Home /News /south-gujarat /

નવસારીઃ આ'સુંદર' ગામમાં મોતના ઓથાર હેઠળ ભણે છે ભૂલકાં

નવસારીઃ આ'સુંદર' ગામમાં મોતના ઓથાર હેઠળ ભણે છે ભૂલકાં

ભય તળે ભણતાં ભૂલકાઓ

નવસારી જિલ્લાના આસુંદર ગામની આંગણવાડી સરકારની વાહવાહી લૂંટતી તમામ યોજનાઓનો છેદ ઉડાડી દે છે. અહીં બાળકો એક તૂટેલા કાચા મકાનની બાહર બેસી શિક્ષણ લઈ રહ્યા છે.

    રાજન રાજપુત, નવસારીઃ એક તરફ સરકાર કુપોષણ દૂર કરવાના દાવા કરી રહી છે તો બીજી તરફ જ્યાંથી બાળકોના ભવિષ્ય ઘડતરની શરૂઆત થાય છે તે આંગણવાડીઓની સ્થિતિ દયનિય જોવા મળી રહી છે.

    રાજ્ય સરકાર દ્વારા બાળકો તંદુરસ્ત બને અને કુપોષણ મુક્ત ગુજરાત રાજ્ય થાય તે માટે અનેક પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. જેમાં મુખ્યત્વે મહિલાઓ અને બાળકો માટેની અનેક યોજનાઓ પણ અમલી છે. જે પૈકી એક આંગણવાડી કે જ્યાં બાળક શાળાએ જાય તે પેહલા તેનું યોગ્ય ઘડતર કરવામાં આવે તેવું આયોજન કરાય છે. પરંતુ નવસારી જિલ્લાના આસુંદર ગામની આંગણવાડી સરકારની વાહવહી લૂંટતી તમામ યોજનાઓનો છેદ ઉડાડી દે છે. અહીં બાળકો એક તૂટેલા કાચા મકાનની બાહર બેસી શિક્ષણ લઈ રહ્યા છે. જ્યાંથી બાળકના યોગ્ય ઘડતરની શરૂઆત થતી હોય ત્યાંજ આ હાલત હોય તો પછી વિશેષ અપેક્ષા જ શુ રાખવી.?

    આસુંદર ગામની આંગણવાડીમાં 35થી 50 જેટલા બાળકો રોજ આવે છે. પરંતુ તેમને માટે સામાન્ય કહી શકાય તેવી પણ વ્યવસ્થા અહીં ઉપલબ્ધ નથી. એક તૂટેલા ખખડધજ મકાનની બાહર અકસ્માતના ભય વચ્ચે ચાલતી આંગણવાડી રાજ્ય સરકારના દાવા પોકળ સાબિત કરવા પૂરતી છે.

    હાલ ભારે ગરમીની સ્થિતિ અને ચોમાસા માં વરસતા વરસાદ વચ્ચે છેલ્લા સાત વર્ષથી આસુંદર ગામના બાળકો આ મકાન બાહર ચાલતી આંગણવાડીનો જ લાભ લઇ રહ્યા છે. અને સૌથી મોટો પ્રશ્ન સ્વચ્છતાનો તો અહીં બાળકો ઢોરના તબેલાની સાથે જ અસ્વચ્છતાના પાઠ ભણી રહ્યા છે. વારંવારની તંત્ર સમક્ષ રજૂઆત કરવા છતાં પણ અહીં એક મકાન વ્યવસ્થા ઉભી કરાઈ નથી.

    બાળકોના ભવિષ્યનું ઘડતર કરતી આંગણવાડીની જ આ સ્થિતિ હોવા છતાં સ્થાનિક તંત્ર માત્ર હજી વધુ આંગણવાડી બનાવવાની વાત કરી રહ્યું છે. પરંતુ આસુંદર ગામના બાળકોને ક્યારે યોગ્ય આંગનવાડી મળશે તે હવે જોવું રહ્યું
    Published by:ankit patel
    First published:

    Tags: Aansudar, Angadvadi, ગામડા, દક્ષિણ ગુજરાત, નવસારી

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन