કેતન પટેલ, બારડોલીઃ કોસંબા નજીક એક ફાર્મ પર સગીરા (minor girl) સાથે ત્રણ વાર દુષ્કર્મ આચરનાર (rape accused) આરોપીનું મોત થયું છે. ચોથી વખત કૃત્યને અંજામ આપવા જાય એ પહેલા સગીરાએ બુમાબુમ કરતા પિતાના હાથે પકડાય ગયેલા આરોપીને સગીરા પિતા અન્ય ત્રણ લોકો એ માર માર્યો હતો એવો આક્ષેપ આરોપીએ કર્યો હતો. લાજપોર જેલમાંથી સારવાર અર્થે સિવિલમાં (civil hospital) ખસેડ્યા બાદ સારવાર દરમિયાન મોત થયું હતું.
ગત 27 તારીખના રોજ નેશનલ હાઈવે નંબર-8 (National highway 8) પર કઠવાડા ગામની સીમમાં આવેલા એક ફાર્મમાં મજૂરી કામ કરતા પરિવારની સગીર દીકરી પર દુષ્કર્મનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પરંતુ સગીરાએ બુમાબુમ કરતા નજીક કામ કરી રહેલા સગીરાના પિતા બુમાબુમ સાંભળી રૂમ પર આવી પહોચ્યા હતા. અને હવસખોરને પકડી લીધો હતો. હવસખોર નજીકના કઠવાડા ગામનો કલ્પેશ ઉર્ફે લાલો દીપક વસાવા હોવાનું બહાર આવ્યું હતું.
ઘટના બાદ સગીરાના પિતા તેમજ અન્ય 2 વ્યક્તિએ આરોપીને કોસંબા પોલીસને સોપ્યો હતો. પોલીસ કસ્ટડીમાં આરોપીએ સગીરાના પિતા સહિત અન્ય બે વ્યક્તિઓએ દોરડાથી બાંધી તેને મારમાર્યો હોવાનું જણાવ્યું હતું. તેમજ અગાઉ ત્રણ વાર સગીરા સાથે એકલતાનો લાભ લઇ દુષ્કર્મ કર્યાની પણ કબૂલાત કરી હતી.
જોકે આરોપીની ફરિયાદને લઇ કોસંબા પોલીસ દ્વારા સગીરાના પિતા સહિત અન્ય બે વ્યક્તિઓ વિરુદ્ધ એન.સી ફરિયાદ પણ દાખલ કરી હતી. આરોપીને લાજપોર મધ્યસ્થ જેલ મોકલી આપ્યો હતો. પરંતુ લાજપોર જેલ ખાતે આરોપીની તબિયત લથડતા આરોપીને સુરત સિવિલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન આરોપીનું મોત નીપજ્યું હતું.
દુષ્કર્મની કોશિશની ઘટના બાદ આરોપીને દોરડાથી બાંધેલા હોઈ એવા વીડિયો પણ વિસ્તારમાં સોસીયલ મીડિયામાં વાઈરલ થયા હતા. જોકે મૃતક નો પી.એમ.રીપોર્ટ હાલ પેન્ડીંગ હોઈ રીપોર્ટ આવ્યા બાદજ આરોપીના સાચા મોતનું કારણ જાણી શકાય એમ છે. જેથી સુરત શહેરની સચિન પોલીસે હાલ અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Published by:ankit patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર