Navsari Ammonia Gas Leakage: નવસારીના બીલીમોરામાં આઈસ ફેક્ટરીમાંથી મોડી રાત્રે ગેસ લીકેજની ઘટના બની હતી. આ ઘટનામાં 40 લોકોને અસર થઈ હતી. જેમાં એક વ્યક્તિને શ્વાસ લેવામાં વધારે તકલીફ થતા સારવાર માટે ખસેડવામાં આવી છે. ફાયર બ્રિગેડ સહિતની ટીમોએ ઘટના પર કાબૂ મેળવ્યો અને લોકોને સ્થળ પર જ સારવાર આપવામાં આવી હતી.
નવસારીઃ ગણદેવી તાલુકાના બીલીમોરામાં ગેસ લીકેજની ઘટના બની છે. એમોનિયા ગેસ લીકેજ થવાથી 40થી વધારે લોકોને અસર થઈ છે. આ ઘટનામાં એક વ્યક્તિને ગેસ લીકેજ બાદ શ્વાસ લેવામાં તકલીફ પડતા સારવાર માટે ખસેડવામાં આવી છે. બીલીમોરા ફાયર વિભાગને આ બનાવ અંગે જાણ કરવામાં આવતા ટીમ ઘટના સ્થળ પર પહોંચીને કાર્યવાહી હાથ ધરી છે.
બીલીમોરા શહેરના સરદાર માર્કેટ પાસે આવેલી આઈસ ફેક્ટરીમાં ગેસ લીકેજની ઘટના બની છે. હરસિદ્ધિ આઈસ ફેક્ટરીમાં ગેસ લીકેજની ઘટના થતા તેની 40થી વધુ લોકોને અસર થઈ હતી. ફાયર બ્રિગેડ દ્વારા આ ઘટના પર કાર્યવાહી કરીને ભારે જહેમત બાદ સ્થિતિને કાબૂમાં લઈ લીધી છે.
આઈસ ફેક્ટરીમાં એમોનિયા ગેસનો ઉપયોગ કરવામાં આવતો હતો અને આ દરમિયાન ગેસની પાઈપ લાઈનમાં ભંગાણ પડવાના કારણે લીકેજનો બનાવ બન્યો હતો. આઈસ ફેક્ટરી રહેણાક વિસ્તારની નજીકમાં આવેલી હોવાથી તેની 40થી વધુ લોકોને અસર થઈ હતી. આ ઘટનાને કારણે અચાનક લોકોને કંઈક નવાજૂની થઈ હોવાનો અહેસાસ થતા નાસભાગ મચી જવા પામી હતી.
આઈસ ફેક્ટરીમાંથી એમોનિયા ગેસ લીકેજ થતા તેની અસર આસપાસમાં આવેલા ઘરો સુધી થઈ હતી. ગુરુવારે રાત્રે 1 વાગ્યાના અરસામાં ગેસ લીકેજની ઘટના બની હતી, લોકોને શ્વાસ લેવામાં તકલીફ થતા ઘટનાની જાણ થઈ હતી. આ પછી ફાયર બ્રિગેડ, પોલીસ સહિત આરોગ્ય વિભાગની અને સ્થાનિક વહીવટી તંત્રની ટીમો ઘટના સ્થળ પર પહોંચી હતી અને જરુરી કાર્યવાહી કરીને ગેસ લીકેજને એટકાવીને જરુરી પગલા ભર્યા હતા.
ગેસ લીકેજની ઘટનામાં અસરગ્રસ્ત થયેલા લોકોને સ્થળ પર જ સારવાર આપવામાં આવી હતી, જોકે, એક વ્યક્તિને શ્વાસ લેવામાં વધારે તકલીફ પડતા તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવાની જરુરી પડી હતી. બનાવ બાદ ટીમો દ્વારા સ્થિતિ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર