નવસારી: ઘરે પરત ફરી રહેલા પિતા-પુત્રીને ભેટ્યો કાળ, પરિવારમાં માતમ

News18 Gujarati
Updated: April 16, 2018, 11:31 AM IST
નવસારી: ઘરે પરત ફરી રહેલા પિતા-પુત્રીને ભેટ્યો કાળ, પરિવારમાં માતમ
News18 Gujarati
Updated: April 16, 2018, 11:31 AM IST
નવસારી: વાંસદા તાલુકના હનુમાનબારી ગામ નજીક એક ગાઝારો અકસ્માત સર્જાયો છે. જેમાં પિતા અનુ પુત્રી મોતને ભેટ્યા છે. જેને લઈને પરિવારમાં માતમનો માહોલ છવાય ગયો છે.

ઘટનાની વિગત અનુસાર પિતા અને પુત્રી દવા લઈને ઘરે પરત ફરી રહ્યાં હતા. તે દરમિયાન રોંગ સાઈડમાં આવી રહેલા આઈસર ટેમ્પાએ બાઈક ચાલકને અડફેટે લીધા હતા. જેમાં ઘટના સ્થળે જ પિતા અને પુત્રીનું મોત થયું હતું.

તો ટેમ્પો ચાલક નશામાં હોવાથી તેને સ્ટેરિંગ પરનો કાબૂ ગુમાવ્યો હતો. જેને લઈને આ અકસ્માત સર્જાયો હતો. આઈસર ટેમ્પોમાંથી વિદેશી દારૂની બોટલ અને ગ્લાસ મળી આવ્યા હતા.અહીં સવાલ એ છે કે ગાંધીના ગુજરાતમાં દારૂબંધી હોવા છતા રાજ્યમાં દારૂ ની રેલછેલ રહી છે અને ખુલ્લેઆમ દારૂ મળી રહ્યો છે. અને જેનો ભોગ નિર્દોષ લોકો બની રહ્યાં છે. ત્યારે આ દારૂના કારણે જ પિતા અને પુત્રી મોતને ભેટ્યા છે.

આ અક્સમાત સર્જાતા ઘટનાસ્થળ પર લોકોનું ટોળુ એકઠુ થઈ ગઈ હતું. અને રોષે ભરાયેલા લોકોએ ટેમ્પો ચાલકની મેથીપાક ચખાડ્યો હતો. અને પકડીને પોલીસના હવાલે કર્યો હતો. હાલ તો પોલીસે આ સમગ્ર મામલે ટેમ્પો ચાલક વિરૂદ્ધ ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે. અને ટેમ્પો ચાલકની અટકાયત કરી છે.

તો આ તરફ એક જ પરિવારના 2 સભ્યોના મોત થતાં ગામમાં શોકનો માહોલ છવાય ગયો છે. અને પરિવાર પર આભ તુટી પડ્યું છે.
First published: April 16, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर