નવસારીનાં છાપરા ગામમાં બનાસ ગૌ સેવા કેન્દ્ર કાર્યરત છે. અહીં બીમાર અને અકસ્માતનો ભોગ બનેલી ગાયની સેવા કરવામાં આવે છે. અહીં 46 ગાયમાંથી 20 ગાયને ત્રણ જ પગ છે.
નવસારીનાં છાપરા ગામમાં બનાસ ગૌ સેવા કેન્દ્ર કાર્યરત છે. અહીં બીમાર અને અકસ્માતનો ભોગ બનેલી ગાયની સેવા કરવામાં આવે છે. અહીં 46 ગાયમાંથી 20 ગાયને ત્રણ જ પગ છે.
Krushna salpure, Navsari: નવસારીના છાપરા ગામમાં બનાસ ગૌ સેવા કેન્દ્રમાં બીમાર અને અકસ્માતનો ભોગ બનેલી ગાયોની સેવા અને સારવાર કરવામાં આવે છે. ગૌશાળામાં કુલ 46 ગાયો છે. જેમાં બધી જ બીમાર ગાયો છે. 46 માંથી 20 ગાયો ત્રણ પગ વાળી છે.ગાયનું અકસ્માત થયું હોય તેવી ગાયોને અહીં લાવવામાં આવે છે અને તેની સારવાર કરવામાં આવે છે. તેમજ ગાયોને સાચવવાની જવાબદારી બનાસ ગૌ સેવા કેન્દ્ર લે છે.
છેલ્લા 16 વર્ષથી ગૌ સેવા કેન્દ્ર કાર્યરત
છેલ્લા 16 વર્ષથી બનાસ ગૌ સેવા કેન્દ્ર કાર્યરત છે. જેમાં પહેલા શરૂઆતમાં સાત જ ગાયો હતી.હવે 46 જેટલી ગાયો છે. તે પણ બીમાર ગાય છે.ગાયનો મોત થયા તો દફનાવવામાં આવે છે. બીમાર અને પીડાતી ગાયને સારવાર આપવામાં આવે છે.
જિલ્લામાં છ થી વધુ ગૌશાળા આ બનાસ ગૌસેવા કેન્દ્રમાં વિનામૂલ્ય ડોક્ટરો પણ સેવા આપે છે અને બનાસ ગૌસેવા કેન્દ્રમાં મેડિકલ જેવી સુવિધા પર ઉપલબ્ધ કરવામાં આવી છે. નવસારી જિલ્લામાં છથી વધુ ગૌ શાળા આવેલી છે. પરંતુ બીમાર ગાયની સેવા બનાસ ગૌ સેવા કેન્દ્રમાં કરવામાં આવે છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર