Home /News /south-gujarat /સૌરાષ્ટ્રની જમ્બો કેસરે નવસારીના ખેડૂતને કર્યા માલામાલ, માવઠાના માર છતાં નથી થયું સ્હેજપણ નુકસાન

સૌરાષ્ટ્રની જમ્બો કેસરે નવસારીના ખેડૂતને કર્યા માલામાલ, માવઠાના માર છતાં નથી થયું સ્હેજપણ નુકસાન

X
દક્ષિણ

દક્ષિણ ગુજરાતમાં ઉછરી સૌરાષ્ટ્રની જમ્બો કેસર

સૌરાષ્ટ્રની જમ્બો કેસર કેરી તેની ગુણવત્તા માટે જાણીતી છે. નવસારીના એક ખેડૂતે પોતાના આંબાવાડીયામાં સૌરાષ્ટ્રથી મંગાવેલી આ કેરીની કલમનું વાવેતર કર્યું હતુ. જેની આજે તેઓને સારી આવક મળી રહી છે.

નવસારી : ખેતીના ક્ષેત્રમાં ખેડૂત નવી નવી કરામતો કરતો આવે છે. ખાસ કરીને હાલ જ્યારે ઉનાળાની સિઝન છે ત્યારે કેરીનો પાક મબલક પ્રમાણમાં આવતો હોય છે. જોકે મોટાભાગના ખેડૂતોના જણાવ્યા અનુસાર કેરીના પાકને નુકસાન વરસાદ અને વાતાવરણને કારણે થયું છે. જેથી કેરીના ભાવો પણ ઓછા મળી રહ્યા છે. પરંતુ સૌરાષ્ટ્રની જમ્બો કેસર એ કેરીની એવી જાત છે. કે જેને ઉગાડીને નવસારીના ખેડૂતો માલામાલ થયા છે.

ક્યાં  જિલ્લામાં મળે છે જમ્બો કેસર?
નવસારી જિલ્લામાં કેરીની વાત કરવામાં આવે તો કેસર, હાફૂસ, રાજાપુરી, લંગડો, સોનપરી, દશેરી જેવી કેરીઓનો પાક લેવામાં આવે છે. પરંતુ વાંસદા તાલુકાના ચાંપાલધરા ગામના ખેડૂત મનસુખભાઈએ પોતાની વાડીમાં કંઈક નવીનતા કરી છે. નવસારી જિલ્લામાં તેઓએ સૌ પ્રથમવાર મૂળ સૌરાષ્ટ્રની જમ્બો કેસર કેરીની કલમને સૌરાષ્ટ્રથી મંગાવી પોતાની વાડીમાં રોપી હતી. આ કલમના સફળ વાવેતરથી તેમણે મબલખ પાકનું ઉત્પાદન કર્યું છે. છેલ્લા બે વર્ષથી વાતાવરણની અસરને કારણે કેરી પાકમાં ઘણું નુકસાન થયું છે. પરંતુ મનસુખભાઈ ના જણાવ્યા પ્રમાણે જમ્બો કેસરના પાક પર કોઈ અસર જોવા મળી નથી અને ઉત્પાદન પણ સારું મળ્યું છે.

A Navsari farmer planted a jumbo saffron mango graft found in Saurashtra

મનસુખભાઈ પટેલની પોતાની વાડીમાં 550 જેટલા જમ્બો કેસરના ઝાડ છે. જેમાં એક ઝાડ પર 40 થી 45 કિલોનો માલ તૈયાર થાય છે. હાલ તેઓની વાડીમાં તૈયાર થતી જમ્બો કેસરની ડિમાન્ડ ગ્રાહકોમાં વધી છે. જેથી તેમણે એડવાન્સ બુકિંગ લઈ ગ્રાહકોને કેરી વેચવાનું શરૂ કર્યું છે. સામાન્ય કેસર કરતા આ જમ્બો કેસરના ભાવ ખેડૂતને 500 થી 600 રૂપિયા વધુ મળતા હોય છે. જેથી મનસુખભાઈ સૌરાષ્ટ્રની જમ્બો કેસરનું પોતાની વાડીમાં વાવેતર કરી સારું ઉત્પાદન કરી મબલખ આવક મેળવી રહ્યા છે.

શા માટે આને જમ્બો કેસર કહેવાય છે?

કેસર કેરી નું ફળ 400 થી 500 ગ્રામ સુધીનું હોય છે. જ્યારે આ જમ્બો કેસર જાતની એક કેરીનું વજન એક કિલોગ્રામ સુધીનું થાય છે. જેથી એ સામાન્ય કેસર કેરી કરતા ડબલ હોય છે. તેથી આને જમ્બો કેસર તરીકે ઓળખવામાં આવે છે. ગ્રાહકો પણ જંબો સાઇઝનું ફળ જોઈને આકર્ષાય છે જે એની મોટી ખૂબી છે. જોકે મોટું ફળ હોવા સાથે આ જમ્બો કેરીની મીઠાશ ગજબની છે. કેસર કેરી સામે જમ્બો કેસર કેરીના ભાવ બજારમાં સારા આવતા હોવાને લઈને ખેડૂતમાં ખુશીનો માહોલ છે. આવનારા સમયમાં અન્ય ખેડૂતો પણ આ રીતે સૌરાષ્ટ્રની કલમ લાવીને જમ્બો કેરીનું વાવેતર કરે તો તેને સારી એવી આવક મળી શકે તેમ છે.
First published:

Tags: Business Ideas, Farming Idea, Kesar keri, Local 18, Navsari News

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો