Home /News /south-gujarat /Navsari: અહીં કૂતરાઓની એવી સેવા થાય છે કે, તમે પણ કહેશો વાહ!

Navsari: અહીં કૂતરાઓની એવી સેવા થાય છે કે, તમે પણ કહેશો વાહ!

X
આ

આ શેલ્ટર હોમમાં કૂતરાઓને આપવમાં આવે છે આશ્રો

નવસારી જિલ્લાના આંતરિયાળ વિસ્તારમા વિનોદભાઈ અને તેમની ટીમ મળી અનોખી સેવાની ધૂણી ધખાવી છે.60 થી વધુ શ્વાનને સારવાર આપવામાં આવી રહી છે.અહીં શ્વાનને ખોરાક આપવામાં આવે છે અને મહિને લાખો રૂપિયાનો ખર્ચ થઇ રહ્યો છે.

Sagar, Solanki, Navsari: નવસારી જિલ્લાના આંતરિયાળ વિસ્તારમા વિનોદભાઈ અને તેમની ટીમ મળી અનોખી સેવાની ધૂણી ધખાવી છે.નવસારી શહેરમાં કલથાણ ખાતે ગાંધી કોલેજ નજીક સ્વખર્ચે એક ભાડાનું શેલ્ટર હોમ બનવું છે. જિલ્લાના રખડતા શ્વાનને ઇજા કે બીમારી હોય તો તેને અહીં પ્રાથમિક સારવાર આપવામાં આવે છે. જો કોઈ વધુ બીમાર હોય તો વેટેનરીમા ઈલાજ પણ કરાવે છે.

મહત્વની વાત એ છે કે, નવસારી શહેરમાંથી કોઈ ફોન આવે અને કહે કે, અહીં શ્વાન બીમાર છે અથવા ઇજા પહોંચી છે, તો તાત્કાલિક ટીમ સાથે સ્થળ પર પહોંચી ઈલાજ કરે છે અને વધુ ટ્રીટમેન્ટ અને આરામની જરૂર જણાય તો તેને શેલ્ટર હોમ ખાતે લાવી ટ્રીટમેન્ટ આપવામાં આવે છે. રોજ બરોજની જરૂરી દવાઓ અહીં પુરી પાડવામાં આવી રહી છે.છેલ્લા 5 વર્ષથી આ સેવા અવિરત ચલાવી રહ્યા છે. તેમાં કેટલાય ઉંચા નીચા દિવસો જોવાનો વારો પણ આવ્યો છે, છતાં અડગ રહી સેવાનુ કાર્ય અવિરત રાખ્યું છે. દર મહિને 25 થી 30 જેટલાં શ્વાન દૈનિય હાલતમાં શેલ્ટર હોમ ખાતે પહોંચે છે. મહત્વનું છે કે, 60 થી 70 જેટલાં શ્વાનની રોજના શેલ્ટર હોમમા સારવાર તો ચાલતી જ઼ હોય છે. પરંતુ સમય જતા અહીંથી સાજા થતા તેઓને અનુકૂળ સ્થળે રિલીઝ કરવામાં આવે છે.શ્વાનની જાળવણી માટે પણ ટાઈમટેબલ

શ્વાનની દેખભાળ કરવા માટે અહીં ટાઈમટેબલનુ ચુસ્ત પાલન કરવામાં આવે છે. સવારથી બપોર સુધી ડ્રેસિંગ પિરિયડ સાથે સવારનું ફૂડ પણ તેમને આપવામાં આવે છે. બપોરથી સાંજ સુધી શ્વાન માટે જમવાનું બનાવવાની કામગીરી અને તેમની હેલ્થ માટેની ચકાસણી અને ડોક્ટરની વિઝીટ હોય તો તેઓને લઈ જવા માં આવે છે. ત્યાર બાદ દિવસ દરમ્યાન આવેલા રેસ્ક્યુ કોલ પર કામગીરી કરવામાં આવે છે. જો ઇમરજન્સી હોય તો તાત્કાલિક તેજ ક્ષણે સ્થળ પર પહોંચી તેને રેસ્ક્યુ કરાય છે.ખાસ કરીને ચોમાસાની સીઝનમાં રેસ્ક્યુ માટેના કોલ વધુ હોવાથી અંદાજિત 100 થી વધુ શ્વાન અહી શેલ્ટર હોમ ખાતે હોય છે.

વાર્ષિક લાખો રૂપિયાનો થાય છે ખર્ચો

કોઈ પણ સેવા કરવી હોઈ નાણાંની તાતી જરૂરિયાત છે. હાલમાં સમયમા માણસ પોતાના જ પરિવારના લોકો પાછળ નાણાં ખર્ચવા તૈયાર હોતો નથી, પરંતુ નવસારીના વિનોદભાઈ અને તેમની ટીમ મહિને અંદાજિત 1.5 લાખનો ખર્ચ કરી અબોલ પશુઓને સારવાર આપી રહ્યા છે. સાંભળવા મળ્યું છે કે નવસારીની જનતા અને અન્ય સમાજ સેવી સંસ્થાઓનો પણ આમાં સિંહ ફાળો છે. કારણકે મસ મોટા ખર્ચ શેલ્ટર હોમ પાછળ થતા હોવાથી વધુ નાણાની જરૂર પડતા હર હંમેશ નવસારીની જનતા આગળ આવી છે અને પોતાનું ફૂલ નહીં તો ફૂલની પાંખડી યોગદાન આપ્યું છે. ત્યારે લોકોએ પણ આ સેવા કાર્યમાં જોડાવું જરુરી બન્યું છે.ભારતીય સંસ્કૃતિમા શ્વાનનુ પણ અલગજ મહત્વ છે

શિવ , ભૈરવ તરીકેના તેમના પાસામાં વાહન (મહાભારતમાં ઉલ્લેખિત) તરીકે એક કૂતરો હતો. કહેવાય છે કે,કાલ ભૈરવની પૂજાથી બીમારીઓ દૂર થાય છે. કાલ ભૈરવની પૂજા આખા દેશમાં અલગ અલગ નામ અને પ્રકારે કરવામાં આવે છે. જે ભગવાન શિવના પ્રમુખ ગણમાના એક છે. જેથી ભૈરવની પ્રતિમામાં પણ શ્વાન નજરે ચડે છે. કેટલાય લોકો શ્વાનને સેવા અર્પણ કરી ભૈરવને રિઝવવાનો પ્રયાસ કરતા હોય છે. પરંતુ અપવાદ રૂપ કેટલાય લોકો ઘર આંગણે આવેલા શ્વાનને રોટલો તો નથી આપી શકતા પરંતુ બે રહેમિથી માર મારી અબોલ પશુને ઇજા પહોંચાડે છે. પરંતુ નવસારી જિલ્લાનું આ શેલ્ટર હોમ અબોલ શ્વાનની વ્હારે આવ્યું છે અને નિ :સ્વાર્થ ભાવે શ્વાન માટે અલગ સમય ફાળવી સેવા કરી રહ્યા છે.

શેલ્ટર હોમમા સ્વાન માટે ખોરાક બનાવવા અલગ

શેલ્ટર હોમમાં કેટલા શ્વાન રહેતા હોય ત્યારે તમામનો ખોરાક મોટી સંખ્યામાં બનાવવો આવશ્યક છે. જેથી અહીં અલગ રસોડું બનાવી સ્પેશ્યલ માણસો શ્વાનો માટે ખાવાનું બનાવે છે અને તેમની આતરડી ઠારે છે. સાથે જ જે પણ સ્વાનને સારવાર અપાઈ રહી છે, તે ચાલવા કે અન્ય ઇજા સંપૂર્ણ સારી નહીં થાય ત્યાં સુધી તેનો નિભાવ આ શેલ્ટર હોમ જ કરે છે. આ સેવાનો મોકો એ એક નસીબની વાત છે. નવસારી શહેરમા રહેતા વિનોદભાઈ જે સેવા કરી રહ્યા છે. તેનાથી શીખ મળેવી આપણે પણ આવું કાર્ય કરવાની વિચારણા કરવાનું મન અવશ્ય થાય.
First published:

Tags: Dog