સારો અભ્યાસ કર્યા બાદ યુવકો સારી નોકરી કરવાનું પસંદ કરતા હોય છે. પરંતુ નવાસારીના યુવકે MSc માઈક્રોનો અભ્યાસ બાદ ખેતી કરવાનું પસંદ કર્યું. આજે આ યુવકની તેની આંબાવાડીની કેરી વિદેશમાં એક્સપોર્ટ કરે છે.
નવસારી : લેબ સ્કેલને લાર્જ સ્કેલ સુધાર પહોંચાડી આવક ઊભી કરવી એ હાલના સમયની માંગ છે. નવસારીમાં એક યુવાને આવી જ પહેલ કરી હતી. જે પહેલ આજે સાર્થક નીવડી છે. MSc નો અભ્યાસ કરી ખેતીમાં જોડાઈ પાકનું એક્સપોર્ટ અન્ય દેશોમાં કરીને આવક મેળવવાની શરૂઆત કરી હતી. જે એક્સપોર્ટનું કામ આજે વિશ્વ ફલક પર પહોંચ્યું છે. પોતાની જ વાડીમાં ઉગાડેલી કેરીને અન્ય દેશોમાં એક્સપોર્ટ કરવાની કામગીરી આ યુવકે કરી છે.
અમેરિકાથી માંડીને ઓસ્ટ્રેલિયા સુધી કેરીની નિકાસ
વાત છે નવસારીના ફાળવેલ ગામના વતની નીવિલભાઈ પારેખની જેવો પોતે MSc માઇક્રો અભ્યાસ કર્યો છે. છતાં તેમને પોતાના જ 36 વીઘા જમીનમાં અલગ અલગ પાક નું વાવેતર કરે છે જેમાં સૌથી વધુ પાક ગણાતા એવા કેરીની અલગ અલગ જાતનું તેમણે વાવેતર કર્યું છે. સૌથી વધુ મહત્વની વાત એ છે કે નેવિલભાઈ પારેખ જેમણે પોતાની વાડી માંથી મોટા ભાગનો કેરીનો પાક વિદેશમાં સપ્લાય થાય છે. જેમાં અમેરિકા, લંડન, કેનેડા,જર્મની, પેરિસ અને ઓસ્ટ્રેલિયા જેવા દેશનો સમાવેશ થાય છે. ત્યારે પહેલાથી જ તેઓ ભણવામાં ખૂબ જ હોશિયાર હતા તેમણે પોતે MSc માઇક્રોનો અભ્યાસ કર્યો છે. છતાં પણ તેમને એક ખેતી પ્રત્યે જે પ્રેમ અને લાગણી છે. જે હાલ જાળવી રાખી છે.
વાડીની કેસર હાફૂસની વિદેશમાં માંગ
News 18 સાથે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે, મારા દાદા અને મારા પિતા પહેલાથી જ ખેતી સાથે સંકળાયેલા હતા. જેથી મને પણ એવો વિચાર આવ્યો કે હાલના ટેકનોલોજીના યુગમાં કઈ રીતે ખેતીને આપણે વધુ આવક મેળવીને કંઈક કરી શકીએ? તેઓ વિચાર આવતા ફોરેન એક્સપોર્ટ કરવાનું શરૂ કર્યું જેથી સારી એવી આવક મેળવી શકાય છે. છેલ્લા ઘણા વર્ષોથી અમારી વાડીની કેસર હાફૂસ અને તમામ પ્રકારની કેરી ની વિદેશમાં ખૂબ માંગ વધી છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, હાલ ચાલુ દિવસે જ 4200 મણ કેરી વિદેશમાં મોકલી આપી છે અને હાલ પણ ઓર્ડર સતત ચાલુ છે. ડોમેસ્ટિક લેવલે વાત કરીએ તો સુરત, અમદાવાદ, આણંદ, ખંભાત, પાલનપુર સુધી અમારી અહીંની કેરી વખણાય છે. અહીંના ગુજરાતીઓ વધુ ફોરેનમાં વસવાટ કરી રહ્યા છે. જેને લઇને ગુજરાતની કેરીઓ ની માંગ હાલ વધી છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર