Home /News /south-gujarat /Navsari: જિલ્લાને કુપોષણ મુક્ત કરવા છેડાયુ અભિયાન, આવો છે એક્શન પ્લાન

Navsari: જિલ્લાને કુપોષણ મુક્ત કરવા છેડાયુ અભિયાન, આવો છે એક્શન પ્લાન

X
કુપોષણ

કુપોષણ મુક્ત નવસારીની મૂહિત હાથ ધરવામાં આવી છે. આંગણવાડીનાં બાળકોને પોષણ યુક્ત આહાર આપવામાં આવી રહ્યો છે. તેમજ એનજીઓ, આંગણવાડી વર્કર, આગેવાનોને અભિયાનમાં જોડવામાં આવ્યાં છે.

કુપોષણ મુક્ત નવસારીની મૂહિત હાથ ધરવામાં આવી છે. આંગણવાડીનાં બાળકોને પોષણ યુક્ત આહાર આપવામાં આવી રહ્યો છે. તેમજ એનજીઓ, આંગણવાડી વર્કર, આગેવાનોને અભિયાનમાં જોડવામાં આવ્યાં છે.

Krushna salpure, Navsari: કોઈપણ મનુષ્યની પરિસ્થિતિ અને તેનું શારીરિક બાંધો તેના જીવન જીવવાની રીત અને ખાણીપીણી પર આધાર રાખે છે. કેટલા એવા પરિવારો છે કે, જેને પોષણ વાળો આહાર પણ મળતો નથી. જેને લઈને તેના બાળકો પણ પોષણ વગર જીવતા હોય છે. પોષણયુક્ત આહાર એ મનુષ્યના જીવનનો મુખ્ય આધાર છે. પરંતુ નવસારી જિલ્લામાં વધી રહેલા કુપોષણના દરને કાબુમાં લેવા વર્ષ 2022થી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કુપોષણ મુક્ત નવસારીની મૂહિમ હાથ ધરવામાં આવી હતી. જેનુ પરિણામ મળી રહ્યું છે.


અનેજીઓ, આંગણવાડી વર્કર, આગેવાનોને જોડવામાં આવ્યાં
નવસારી જિલ્લાના કુપોષિત બાળકોને ગુણવત્તા યુક્ત પૌષ્ટિક આહાર મળે તે માટે ફરી એકવાર ભગીરથ પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યાં છે. ફેસ 2.0 માં એનજીઓ, આંગણવાડી વર્કરો, ગામ આગેવાનો અને તંત્રના સહયોગ દ્વારા રેડ ઝોનમાં રહેલા બાળકોને ગ્રીન ઝોનમાં કેવી રીતે લાવવા તે અંગે બેઠક કરી સમગ્ર કામગીરી હાથ ધરવામાં આવી હતી.
અલગ અલગ કેટેગરીમાં બાળકોનું વિભાગન કરાયું
મુખ્યત્વે કુપોષિત બાળકોને તેમના પરિસ્થિતિ અનુકૂળ વિવિધ ત્રણ જેટલી કેટેગરીમાં વહેંચવામાં આવ્યા છે. લાલ, લીલો અને પીળો આમ ત્રણ ભાગમાં વહેચવામાં આવ્યાં છે. ફેબ્રુઆરીના અંત સુધીમાં લીલા કેટેગરીમાં 52,186 બાળકો, પીળા કેટેગરીમાં 440 અને લાલ કેટેગરીમાં 109 જેટલા બાળકો હતા. જેનો દર ગત સમય કરતા નીચો ગણી શકાય છે.

આ પણ વાંચો: 14 વર્ષથી જોવાતી હતી રાહ તે ઘડી આવી પહોંચી, મોરારીબાપુની રામકથા, આટલા વિદેશી મહેમાન આવશે

ડીડીઓ આંગણવાડીની મુલાકાત લઇ રહ્યાં છે
નવસારી જિલ્લા વિકાસ અધિકારી અર્પિત સાગર તમામ આંગણવાડીઓમાં મુલાકાત લઈ રહ્યા છે અને દત્તક લીધેલા બાળકોનું મોનિટરિંગ કરી રહ્યા છે. આંગણવાડી દ્વારા તેમને સમયસર ચીકી, લાડુ સહિતનો પૌષ્ટિક આહાર મળી રહ્યો છે કે કેમ તે અંગેની પણ ચકાસણી કરાઈ રહી છે.
First published:

Tags: Local 18, Navsari News

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો