે ઇન્ડીયનને આવવા દેતા નથી’ બસ તેજ ક્ષણે જમશેદજીએ પ્રણ લીધો કે હું ભારતમાં વિશ્વસ્તરની હોટેલ બનાવીશ અને તાજ હોટેલનું 1903માં નિર્માણ કર્યું હતું. સાથે તેમણે કરેલા દાનોનો તો આખો ઈતિહાસ છે.
પંરાતું હાલ નવસારી ખાતે આવેલ આ મ્યુઝિયમ એક પ્રાચીન આભાસ કરાવે તે પ્રકારનો છે. જેની મુલાકાત નવસારી પ્રવાસ દરમ્યાન લોકોએ અવશ્ય લેવી જોઈએ. મહત્વનું છે કે હાલ શાળા સંસ્થાઓ દ્વારા વિદ્યાર્થીઓને અહીં લાવી વિઝીટ કરાવી માર્ગ દર્શન પયરૂ પાડવામાં આવી રહ્યું છે. નવસારી જિલ્લાની ઐતિહાસિક વાતો વિશે પ્રજા જાણે તે માટે અન્ય સંસ્થાઓર પણ આ કર્યો કરવા આવશ્યક બની ગયા છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર