નવસારી APMC માર્કેટમાં અત્યાર સુધી 2 લાખ મણ કેરીનું વેચાણ થયું છે. રોજની 7000 મણ કેરી APMC માર્કેટમાં આવે છે.હાલ કેરીની સીઝન ચાલી રહી છે જેને લઈને ખેડૂતો હાલ પોતાના ખેતરમાં કરેલ વિવિધ જાતની કેરીઓ બજારમાં ઠાલવી રહ્યા છે .
નવસારી: APMC માર્કેટમાં અત્યાર સુધી 2 લાખ મણ કેરીનું વેચાણ થયું છે, રોજની 7000 મણ કેરી APMC માર્કેટમાં આવે છે. હાલ કેરીની સીઝન ચાલી રહી છે જેને લઈને ખેડૂતો હાલ પોતાના ખેતરમાં કરેલ વિવિધ જાતની કેરીઓ બજારમાં ઠાલવી રહ્યા છે .
ત્યારે નવસારી APMC માર્કેટમાં કેરીની આવક વધુ પ્રમાણમાં વધારો થયો છે. APMCના દર્શન નાયક દ્વારા મળતી માહિતી મુજબ હાલ નવસારીના APMC માર્કેટમાં હાલ રોજ 7 હજાર મણ જેટલી કેરીની બજારમાં ઠલવાય રહી છે. જેને લઈને ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. નવસારી APMC માર્કેટમાં હાલ 10 જેટલી અલગ અલગ જાતની કેરી આવે છે. આ બજાર સાથે 300થી વધુ ખેડૂતો જોડાયા છે.
કેટલા ભાવ છે હાલ?
નવસારી APMC માર્કેટમાં હાલના કેરીના ભાવ સામે આવ્યા હતા જેમાં ખાસ વાત કરીએ તો કેસર કેરીના 1470 દશેરીના 975 લાંગડાના 805 હાફૂસ 1,350 રાજાપુરીના 950, તોતાપુરીના 400, દેશીના 560, બદામના 510, આમ્રપાલીના 450 પ્રતિ કિલો. નવસારીની APMC માર્કેટમાં 7,000 મણથી વધુ કેરી ઠલવાય રહી છે ત્યારે સમગ્ર જિલ્લાની વાત કરીએ તો સૌથી વધુ નવસારીના APMC માર્કેટ અત્યાર સુધી 2 લાખ મણ જેટલી કેરીનું વેચાણ થયું છે.
જોક પહેલા શરૂઆત વાતાવરણ અને માવઠાના કારણે કેરી બગડી ગઈ હતી ત્યારે ખેડૂતોએ ઉતાવળ કરીને કેરીનો પાક ઉતારી લીધો હતો અને એપીએમસી માર્કેટમાં ઠાલવી દીધો હતો પરંતુ તે કેરી સાઈઝમાં નાની જોવા મળી હતી પરંતુ હાલ જે APMC માર્કેટમાં જે કેરીનો માલ ઠલવાઈ રહ્યો છે મોટા પ્રમાણમાં જોવા મળી રહી છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર