ચંપલની ચોરી CCTVમાં કેદ
નવસારીના કેરવ એપાર્ટમેન્ટમાં ઘરની બહાર મૂકવામાં આવેલા બુટ ચંપલ ની ચોરી થઈ છે ત્યારે આ બુટ ચપ્પલની ચોરીની સમગ્ર ઘટના પોલીસ સ્ટેશન પર પહોંચી હતી ત્યારે ત્યાંના સ્થાનિકોએ ગ્રામ્ય પોલીસ સ્ટેશન ખાતે અરજી આપી છે ઘરની બહાર મૂકવામાં આવેલા બ્રાન્ડેડ શુઝની ચોરી થઈ છે જેની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે.
CCTV કેમેરામાં આજે સમગ્ર ઘટના કેદ થઈ છે. તેમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે, ચોર બુટ ચપ્પલ હાથમાં લઈને ચેક કરી રહ્યો છે. બુટ ચપ્પલ સારા છે કે નહીં એવી ચોરે ખાતરી કરી હતી. ત્યારબાદ પોતાના પાસે રહેલા એક થેલામાં તે બુટ ચપ્પલ મૂકીને ફરાર થયો હતો.
પોલીસ સ્ટેશનમાં નોંધાઈ ફરિયાદ
નવસારીમાં આશ્ચર્ય સાથે રમૂજ પમાડે તેવી એક ચોરીની ઘટના CCTV કેમેરામાં કેદ થઈ છે. જેમાં એપાર્ટમેન્ટની બહાર શુઝ સ્ટેન્ડમાંથી એક ઈસમ બ્રાન્ડેડ સ્પોર્ટ શૂઝ થેલામાં ફેરવીને પલાયન થતો જોઈ શકાય છે.
ત્યારે એક તરફ એપાર્ટમેન્ટના રહિશો પોતાના કિંમતી પગરખા ઘરમાં મૂકવાનું વિચારી રહ્યા છે. ત્યારે બીજી તરફ આ ઘટનાને પગલે રોકડ સોના ચાંદી કે વાહનની ચોરીની નહીં પરંતુ બુટ ચંપલની ચોરી થયાની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવી છે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Crime news, Local 18, Navsari News