Home /News /south-gujarat /Navsari News: વોટ્સએપ ગ્રુપમાં સોનિયા ગાંધી વિરુદ્ધ એલફેલ લખનાર યુવાન ભેરવાયો, કોંગ્રેસીઓએ કાર્યવાહી કરવા માંગ કરી

Navsari News: વોટ્સએપ ગ્રુપમાં સોનિયા ગાંધી વિરુદ્ધ એલફેલ લખનાર યુવાન ભેરવાયો, કોંગ્રેસીઓએ કાર્યવાહી કરવા માંગ કરી

આ યુવાને કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધી વિરુદ્ધ વોટ્સએપ ગ્રુપમાં અભદ્ર ટિપ્પણી કરતા કોંગ્રેસીઓ રોષે ભરાયા હતા.

આજે નવસારી (Navsari)માં વોટ્સએપ ગ્રુપમાં એક યુવાન દ્વારા કોગ્રેસ (Gujarat Congress) સામે પોતાની ભડાસ કાઢવા જતા ભેરવાયો છે. આ યુવાને કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધી (Sonia Gandhi) વિરુદ્ધ વોટ્સએપ ગ્રુપમાં અભદ્ર ટિપ્પણી કરતા કોંગ્રેસીઓ રોષે ભરાયા હતા.

વધુ જુઓ ...
આજની 12મી સદીના જમાનામાં લોકો પોતાની ખુશી અને ગુસ્સો વ્યક્ત કરવા માટે પણ સોશિયલ મીડિયાનો શહારો લે છે પરંતુ ઘણી વખત વ્હોટ્ટસ એપ ગ્રુપ (Whats App group)માં કેટલાક અભદ્ર અને અશ્લીલ મેસેજોના કારણે લોકો પોલીસ સ્ટેશનના ધક્કા પણ ખાઇ આવે છે ત્યારે ઘણી વખત તો રાજકીય પાર્ટીના ગ્રુપમાં પણ એવા મેસેજો આવી જાય છે જેના કારણે ગ્રુપમાં રહેલા કાર્યકર્તાઓ ક્ષોભજનક સ્થિતિમાં મૂકાઇ જાય છે. ત્યારે આજે નવસારી (Navsari)માં વોટ્સએપ ગ્રુપમાં એક યુવાન દ્વારા કોગ્રેસ (Gujarat Congress) સામે પોતાની ભડાસ કાઢવા જતા ભેરવાયો છે.

ખરેખરમાં પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસની કારમી હાર થતા આ યુવાન ગિન્નાયો હતો અને તેને વોટ્સએપ ગ્રુપમાં યુવાને કોંગ્રેસ સામે પોતાની ભડાસ કાઢી હતી. આ યુવાને કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધી (Sonia Gandhi) વિરુદ્ધ વોટ્સએપ ગ્રુપમાં અભદ્ર ટિપ્પણી કરતા કોંગ્રેસીઓ રોષે ભરાયા હતા. આ યુવાન દ્વારા ઓન્લી જીઓ ફ્રેંડ્સ નામના ગ્રુપમાં સોનિયા ગાંધી વિરુદ્ધ અભદ્ર ભાષામાં ટિપ્પણી કરી હતી, જેના કારણે કોંગ્રેસી કાર્યકર્તાઓ ખિજાયા હતા અને તેની સામે કાર્યવાહી કરવાની માંગ કરી હતી.

આ મામલે નવસારી કોંગ્રેસ શહેર શહેર પ્રમુખ નીરવ નાયક અને કાર્યકર્તાઓએ નવસારી ટાઉન પોલીસ સ્ટેશનમાં આવેદનપત્ર આપ્યું હતું.


આ મામલે નવસારી કોંગ્રેસ શહેર શહેર પ્રમુખ નીરવ નાયક અને કાર્યકર્તાઓએ નવસારી ટાઉન પોલીસ સ્ટેશનમાં આવેદનપત્ર આપ્યું હતું. અને કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી વિરૂદ્ધ એલફેલ લખનાર મુકેશ ઉર્ફે મુકડી શર્મા વિરુદ્ધ ટાઉન પોલીસ સ્ટેશનમાં આવેદનપત્ર આપી કાર્યવાહી કરવા માંગ કરી હતી.
First published:

Tags: Congress chief, Congress Leader, Gujarati news, Navsari News, Sonia Gandhi, નવસારી