Home /News /south-gujarat /Navsari : કૃષિ યુનિવર્સિટીમાંથી PhD થયેલા આ યુવાને ત્રણ જિલ્લાના ત્રણસો ખેડૂતોની જાણી સમસ્યા

Navsari : કૃષિ યુનિવર્સિટીમાંથી PhD થયેલા આ યુવાને ત્રણ જિલ્લાના ત્રણસો ખેડૂતોની જાણી સમસ્યા

X
PhD

PhD થયેલા આ યુવકે ખેડૂતોની સમસ્યા જાણી કર્યું આવું કામ

નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટી ખાતે એગ્રી બિઝનેસ મેનેજમેન્ટમાં પીએચડી કરેલ યુવકે 8:30 મહિના ત્રણ જિલ્લામાં ફરીને 300થી વધુ  ખેડૂતોની રૂબરૂ મુલાકાત લઈ ટેક્નિકલ બાબતો અંગે ખેડૂતોને મૂંઝવતા મુદ્દાઓની બનાવી પ્રશ્નાવલી બનાવી ત્રણ ઇન્ટરનેશનલ અને એક નેશનલ કોન્ફરન્સ માં ભાગ લીધો . 10 જેટલા રિસર્ચ પેપર તૈયાર. કિરણ પટેલ નામના યુવકે નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટી ખાતે એગ્રી બિઝનેસ મેનેજમેન્ટમાં પીએચડી કરી છે. તેણે છેલ્લા આઠ મહિનામાં ત્રણ જિલ્લામાં ફરીને 300થી વધુ ખેડૂતોની રૂબરૂ મુલાકાત કરી છે. આ મુલાકાતમાં તેણે ટેક્નિકલ બાબતો અંગે ખેડૂતોને મૂંઝવતા મુદ્દાઓની બનાવી પ્રશ્નાવલી બનાવી છે. જેના આધારે તેણે ત્રણ ઇન્ટરનેશનલ અને એક નેશનલ કોન્ફરન્સમાં ભાગ લીધો હતો.

વધુ જુઓ ...
નવસારી : ભારત જેવા કૃષિ પ્રધાન દેશમાં સાંપ્રત સમયમાં હાઈટેક થઈ રહેલ ખેતી અને એની સાથે કદમતાલ મિલાવી રહેલ ખેડૂત મિત્રો વિશે ઘણી ચર્ચાઓ થતી રહે છે. દેશના કૃષિ ક્ષેત્રે અને કૃષિ કારોના હિતાર્થથી ઇન્ફોર્મેશન ટેકનોલોજી ના સદુપયોગની ખૂબ જ જરૂરિયાત પર સમયાંતરે ભાર મૂકાતો રહ્યો છે. આ સંદર્ભે ઉત્તમ ખેતી માટે જરૂરી સંસાધનો ખરીદવા માટે ખેડૂતોને પડતી હાલાકીઓનો ઉકેલ તરીકે ઘણી બધી મોટી કંપનીઓ આ કૃષિ લક્ષી સંસાધનો ઓનલાઈન ઉપલબ્ધ કરાવીને કૃષિ ક્ષેત્રે અને કૃષિકારો માટે ઓનલાઇન સાઈટ ઉપર ગરજ સારી રહ્યા છે.

ખેડૂત પુત્રને કઈ રીતના વિચાર આવ્યો?

મૂળ ભરૂચ જિલ્લાના હાસોટ તાલુકાના ઇલાવા ગામના વતની અને હાલ નવસારી કૃષિ યુનિવર્સિટીમાં પીએચડી એગ્રી બિઝનેસ મેનેજમેન્ટના વિદ્યાર્થી એવા કિરણકુમાર નટવરલાલ પટેલે તેઓના મેઝર ગાઈડ એવા ઇન્ટરનેશનલ મોટીવેશનલ ગુરુ અને હ્યુમન રિસોર્ટ મેનેજમેન્ટ તજજ્ઞ ડોક્ટર મેહુલ જી ઠક્કરના પ્રેરણાદાય માર્ગદર્શન હેઠળ સાડા ત્રણ વરસની અથાગ પુરુષાર્થ થી" ઇ રિટેલિંગ ઓફ એગ્રી ઇનપુટ્સ બાય ફાર્મસ ઓફ સાઉથ ગુજરાત રીજીયન "વિષય પર દક્ષિણ ગુજરાતના નવસારી સુરત અને ભરૂચ એમ ત્રણ જિલ્લાના 300 ખેડૂતોની વ્યક્તિગત મુલાકાત લીધી હતી અને ઇન્ટરવ્યૂના માધ્યમથી આ વિસ્તારના ખેડૂતોના મંતવ્યો તેઓએ જાણીને એકઠા કર્યા હતા.

The young man with PhD prepared a questionnaire knowing the problems of the farmers

કયા વિષય ઉપર સંશોધન કર્યું?

ત્યારે હાલના ખેડૂતો હાઈટેક યુગ સાથે કદમથી કદમ મિલાવી રહ્યા હોવાના પ્રોત્સાહક પરિણામો મળ્યા છે. ખેતી માટે જરૂરી એગ્રી ઇનપુટ્સ એ રીટેલિંગના માધ્યમથી ઓનલાઇન ખરીદવાના ફાયદાઓ એને લાગતી વળગતી માન્યતાઓ અને નવીનતમ પદ્ધતિ ના તેઓને પડતી મુશ્કેલીઓ અને તેના સમાધાન અંગે ત્રણ જિલ્લાના ખેડૂતોએ સાચા અને ખુલ્લા મનથી પ્રતિભાવો આપ્યા હતા. જેમાં એગ્રી ઇનપુટ્સની ઇ રિટેલિંગ કંપનીઓ ખેડૂતલક્ષી પોલિસી વિશ્વસનીયતા વ્યક્તિગત ધ્યાન અને ઉદ્ભવતા પ્રશ્નોનું સરળ સમાધાન જેવા પાસા ઉપર વધુ ધ્યાન આપે એવી અપેક્ષા પણ આ સંશોધનમાં સામે આવી છે.

પ્રશ્નાવલીમાં મુખ્ય એક કોમન પ્રશ્ન કર્યો હતો?

ત્યારે હાલના ખેડૂતોને કયા પ્રકારની જરૂરિયાત છે તો જેમાં વાત કરીએ તો ખેડૂત મિત્રો ઈ રિટેલિંગના માધ્યમથી એગ્રી ઇનપુટ્સ ખરીદવા માટે પ્રેરાય તે માટે ઓનલાઈન પ્લેટફોર્મ્સ સ્થાનિક અને ક્ષેત્રીય ભાષામાં સેવા આપે ગ્રામ્ય કક્ષાએ ઇન્ટરનેટ કનેક્ટિવિટીમાં વધારો કરવામાં આવે અને ખેડૂતોને ઇન્ફોર્મેશન ટેકનોલોજીના ઉપયોગ માટે જરૂરી કૌશલ્ય ની તાલીમ આપવામાં આવે એવી માંગ પણ ખેડૂતોએ કરી છે.

કઈ કઈ જગ્યાએ પ્રેઝન્ટેશન આપ્યા?

પીએચડી પૂર્ણ કરનાર સૌપ્રથમ વિદ્યાર્થી તરીકે કિરણે આ અનોખા વિષય પર શ્રેષ્ઠતમ સંશોધનના સાર સ્વરૂપે ડોક્ટર મેહુલજી ઠક્કર સાથે મળીને ત્રણ ઇન્ટરનેશનલ અને એક નેશનલ કોન્ફરન્સમાં ભાગ લઈને 10 જેટલા રિસર્ચ પેપર અને પોસ્ટર પ્રેઝન્ટેશન કરીને બે ઇન્ટરનેશનલ એકેડેમી ઓફ એગ્રીકલ્ચર સાયન્સિસ ના ઊંચા રેટિંગ ધરાવતા પ્રતિષ્ઠિત નેશનલ અને ઇન્ટરનેશનલ જનરલ્સમાં પબ્લિસ પણ થઈ રહ્યા છે જે સંશોધનની ગુણવત્તા ઉપયોગીતા અગત્યતા અને યથાર્થતા પુરવાર કરે છે. ત્યારે દક્ષિણ ગુજરાતના આ ઉત્સાહી અને પુરુષાર્થથી ખેડૂતોની દીર્ઘદ્રષ્ટિ ભર્યા અભિગમથી રીટેલિંગ ઓફ એગ્રી ઇનપુટ્સ થકી ભારતના કૃષિકારો અને કૃષિ ક્ષેત્રે હવે વૈશ્વિક પ્રભાવ સાથે વ્યવસ્થાપનના કદમ ભરી રહ્યા હોય એમ લાગી રહ્યું છે.
First published:

Tags: Agricuture, Gujarati Farmer, Local 18, Navsari News, Phd