Sagar Solanki, Navsari: નવસારી જિલ્લાનું હ્રદય અને આઝાદીનું અમૃત સ્થાન એટલે એક માત્ર નવસારીના છેવાડે આવેલ દાંડી ગામ કે જે દાંડી દરિયા કિનારે રમણીય વાતાવરણમાં ઐતીહાસિક ધરોહર ધરાવતું નાનું ગામ છે.
આ દાંડી ગામમાં ઐતિહાસિક સ્થળને વિકસાવવા અને ટુરિઝમને વેગ આપવા માટે પ્રદર્શની બનાવી અવનવા પ્રયોગો રાજ્ય સરકાર કરતી આવી છે ત્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટીની જેમ દાંડીમાં પણ લેઝર શોનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા દેશવાસીઓને ગાંધી મૂલ્યો અને ગાંધી વિચારધારા ની ઝાંખી અપાવતું દાંડી સોલ્ટ મેમોરિયલનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ તેનો ઉતરોતર વિકાસ થયો છે.
નવસારી જિલ્લાનું આ દાંડી મેમોરિયલ દેશ અને વિદેશમાં પ્રખ્યાત બન્યું છે ત્યારે ગાંધીજીના જીવન આધારિત મૂલ્યો પણ અહીં સંઘરવામાં આવ્યા છે. ગોરા ઓની ગુલામી માંથી આઝાદી ની કવાયત ના અસલ હીરો બનેલા રાષ્ટ્રના મહાત્મા એ સને 1930 માં સાબરમતી આશ્રમ થી લઈને નવસારી જિલ્લાના દાંડી ગામે આવીને ચપટી મીઠું ઉપાડી ને અંગ્રેજો એ લાદેલ મીઠા ના કાયદાનો સવિનય ભંગ કરીને અંગ્રેજી હકુમતના હચમચાવી નાખી હતી જેથી હાલ દેશની આઝાદીનું પ્રવેશ દ્વાર દાંડી ગામને માનવામાં આવે છે.
રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર ટુરીઝમને વેગ આપવા માટે અનેક પ્રયાસો પણ કરે છે ત્યારે દાંડીમાં બનેલી આઝાદીની ઝાંખી કરાવતી આ પ્રદર્શનીને જોવા વધુ લોકો આવે એ માટે સ્પેશિયલ લેઝર શોનું આયોજન પણ કરવામાં આવ્યું છે. આ લેઝર શોમાં દાંડીયાત્રાની અનેક ઝાંખીઓ દર્શાવવામાં આવી છે જેવી કે ક્વિક ઇન્ડિયા મુવમેન્ટ, ગાંધીજીને દાંડિયાત્રા બાદ થયેલી ધરપકડ, સહિતના અનેક કિસ્સાઓ આ લેઝર શો દ્વારા દર્શાવવામાં આવ્યા છે.
હાલ દાંડી ખાતે ટુરીઝમ વિભાગ દ્વારા શરૂ કરવામાં આવેલો આ લેઝર શો આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે. આ લેઝર શોને જોવા માટે હજારો લોકો અન્ય જિલ્લાઓ માંથી રોજ મુલાકાત લઈ રહ્યા છે અને ગાંધીજીના જીવન આધારિત ઝાંખીઓ આ લેઝર શોમાં દર્શાવવામાં આવી છે. મેમોરિયલ ખાતે તૈયાર કરવામાં આવેલ ગાંધીજીના વિશાળ સ્ટેચ્યુ ઉપર આ લેઝર શોનું આયોજન હાલ થઈ રહ્યું છે જે ટુરિસ્ટો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. વધુને વધુ લોકો અહી પ્રવાસે અએવ તેના માટે તંત્ર દ્વાર પણ પ્રયાશો કરવામાં આવી રહ્યા છે.
Published by:Santosh Kanojiya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર