Home /News /south-gujarat /અભદ્ર માગણી કરનાર વકીલને મહિલાએ નવસારી કોર્ટ પરિસરમાં જ ફટકાર્યો

અભદ્ર માગણી કરનાર વકીલને મહિલાએ નવસારી કોર્ટ પરિસરમાં જ ફટકાર્યો

વકીલને ફટકારતી મહિલા

નવસારી કોર્ટ પરિસરમાં મહિલા દ્વારા વકીલને માર મારવાનો વીડિયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો છે.

    રાજન રાજપૂત, નવસારી

    નવસારી કોર્ટ પરિસરમાં મહિલા દ્વારા વકીલને માર મારવાનો વીડિયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો છે. આ વીડિયો અંગે મળતી માહિતી પ્રમાણે મહિલા પાસે ફીના પૈસા બાબતે બોલાચાલી થઇ હતી. અને ત્યારબાદ વકીલે મહિલા પાસે અભદ્ર માંગણી કરી હોવાનો આક્ષેપ સાથે મહિલાએ જ કોર્ટ પરિસરમાં જ વકીલને ફટકાર્યો હતો. આ અંગે મહિલાએ ટાઉન પોલીસ મથખે ફરિયાદ નોંધાવી છે.

    મળતી માહિતી પ્રમાણે નવસારી કોર્ટમાં વકીલાત કરતા કનુ સુખડિયા સાથે મહિલાને ફી બાબતે બોલાચાલી થઇ હતી. કનુ સુખડિયાએ મહિલા પાસે અભદ્ર માંગણી કરતા બોલાચાલી થઇ હતી. ઉશ્કેરાયેલી મહિલાએ કનુ સુખડિયાને કોલરથી પકડકીને માર મારવા લાગી હતી.

    વીડિયોમાં દેખાય છે એમ મહિલા વકીલને લાતો અને લાફા માર્યા હતા. એટલું જ નહીં કનુ સુખડિયા મહિલાથી છૂટકારો મેળવવા માટે પ્રયત્નો કરે છે પરંતુ મહિલા તેને છોડતી નથી. જોકે, આ આખી ઘટના જોવા માટે વકીલો અને અન્ય લોકોના ટોળા એકઠાં થયા હતા. સુત્રોના જણાવ્યા પ્રમાણે અન્ય વકીલોએ કનુ સુખડિયાને મહિલાથી છોડાવ્યા હતા. આ ઘટનાનો સ્થાનિકે વીડિયો ઉતાર્યો હતો અને સોશિયલ મીડિયા ઉપર વાયરલ કરી દીધો હતો. મહિલાએ ટાઉન પોલીસ સ્ટેશનમાં કનુ સુખડિયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
    Published by:ankit patel
    First published:

    Tags: Beat, Woman, એડવોકેટ

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन